'દિલ્હીમાં AAP સાથે કોઈ જ ગઠબંધન નહીં, તમામ બેઠક પર ઉમેદવાર ઉતારશે કોંગ્રેસ'

News18 Gujarati
Updated: March 5, 2019, 3:26 PM IST
'દિલ્હીમાં AAP સાથે કોઈ જ ગઠબંધન નહીં, તમામ બેઠક પર ઉમેદવાર ઉતારશે કોંગ્રેસ'
ન્યૂઝ18 ક્રિએટિવ

રાહુલ ગાંધી સાથે દિલ્હીના વરિષ્ઠ નેતાઓની બેઠકમાં આમ આદમી પાર્ટી સાથે કોઈ ગઠબંધન નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.

  • Share this:
નવી દિલ્હી : કોંગ્રેસ પાર્ટી દિલ્હીની તમામ બેઠકો પર એકલી જ ચૂંટણી લડશે. દિલ્હીના કોંગ્રેસ પ્રમુખ શીલા દીક્ષિતે જણાવ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે દિલ્હીના વરિષ્ઠ નેતાઓની બેઠકમાં આમ આદમી પાર્ટી સાથે કોઈ ગઠબંધન નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

રાહુલ ગાંધીએ મંગળવારે પાર્ટી મુખ્યાલય ખાતે નેતાઓ અને પદાધિકારીઓની મહત્વની બેઠક બોલાવી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ બેઠકમાં બંને પાર્ટી વચ્ચે સીટની વહેંચણી માટે 3+3+1ની ફોર્મ્યુલા પર ચર્ચા કરવામાં આવી હતી.

આ ફોર્મ્યુલા પ્રમાણે નવી દિલ્હીની લોકસભાની સાત બેઠકમાંથી ત્રણ-ત્રણ બેઠક પર આપ અને કોંગ્રેસના ઉમેદવાર ચૂંટણી લડવાના હતા, જ્યારે એક બેઠક પર બંને પાર્ટી સંયુક્ત ઉમેદવાર મેદાનમાં ઉતારવાની હતી.  પરંતુ રાહુલ ગાંધી સાથે કોંગ્રેસના નેતાઓની બેઠકમાં આપ સાથે કોઈ જ ગઠબંધન નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

2014ની લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ દિલ્હીની તમામ સાત બેઠક પર જીત મેળવી હતી. જોકે, ત્યારબાદ 2015માં યોજાયેલી દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 70માંથી 67 બેઠક પર જીત મેળવી હતી. જ્યારે કોંગ્રેસે એક પણ બેઠક જીતી ન હતી.

આ પણ વાંચો : કોઈપણ પરિસ્થિતિ હોય પટના સાહિબથી જ ચૂંટણી લડીશઃ શત્રુધ્ન સિન્હા

નોંધનીય છે કે આમ આદમી પાર્ટીએ દિલ્હીની સાતમાંથી છ બેઠક પર પહેલા જ પોતાના ઉમેદવારના નામ જાહેર કરી દીધા છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે સાતમી બેઠક પર અપક્ષ ઉમેદવાર યશવંત સિંહાને ઉભા રાખવામાં આવશે, જેમને બંને પાર્ટીઓનું સમર્થન છે.
First published: March 5, 2019, 2:00 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading