ન્યૂઝ18 ગુજરાતી : લોકસભા માટે તમામ સાત તબક્કાની ચૂંટણી રવિવારે ખતમ થઈ ગઈ છે. 11 એપ્રિલથી 19મી મે સુધી ચાલેલા લોકતંત્રના ઉત્સવમાં મતદાતાઓએ પોતાના માતાધિકારનો ઉપયોગ કર્યો હતો. હવે તમામની નજરે 23મી મેના રોજ આવનારા પરિણામ પર છે. રવિવારે સાંજે લોકસભાની ચૂંટણીને લઈને આવેલા Exit Pollમાં ફરી એક વખત NDAને સ્પષ્ટ બહુમત મળતી જોવા મળી રહી છે. ચૂંટણી શરૂ થતા પહેલા તમામ મીડિયા અને એજન્સીઓએ ઓપિનિયમ પોલ દ્વારા મતદાતાઓનો મિજાજ જાણવાનો પ્રયાસ કર્યો હતો. એ વખતના મતદાતાઓના મિજાજ અને મતદાન પછીના મિજાજમાં ઘણો ફરક જોવા મળી રહ્યો છે. Exit Poll અને Opinion Poll પર નજર કરીએ તો NDAને બેઠકોમાં ઘણું મોટું અંતર જોવા મળે છે.
લોકસભાની ચૂંટણી પહેલા સી-વોટરના ઓપિનિયન પોલમાં એનડીએને 267 બેઠક મળતી જોવામાં આવી હતી, જ્યારે યૂપીએને 142 બેઠક, જ્યારે અન્યના ખાતામાં 134 બેઠક જોવા મળી હતી. જ્યારે એક્ઝિટ પોલ આવ્યા બાદ સમીકરણ બદલાઈ ગયા હતા. સી-વોટર એક્ઝિટ પોલમાં એનડીએને 287, યૂપીએને 128 જ્યારે અન્યને 127 બેઠક મળતી જોવા મળી રહી છે.
આવી જ રીતે ઇન્ડિયા ટીવી અને સીએનએક્સના ઓપિનિયમ પોલમાં એનડીએને 275 બેઠક આપવામાં આવી હતી, જ્યારે યૂપીએને 147 બેઠક મળતી બતાવવામાં આવી હતી, જ્યારે અન્યને 121 બેઠક મળી રહી હતી. જ્યારે એક્ઝિટ પોલમાં જોવામાં આવે તો એનડીએને 300, કોંગ્રેસના ગઠબંધનને 120 અને અન્યને 122 બેઠક મળી શકે છે.
CSDS-લોકનીતિના ઓપિનિયન પોલમાં એનડીએના ખાતામાં 263થી 283 બેઠક જોવા મળી હતી. જ્યારે યૂપીએને 115-135 બેઠક જ્યારે અન્યના ખાતામાં 130-160 બેઠક મળતી જોવામાં આવી હતી. CSDS-લોકનીતિએ એક્ઝિટ પોલ એબીપી સાથે મળીને કર્યો હતો, જેમાં એનડીએના ખાતામાં 277, યૂપીએના ખાતામાં 130 અને અન્યના ખાતામાં 135 બેઠક મળતી જોવામાં આવી છે.
આ જ રીતે ટાઉમ્સ નાઉ-VMRના ઓપિનિયમ પોલમાં એનડીએને 279 સીટ મળતી જોવામાં આવી હતી. આ પોલમાં યૂપીએના ખાતામાં 149 બેઠક જ્યારે અન્યના ખાતામાં 115 બેઠક બતાવવામાં આવી હતી. જ્યારે એક્ઝિટ પોલમાં એનડીએને જીતનો આંકડો ખૂબ જ વધારે બતાવવામાં આવ્યો છે. સર્વે પ્રમાણે એનડીએને 306, કોંગ્રેસને 142 જ્યારે અન્યને 94 બેઠક મળી શકે છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર