મતદાતાઓએ તોડ્યો રેકોર્ડ, આ વખતે 67%થી વધારે મતદાન થયું

News18 Gujarati
Updated: May 21, 2019, 8:52 AM IST
મતદાતાઓએ તોડ્યો રેકોર્ડ, આ વખતે 67%થી વધારે મતદાન થયું
પ્રતિકાત્મક તસવીર

લોકસભા ચૂંટણી 2014માં કુલ 66.40% મતદાન થયું હતું, આ વખતે આશરે 91 કરોડ મતદાતાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : લોકસભા ચૂંટણી 2019માં મતદાતાઓએ ભારતીય સંસદીય ચૂંટણીના ઇતિહાસમાં મતદાનને લઈને નોંધાયેલા તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. અંદાજ પ્રમાણે આ વખતે 67.11 ટકા મતદાતાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. સાત તબક્કામાં આશરે 91 કરોડ મતદાતાઓ પોલિંગ બૂથ સુધી પહોંચ્યા હતા અને મતદાન કર્યું હતું. સામાન્ય ચૂંટણી 2014માં 66.40 ટકા મતદાન થયું હતું. ચૂંટણી પંચ અંતિમ આંકડા જાહેર કરી ત્યારે તેમાં થોડા ફેરફાર થઈ શકે છે.

સોમવારે સવારે પ્રાપ્ત થયેલા આંકડા પ્રમાણે 67.11 ટકા મતદાન થયું છે. નોંધનીય છે કે આ વખતે લોકસભાની 543ના બદલે 542 બેઠક પર મતદાન થયું છે. ચૂંટણી પંચે આ વખતે બેલ્લૂર બેઠક પરનું મતદાન રદ કરી નાખ્યું છે. ચૂંટણી પંચે હજી સુધી આ બેઠક પર ચૂંટણીની તારીખની જાહેરાત નથી કરી. 2014 લોકસભા ચૂંટણીમાં કુલ 83.40 કરોડ મતદાતાઓએ સાંસદોને પસંદ કરવાની પોતાની ફરજ નિભાવી હતી. જ્યારે આ વખતે સાત તબક્કામાં કુલ મતદાતાઓની સંખ્યા 90.99 કરોડ છે.

ધોરણ-10નું પરિણામ અહીં જાણો :દરેક તબક્કામાં ઘટતું ગયું મતદાન

સામાન્ય ચૂંટણી 2009માં કુલ 56.90 ટકા મતદાતાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જોકે, ચૂંટણી પંચની વોટર ટર્નઆઉટ એપ્લિકેશનના જણાવ્યા પ્રમાણે આ વખતે કુલ મતદાન વધારે રહેવા છતાં દરેક તબક્કામાં પોલિંગ બૂથ પર પહોંચતા લોકોની ટકાવારી ઘટતી ગઈ હતી. આયોગના ડેટાના જણાવ્યા પ્રમાણે પ્રથમ તબક્કામાં 69.61 ટકા મતદાન થયું હતું. બીજા તબક્કામાં તે ઘટીને 69.44 થયું હતું, ત્રીજા તબક્કામાં 68.40 ટકા થયું હતું. ચોથા તબક્કામાં આ ટકાવારીમાં વધુ ઘટાડો નોંધાયો હતો. ચોથા તબક્કામાં આશરે 65.50 ટકા મતદાન થયું હતું.ચૂંટણી પંચની એપમાં સોમવારે સાંજે મળેલા આંકડા પ્રમાણે પાંચમાં તબક્કામાં 64.16 ટકા મતદાન થયું હતું. પરંતુ છઠ્ઠા તબક્કામાં તેમાં થોડો સુધારો થયો હતો અને 64.40 ટકા મતદાતાઓએ મતદાન કર્યું હતું. સાતમાં અને અંતિમ તબક્કામાં 65.15 ટકા મતદાન થયું હતું. આંકડાને સંસદીય ક્ષેત્રના હિસાબે જોવામાં આવે તો આ વખતે છ તબક્કામાં લોકસભા ચૂંટણી 2014ની સરખામણીમાં 1.21 ટકા મતદાન થયું હતું. આ વખતે છ તબક્કામાં કુલ 67.34 ટકા મતદાન થયું હતું.

ચંદીગઢ અને પંજાબમાં ઘટ્યું મતદાન :

આ વખતે મધ્ય પ્રદેશમાં 2014ની સરખામણીમાં 5.92 ટકા ઓછું મતદાન થયું હતું. જ્યારે હિમાચલ પ્રદેશમાં 5.1 ટકાથી વધારે લોકોએ મતદાન કર્યું હતું. જ્યારે ચંદીગઢમાં મતદાનમાં મોટો ઘટાડો નોંધાયો હતો. આ કેન્દ્ર શાસિત પ્રદેશમાં ગત ચૂંટણીની સરખામણીમાં 10.27 ટકા ઓછું મતદાન નોંધાયું હતું. એટલું જ નહીં, પંજાબમાં પણ 2014ની સરખામણીમાં 5.46 ટકા ઓછું મતદાન નોંધાયું હતું. પરંતુ મોટાભાગના રાજ્યમાં સામાન્ય ચૂંટણી 2014ની સરખામણીમાં આશરે 2.5 ટકા વધારે મતદાન થયું હતું.

16.49 લાખ લોકોએ પોસ્ટ બેલેટનો ઉપયોગ કર્યો

17 મે, 2019 સુધી 16.49 લાખ લોકોએ પોસ્ટલ બેલેટનો ઉપયોગ કરીને પોતાના પસંદગીના ઉમેદવારને મત આપ્યો હતો. પોસ્ટલ બેલેટ માટે દેશભરમાં કુલ 18 લાખ લોકોએ નોંધણી કરાવી હતી. પોસ્ટલ બેલેટનો ઇલેક્ટ્રોનિકલી મોકલવામાં આવે છે. નોંધણી કરાવનાર મતદાતાએ તેને ડાઉનલોડ કરીને ભરવું પડે છે. જે બાદમાં સ્પીડ પોસ્ટથી પોતાના ક્ષેત્રના અધિકારીને મોકલવાનું હોય છે. આ વર્ષે મહિલાઓની ભાગીદારી પુરુષોની સરખામણીમાં 0.4 ટકા ઓછી છે.
First published: May 21, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading