લોકસભા ચૂંટણી 2019ના ચોથા તબક્કા માટે 9 રાજ્યોની 71 લોકસભા બેઠકો માટે આજે મતદાન યોજવામાં આવ્યું. જે સીટો પર આજે વોટિંગ થયું, તેમાં મહારાષ્ટ્રની 17, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશની 13-13, પશ્ચિમ બંગાળની 8, મધ્યપ્રદેશ અને ઓડિશાની 6-6, બિહારની 5 અને ઝારખંડની 3 સીટો પર મતદાન યોજવામાં આવ્યું. એક બે છબકલા સિવાય મોટાભાગની બેઠક પર શાંતીપૂર્ણ મતદાન યોજવામાં આવ્યું.
જમ્મુ-કાશ્મીરની અનંતનાગ સીટ પર પણ મતદાન યોજવામાં આવ્યું. અનંત નાગ સીટ પર ત્રણ તબક્કામાં મતદાન યોજવામાં આવ્યું છે. લોકસભાની 72 સીટે માટે કુલ 943 ઉમેદવારો મેદાનમાં છે. જ્યારે પંજાબની ગુરૂદાસ સીટ પરથી સની દેઓલે ઉમેદવારીપત્ર ભર્યું હતું. પશ્ચિમ બંગાળના આસનસોલમાં મતદાન દરમ્યાન હિંસાના પણ સમાચાર આવ્યા છે. અહીં ટીએમસી બૂથ પર કેપ્ચરિંગનો આરોપ લગાવવામાં આવ્યો હતો. પરિસ્થિતિને સંભાળવા માટે પોલીસે બે બૂથ પર લાઢી ચાર્જ કરવો પડ્યો હતો. આ હિસામાં કેટલાક લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે.
કયાં રાજ્યમાં કેટલા ટકા નોંધાયું મતદાન જો રાજ્યવાર સાત વાગ્યા સુધીના મતદાનની વાત કરીએ તો, બિહારમાં 58.92 ટકા, જમ્મુ-કાશ્મીરમાં 9.79 ટકા, મધ્યપ્રદેશમાં 66.68 ટકા, મહારાષ્ટ્રમાં 55.88 ટકા, ઓડિસામાં 64.05, રાજસ્થાનમાં 66.72, ઉત્તર પ્રદેશમાં 56.50, વેસ્ટ બંગાળ 76.59 ટકા અને ઝારખંડમાં 63.77 ટકા મતદાન નોંધાયું છે. સૌથી વધારે વેસ્ટ બંગાળમાં 76.59 ટકા અને જમ્મુ-કાશ્મીરને બાદ કરીએ તો સૌથી ઓછુ મહારાષ્ટ્રમાં 55.88 ટકા મતદાન થયું છે.
ઉત્તર પ્રદેશની શાહજહાંપુર, ખીરી, હરદોઈ, મિસ્તિખ, ઉન્નાવ, ફરૂખાબાદ, ઈટાવા, કન્નોજ, કાનપુર, અકબરપુર, જાલોન, ઝાંસી અને હમીરપુરમાં આજે મતદાન થયું. જ્યારે બિહારમાં પાંચ લોકસભા બેઠક દરભંગા, ઉઝિયારપુર, સમસ્તીપુર, બેગુસરાય અને મુંગેરમાં પણ આજે મતદાન યોજવામાં આવ્યું હતું. અહીં બેગૂસરાય બેઠક પર દેશભરની નજર છે, આ સીટ પરથી કેન્દ્રીય મંત્રી અને બીજેપી નેતા ગીરીરાજ સિંહ મેદાનમાં છે, જ્યારે તેમને ટક્કર આપી રહેલા જેએનયૂના પૂર્વ વિદ્યાર્થી કૈન્હૈયા કુમાર, આજ સીટ પર આરજેડીના તનવીર હસન પણ ઉમેદવાર રજૂ કરી રહ્યા છે.
ચોથા તબક્કાની આ ચૂંટણીમાં પૂર્વ કેન્દ્રીય મંત્રીઓ સલમાન ખુર્શીદ, શ્રીપ્રકાશ જયસ્વાલ, યૂપીના કેબિનેટ મંત્રી સત્યદેવ પચૌરી, સપાની ડિંપલ યાદવ, બીજેપીના સાક્ષી મહારાજ અને ગીરીરાજ સિંહ, રાષ્ટ્રીય અનૂસુચિત જાતી આયોગના અધ્યક્ષ રામશંકર કઢેરિયા, જેએનયૂ પૂર્વ વિદ્યાર્થી કન્હૈયા કુમાર, એક્ટ્રેસ ઉર્મિલા માર્તોડકરની પ્રતિષ્ઠા દાવ પર છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર