પાર્ટીથી લઈને મોદી સરકાર 2.0 સુધી, અમિત શાહ આવી રીતે બન્યા નંબર-2

News18 Gujarati
Updated: May 31, 2019, 8:28 AM IST
પાર્ટીથી લઈને મોદી સરકાર 2.0 સુધી, અમિત શાહ આવી રીતે બન્યા નંબર-2
મંત્રી તરીકે શપથ લેતા અમિત શાહ.

બીજો સંકેત ત્યારે જોવામાં આવ્યો જ્યારે બીજેપીની જીત બાદ અમિત શાહ અને પીએમ મોદી સતત સાથે જોવા મળ્યાં હતાં.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : નરેન્દ્ર મોદીએ શુક્રવારે બીજી વખત ભારતના વડાપ્રધાન પદના શપથ લીધા હતા. મોદીના કેબિનેટમાં આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પ્રથમ વખત પ્રવેશ કર્યો છે. અમિત શાહ મંત્રીમંડળમાં સામેલ થાય તે વાત નવાઈ પમાડે તેવી નથી. છેલ્લા થોડા દિવસોથી જે પ્રકારના સમીકરણો બની રહ્યા હતા તેના પરથી અમિત શાહનો કેબિનેટમાં પ્રવેશ નક્કી જ માનવામાં આવતો હતો.

અમિત શાહ 1980ના દશકાથી મોદીના સૌથી વિશ્વાસપાત્ર સાથી રહ્યા છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહ બંનેએ ગુજરાતમાંથી પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. ગુજરાતમાંથી શરૂ થયેલી સફળતા દિલ્હી સુધી પહોંચી છે. અમિત શાહના પ્લાનિંગને કારણે જ ભારતીય જનતા પાર્ટી ઝડપથી આગળ વધી છે. શાહને કેબિનેટમાં સ્થાન મળશે તેવી અટકળો પહેલાથી જ લગાવવામાં આવતી હતી. તાજેતરમાં બનેલી અમુક ઘટનાઓએ એ સાબિત કરી દીધું હતું કે અમિત શાહ હવે બીજા કોઈ રોલમાં પણ જોવા મળશે.

અમિત શાહે જ્યારથી લોકસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી ત્યારથી જ સરકારમાં તેમની ભૂમિકા હશે તેવો અંદાજ લગાવવામાં આવ્યો હતો. પોતાની રાજ્યસભાની બેઠક છોડીને લોકસભામાંથી પ્રતિનિધિત્વ કરવાના નિર્ણય પરથી જ અંદાજ લગાવી શકાતો હતો કે તેઓ સક્રિય અને વહીવટી તંત્રમાં આવી રહ્યા છે. તેમણે પોતાના દમ પર ગુજરાતની ગાંધીનગર બેઠક પર રેકોર્ડબ્રેક જીત મેળવી હતી.

જીત બાદ પીએમ મોદી અને અમિત શાહ કાશીમાં બાબા વિશ્વ નાથના દર્શને ગયા હતા.


બીજો સંકેત ત્યારે જોવામાં આવ્યો જ્યારે બીજેપીની જીત બાદ અમિત શાહ અને પીએમ મોદી સતત સાથે જોવા મળ્યાં હતાં. 23મી મેના રોજ ચૂંટણી પરિણામ જાહેર થયા બાદ મોદી-શાહની જોડી કાર્યકરોનું અભિવાદન કરવા અને તેમને સંબોધીત કરવા એક સાથે બીજેપીના મુખ્ય કાર્યાલય ખાતે પહોંચ્યા હતાં. બંને નેતાઓએ પોત પોતાના લોકસભા ક્ષેત્ર વારાણસી અને ગાંધીનગરની પણ સાથે જ મુલાકાત લીધી હતી. એટલું જ નહીં કેન્દ્રીય મંત્રીમંડળ તૈયાર કરવામાં પણ બંનેની ખાસ ભૂમિકા રહી છે.

ત્રીજો સંકેત હકીકતમાં ઇતિહાસની એક શીખ છે. જ્યારે 2002માં અમિત શાહે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી માટે રસ્તો તૈયાર કર્યો હતો ત્યારે તેમને 10 ખાતાઓની જવાબદારી આપીને ઇનામ આપવામાં આવ્યું હતું. આ વિભાગમાં ગૃહ, કાયદો અને ન્યાય, જેલ, સીમા સુરક્ષા વગેરે સામેલ હતા. હવે ચૂંટણીમાં બીજેપીની મોટી જીત બાદ એ સ્પષ્ટ થઈ ગયું છે કે તેમના માટે કેબિનેટમાં સ્થાન પાક્કું થઈ ગયું છે.
મોઢું મીઠું કરાવી પીએમ મોદીને જીતના અભિનંદન પાઠવતા અમિત શાહ


આ ઉપરાંત મોદી અને અમિત શાહ એકબીજા પર ખૂબ વિશ્વાસ ધરાવે છે. 2014માં બીજેપીની જીત બાદ ભાજપાની રાષ્ટ્રીય કાર્યકારિણીમાં મોદીએ કહ્યું હતું, "અમિત સાહ મેન ઓફ ધ મેચ છે. જો અમિત શાહને ઉત્તર પ્રદેશની જવાબદારી સોંપવામાં ન આવતી તો દેશને તેમના કૌશલ્યની જાણ ન થતી. હું શાહને ઘણા લાંબા સમયથી વ્યક્તિગત રીતે જાણું છું. તેઓ પોતાની નવી જવાબદારીમાં પોતાની ક્ષમતાનું પ્રદર્શન કરશે અને મને તેમાં કોઈ શંકા નથી."
First published: May 31, 2019, 8:28 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading