Home /News /national-international /મોદી સરકારના એવા પગલાં જેણે Exit Pollમાં NDAને પહોંચાડી 300ને પાર

મોદી સરકારના એવા પગલાં જેણે Exit Pollમાં NDAને પહોંચાડી 300ને પાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (ફાઇલ ફોટો)

સરકારે અનેક એવા કાર્ય કર્યા છે, જેણે સામાન્ય જનતાના મનમાં સારી છાપ છોડી છે

  ન્યૂઝ18 ગુજરાતી : લોકસભા ચૂંટણી 2019ના તમામ તબક્કાનું મતદાન થઈ ચૂક્યું છે. ચૂંટણીને લઈને રવિવાર સાંજે આવેલા News18-Ipsos Exit Pollમાં ફરી એકવાર એનડીએને પૂર્ણ બહુમત મળતું હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા 5 વર્ષ દરમિયાન મોદી સરકાર અનેક મુદ્દાઓને લઈને વિપક્ષના નિશાના પર રહ્યું છે. પરંતુ, સરકારે અનેક એવા કાર્ય કર્યા છે, જેણે સામાન્ય જનતાના મનમાં સારી છાપ છોડી છે. આજે અમે આપને જણાવી રહ્યા છીએ સરકાર તરફથી કરવામાં આવેલા કાર્ય જેને કારણે એક્ઝિટ પોલ્સમાં એનડીએની સીટોને 300ને પાર પહોંચાડી દીધી છે.

  નોટબંધી

  મોદી સરકારે જ્યારે નોટબંધીનું પગલું ઉઠાવ્યું તો તેની પર સૌથી વધુ વિવાદ જોવા મળ્યો. કારણ કે, તે સમયે 15.41 લાખ કરોડ રૂપિયાની નોટો બંધ થઈ હતી અને તેમાંથી 15.30 લાખ કરોડ રૂપિયાની નોટ સિસ્ટમાં પરત આવી ગઈ. એક્સપર્ટ્સનું માનવું છે કે તેના કારણે દેશમાં ઇનકમ ટેક્સ ભરનારાઓની સંખ્યામાં વધારો થયો. જે પૈસા પહેલા રિયલ એસ્ટેટ જેવા ક્ષેત્રોમાં લાગતા હતા, તે મ્યૂચૂઅલ ફંડ તરફ પણ આવ્યા.

  GST

  મોદી સરકાર તરફથી જે સૌથી મોટું રિફોર્મ થયું તે જીએસટી હતું, કારણ કે 1999માં અટલ બિહારી વાજપેયીની સરકારે તેને લઈને એક કમિટી બનાવી હતી અને તેના 18 વર્ષ બાદ મોદી સરકારમાં તેને લાગુ કરવામાં આવ્યું. જીએસટીને યૂપીએ વન અને યૂપીએ ટુ દ્વારા લાગુ નહોતું થઈ શક્યું. સૌથી ઝડપથી જીએસટી લાગુ કરવાનો શ્રેય પણ મોદી સરકારને જાય છે.

  આ પણ વાંચો, તમામ એક્ઝિટ પોલ્સનું માનીએ તો કેન્દ્રમાં ફરી બને શકે છે મોદી સરકાર

  બેંકરપ્સી કાયદો

  1994માં ઓમકાર ગોસ્વામીની એક સમિતિ હતી, જેણે તેની પહેલીવાર ચર્ચા કરી હતી. પરંતુ, મોદી સરકારે 25 વર્ષ બાદ બેંકરપ્સી કાયદો બનાવ્યો. આ કાયદા હેઠળ ગયા વર્ષે 2018-2019 દરમિયાન 70 હજાર કરોડ રૂપિયાની રિકવરી થઈ છે. રિકવરીનો રેટ પણ ઘણો સારો રહ્યો છે. જો 100 રૂપિયાની લોન અકાઉન્ટ ક્યાંક ફસાઈ હતો તો 43 રૂપિયા પરત આવી ગયા.

  રેરા (RERA)

  બિલ્ડર્સના મનસ્વી વલણ પર લગામ લગાવનારો કાયદો રેરા. આ મોદી સરકાર તરફથી લાવવામાં આવેલું ઘણું મોટું રિફોર્મનું પગલું હતું. ત્યારબાદ હવે લોકોને સમય પર ઘર મળવા લાગ્યા છે.

  આ પણ વાંચો, કોંગ્રેસને ગુજરાતમાં મળશે માત્ર એક જ બેઠક : News18-IPSOS Exit Poll

  ઇન્ફ્લેશન ટાર્ગેટિંગ

  ઇન્ફ્લેશન ટાર્ગેટિંગ એક એવો રિફોર્મ હતો, જેના વિશે સામાન્ય લોકોને ખાસ જાણકારી નહોતી. પરંતુ આઝાદી બાદ નરેન્દ્ર મોદીની આ એવી પહેલી સરકાર હતી, જેણે આરબીઆઈને એક મોંઘવારીનો ટાર્ગેટ આપ્યો. તેની અસર એ થઈ કે જ્યાં યૂપીએના સમયમાં દેશે 15 ટકા સુધી મોંઘવારી જોઈ. જ્યારે મોદી સરકાર બની તો રિટેલ ઇન્ફ્લેશનનો દર 9 ટકા હતો. પરંતુ હાલમાં મોંઘવારીનો દર ત્રણ ટકા છે. છેલ્લા ત્રણ વર્ષોથી દેશમાં 5 ટકાથી વધુ મોંઘવારી નથી જોવા મળી.

  બેંક રીકેપિટલાઇજેશન

  તેના આધાર પ સરકારી બેંકોમાં 1.06 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું. તેની પર એવું પણ કહેવામાં આવે છે કે જો તે પહેલા જ થઈ જતુ્ર તો દેશ માટે સારું થાત.

  આ પણ વાંચો, Exit Poll 2019: એનડીએના વોટ શેરમાં જોરદાર ઉછાળો
  Published by:Mrunal Bhojak
  First published:

  Tags: Lok sabha election 2019, UPA, એનડીએ, નરેન્દ્ર મોદી, મોદી સરકાર, રાહુલ ગાંધી

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन