પૂર્વ UPમાં હાર્દિક, પશ્ચિમમાં ચંદ્રશેખર સાબિત થઈ શકે છે કોંગ્રેસના ટ્રમ્પ કાર્ડ
પ્રિયંકા ગાંધીની એન્ટ્રી બાદ કોંગ્રેસ દલિત, મુસ્લિમ અને બ્રાહ્મણ વોટ બેન્કમાં ગાબડું પાડવાની તૈયારીમાં છે, કુર્મી, કુશવાહા અને યાદવ મતદારોને આકર્ષવાની આ છે રણનીતિ!
પ્રિયંકા ગાંધીની એન્ટ્રી બાદ કોંગ્રેસ દલિત, મુસ્લિમ અને બ્રાહ્મણ વોટ બેન્કમાં ગાબડું પાડવાની તૈયારીમાં છે, કુર્મી, કુશવાહા અને યાદવ મતદારોને આકર્ષવાની આ છે રણનીતિ!
સક્રિય રાજકારણમાં એન્ટ્રી બાદ પ્રિયંકા ગાંધી ફ્રન્ટફુટ પર રમી રહ્યા છે. પોતાની રણનીતિથી તેઓએ માત્ર ભાજપ જ નહીં બીએસપીના પણ શ્વાસ પણ અદ્ધર કરી દીધા છે. પ્રિયંકાએ પૂર્વ ઉત્તર પ્રદેશમાં કુર્મીઓને સાધવા માટે હાર્દિક પટેલને પોતાની પાર્ટીમાં સામેલ કરાવી લીધો છે તો પશ્ચિમ માટે ભીમ આર્મીના પ્રમુખ ચંદ્રશેખર પર આશા માંડીને બેઠા છે. રાજકીય એક્સર્પટસનું કહેવું છે કે બંને નેતા કોંગ્રેસ માટે ટ્રમ્પ કાર્ડ સાબિત થઈ શકે છે.
લખનઉના સિનિયર પત્રકાર રાજકુમાર સિંહનું કહેવું છે કે, બિલકુલ અસર થશે. ચંદ્રશેખર દલિત યુવાઓની વચ્ચે ઘણા લોકપ્રિય છે અને તેની અસર પણ છે. હજુ સુધી જોવામાં આવ્યું છે કે કોંગ્રેસની પાસે પીએલ પુનિયા સિવાય કોઈ તાકાતવાન દલિત ચહેરો પ્રદેશમાં નહોતો. ભલે ચંદ્રશેખર કોંગ્રેસની સાથે ન આવે પરંતુ જે કંઈ થયું છે તેનાથી પણ તેમનું સમર્થન પાર્ટીને મળશે અને ફાયદો પણ.
સિંહ કહે છે કે, બીજી તરફ હાર્દિકની વાત કરવામાં આવે તો હાલના સમયમાં તે ઘણા ચર્ચામાં રહે છે. ઓબીસી યુવાઓ માટે કોઈ આયકોનથી ઓછા નથી. અગાઉની ચૂંટણીમાં ભાજપને સાથ આપનારી પછતા જાતિઓ હવે ભાજપથી નારાજ છે અને તેઓએ હાર્દિકના નામ પર એકજૂથ થવાની તક મળશે.
તેમનું કહેવું છે કે, પ્રિયંકા પોતે કોંગ્રેસ માટે એક રીત તાજગી લઈને આવ્યા છે. જો બિન યાદવ, પછાત અને ચંદ્રશેખર દ્વારા દલિતોનું સમર્થન મળે છે તો તેમને મુસલમાન અને બ્રાહ્મણ મતોને પોતાની તરફ ખેંચવામાં સરળતા રહેશે.
હાર્દિક પટેલનો ઉપયોગ કોંગ્રેસ પાર્ટી કુર્મી સીટો પર કરશે. ઉત્તર પ્રદેશમાં કુર્મી જાતિના મતદારો મિર્જાપુર, સોનભદ્ર, બરેલી, ઉન્નાવ, જાલૌન, ફતેહપુર, પ્રતાપગઢ, કૌશાંબી, અલાહાબાદ, સીતાપુર, બહરાઇચ, શ્રાવસ્તી, બલરામપુર, સિદ્ધાર્થનગર, બસ્તી, સંત કબીર નગર અને સેન્ટ્રલ ઉત્તર પ્રદેશમાં કાનપુર, અકબરપુર, એટા, બરેલી અને લખીમપુર જિલ્લામાં સૌથી વધુ છે. ગુજરાતના પાટીદાર નેતા હાર્દિક પટેલે થોડા દિવસો પહેલા પૂર્વાંચલમાં કેટલીક રેલીઓ કરી છે.
બીજી તરફ, 13 માર્ચે પ્રિયંકા ગાંધી ભીમ આર્મી ચીફ ચંદ્રશેખરને મળવા મેરઠની હોસ્પિટલ પહોંચ્યા હતા. ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર પશ્ચિમ યૂપીના દલિતાોમાં મોટા લીડર બનીને ઉભરી રહ્યા છે. તેઓ દલિત આંદોલનનો મોટો ચહેરો બનની ઉભર્યા છે. તેમની સાથે મુસ્લિમ પણ જોડાયા છે. માયાવતીનું માનવું છે કે ચંદ્રશેખરનો ઉદય તેમની રાજકીય જમીનને નબળી કરી શકે છે. એવામાં માયાવતીએ ક્યારેય તેમને સ્વીકાર્યા નથી. એવામાં હવે ચંદ્રશેખર અને પ્રિયંકાની મુલાકાતે રાજકીય અર્થ કાઢવામાં આવી રહ્યા છે.
જોકે, પત્રકારો સાથે વાતચીતમાં પ્રિયંકા ગાંધીએ કહ્યું કે આ મુલાકાતને રાજકીય રીતે ન જોવું જોઈએ. ચંદ્રશેખરને કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડવાના સવાલને પણ તેઓએ પાયાથી ફગાવી દીધો. પરંતુ રાજકીય એક્સપર્ટ તેનાથી ઇન્કાર નથી કરતા કે ચંદ્રશેખરના બહાને કોંગ્રેસ પશ્ચિમ યૂપીમાં દલિત મતદારોને સાધવાનો પ્રયાસ કરી રહ્યું છે. પશ્ચિમ યૂપીથી જ માયાવતી આવે છે. આ જ બેલ્ટના જાટવ મતદારો પર તેમની સારી પકડ છે.
પોતાના જૂના કરો મતદારોમાં ફરીથી ઘર કરવાનો પ્રયાસ
દલિત, મુસ્લિમ અને બ્રાહ્મણ આ ત્રણ કોર મતદારો એક સમયે કોંગ્રેસના હતા. પરંતુ બસપાની સ્થાપના બાદ આ વોટ તેમની તરફ આવી ગયા. યૂપીના મોટાભાગના દલિત બસપાની તરફ આવી ગયા. મુસ્લિમ સપા-બસપા બંનેમાં ગયા. જ્યારે 2007માં સોશિયલ એન્જિનિયરિંગ હેઠળ બસપાએ બ્રાહ્મણોને પણ પોતાની તરફ જોડવાનું શરૂ કર્યું. હવે પ્રિયંકા ગાંધીની એન્ટ્રી બાદ કોંગ્રેસ ફરી પોતાના જૂન કોર મતદારોની સાથોસાથ ઓબીસીને પણ પોતાની સાથે કરવાની મુહિમમાં લાગી ગયું છે.
યાદવ, કુશવાહા, મૌર્ય મતોમાં ગાબડું પાડવાનો દાવ
જો મૌર્ય, કુશવાહા મત 2014માં સપા-બસપાથી છટકીને ભાજપ તરફ ગયા હતા તેને પોતાની તરફ કરવા માટે પ્રિયંકા ગાંધીએ દાવ રમ્યો છે. આ વોટ બેન્કને આકર્ષવા માટે તેઓએ મહાન દળ સાથે સમજૂતી કરી છે, જેના અધ્યક્ષ કેશવ દેવ મૌર્ય છે, જેમની પૂર્વાંચલના કુશવાહા અને મૌર્ય મતદારોમાં સારી પકડ છે. સૂત્રો મુજબ, ઓબીસીની બીજી મોટી વોટ બેન્ક યાદવને પોતાની તરફ કરવાની મુહિમ ચાલુ છે. બે-ત્રણ દિવસમાં એક મોટા યાદવ નેતા કોંગ્રેસની સાથે સમજૂતી કરવાના છે. યૂપીમાં કુર્મી ત્રણ, કુશવાહા અને યાદવ આંઠ-આંઠ ટકા કહેવાય છે.
'દલિતો પાસે માયાવતીથી સિવાય કોઈ આશરો નથી'
માયાવતી પર બહનજી: ધ રાઇઝ એન્ડ ફોલ ઓફ માયાવતી નામનું પુસ્તક લખનારા સિનિયર પત્રકાર અજય બોસ કહે છે કે, ચંદ્રશેખર અને જિજ્ઞેશ મેવાણી જેવા દલિત નેતાઓનો ઉદય થઈ રહ્યો છે જે માયાવતીની રાજકીય જમીન ખાઈ શકે છે. જોકે, તે ઇલેક્ટોરલ પોલિટિક્સમાં કેટલો સફળ થશે તે કહી ન શકાય. બિન જાટવ દલિતોમાં માયાવતીની વિરુદ્ધ નારાજગી છે. તેમ છતાંય યૂપીમાં દલિતોની પાસે માયાવતી સિવાય કોઈ આશરો નથી. દલિતોમાં કોઈ એટલું મોટું નામ નથી.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર