Home /News /national-international /ચૂંટણીમાં કેમ કરો છો પાકિસ્તાનનો ઉલ્લેખ? PM મોદીએ આપ્યો આ જવાબ

ચૂંટણીમાં કેમ કરો છો પાકિસ્તાનનો ઉલ્લેખ? PM મોદીએ આપ્યો આ જવાબ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (ફાઇલ ફોટો)

આ નગરપાલિકાની નહીં દેશની ચૂંટણી છે, તેમાં આતંકવાદનો મુદ્દો આવશે જ- નરેન્દ્ર મોદી

  ન્યૂઝ18 ગુજરાતી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વ વડાપ્રધાન દિવંગત રાજીવ ગાંધી પર ઉત્તર પ્રદેશની એક રેલીમાં આપેલા નિવેદન પર કહ્યું છે કે, તેઓએ માત્ર એક હકીકત રજૂ કરી, કોંગ્રેસના લોકો ગુસ્સા પર કાબૂ કેમ ગુમાવી બેઠા.

  હિન્દી અખબાર નવભારત ટાઇમ્સને આપેલા એક ઈન્ટરવ્યૂમાં પીએમ મોદીએ રાજીવ ગાંધી પર આપેલા નિવેદન સાથે જોડાયેલા સવાલ પર કહ્યું કે, મેં તો માત્ર એક ફેક્ટની ચર્ચા કરી, જાણકારી આપી છે. હું એ નથી સમજી શકતો કે તેના કારણે કોંગ્રેસ આટલી ગુસ્સે કેમ થઈ થઈ છે.

  કોંગ્રેસ અધ્યક્ષ હાલના પીએમને આપે છે ગાળો

  પીએમ મોદીએ કહ્યું કે, જ્યારે કોંગ્રેસ અધ્યક્ષ હાલના પીએમને ગાળો આપે છે, તેમના પરિવાર અને ગરીબીની મજાક ઉડાવે છે ત્યારે કોંગ્રેસનું આજ ઈકોસિસ્ટમ તાળી વગાડવાની શરૂ કરી દે છે. પરંતુ જ્યારે મેં તેમના પિતાને લઈને એક સ્થાપિત તય વિશે કહ્યું તો લોકો ગુસ્સા પર કાબૂ ગુમાવી દે છે. હું પડકાર આપું છું કે તેઓ દિલ્હીમાં રાજીવ ગાંધીના નામે ચૂંટણી લડીને બતાવે.

  આ પણ વાંચો, મોદીને સત્તાથી દૂર રાખવા વિપક્ષ ઉઠાવશે આ અંતિમ પગલું!

  મોદીએ કહ્યું કે, સૌથી રસપ્રદ વાત એ છે કે કોંગ્રેસને ન તો કોઈએ એમ કહ્યું છે કે તેઓ ભ્રષ્ટ નહોતા અને ન તો એમ કહ્યું કે તથ્યાત્મક રીતે ખોટું હતું.

  મદદ કે બહુમતવાળી સરકાર?

  લોકસભા ચૂંટણીના પરિણામ બાદ ક્ષેત્રીય પાર્ટીઓની સાથે ગઠબંધન સરકાર બનાવવાના સવાલ પર પીએમ મોદીએ કહ્યું કે આ ચૂંટણીમાં બીજેપીને સ્પષ્ટ બહુમત મળશે. એનડીએની સાથી પાર્ટીઓ પણ ચૂંટણી જીતીને આવશે અને ફરીથી એનડીએ સરકાર રચાશે.

  ચૂંટણીમાં કેમ આવે છે પાકિસ્તાન?

  ચૂંટણીમાં પાકિસ્તાનના ઉલ્લેખ પર પીએમ મોદીએ કહ્યું કે દેશમાં આતંકવાદ એક મુદ્દો છે. સુરક્ષા એક મુદ્દો છે અને હોવો જ જોઈએ. જો કોઈ નગરપાલિકાની ચૂંટણી હોય તો આ મુદ્દો ત્યાં નહીં હોય. આ નગરપાલિકાની ચૂંટણી નથી. આ દેશની ચૂંટણી છે અને તેમાં આતંકવાદ મુદ્દો રહેશે. જ્યારે આતંકવાદ મુદ્દો રહેશે તો તેના સાથે જોડાયેલી તમામ તાકાતોનો ઉલ્લેખ આવશે. જો પાકિસ્તાન, આતંકવાદને એક્સપોર્ટ કરે છે તો તેનો ઉલ્લેખ થશે.

  આ પણ વાંચો, સુષ્માએ સંભાળ્યો મોરચો, પ્રિયંકા ગાંધી બાદ મમતા બેનર્જીને આપ્યો જવાબ
  Published by:Mrunal Bhojak
  First published:

  Tags: Eci, Lok sabha election 2019, Rajiv gandhi, કોંગ્રેસ, નરેન્દ્ર મોદી, પાકિસ્તાન, રાહુલ ગાંધી

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन