આજે મોદી સરકારની પ્રથમ કેબિનેટ બેઠક, થઈ શકે છે મંત્રી પદની ફાળવણી

મોદી સરકાર 2.0માં કુલ 57 મંત્રીઓએ શપથ લીધા છે. જેમાં 24 કેબિનેટ મંત્રી, 25 રાજ્ય કક્ષાના મંત્રી અને 9 રાજ્ય કક્ષાના મંત્રી (સ્વતંત્ર હવાલો) સામેલ છે.

News18 Gujarati
Updated: May 31, 2019, 7:57 AM IST
આજે મોદી સરકારની પ્રથમ કેબિનેટ બેઠક, થઈ શકે છે મંત્રી પદની ફાળવણી
મોદી સરકારનું મંત્રીમંડળ
News18 Gujarati
Updated: May 31, 2019, 7:57 AM IST
નવી દિલ્હી : ગુરુવારે નરેન્દ્ર મોદીએ બીજી વખત વડાપ્રધાન પદના શપથ લીધા હતા. પીએમ મોદીની સાથે તેમની સરકારના 57 મંત્રીઓએ પણ શપથ લીધા છે. રાષ્ટ્રપતિ રામનાધ કોવિંદે વડાપ્રધાન તેમજ તેમના મંત્રીઓને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. શપથગ્રહણ બાદ મોદી સરકારની પ્રથમ કેબિનેટ બેઠક આજે એટલે કે શુક્રવારે મળી રહી છે. આ બેઠક સાઉથ બ્લોકમાં થઈ શકે છે. (આ પણ વાંચો : આ નવા મંત્રી વિશે જાણવા જેવું, PM મોદી સાથે સરખાવે છે લોકો!)

એવું કહેવામાં આવી રહ્યું છે કે વડાપ્રધાન મોદી બીજા કાર્યકાળની પ્રથમ કેબિનેટ બેઠકમાં મંત્રીઓને પદની ફાળવળી કરી શકે છે. મોદી સરકાર 2.0માં કુલ 57 મંત્રીઓએ શપથ લીધા છે. જેમાં 24 કેબિનેટ મંત્રી, 25 રાજ્ય કક્ષાના મંત્રી અને 9 રાજ્ય કક્ષાના મંત્રી (સ્વતંત્ર હવાલો) સામેલ છે. 20 ચહેરા એવા છે જેમને પ્રથમ વખત મંત્રી બનાવવામાં આવ્યા છે.

મોદીને બીજી વખત પીએમ બનવાના અભિનંદન પાઠવતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ


કેન્દ્રીય મંત્રી તરીકે શપથ લેનાર વરિષ્ઠ નેતાઓમાં બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, રાજનાથસિંઘ, નીતિન ગડકરી, ડીવી સદાનંદ ગૌડા, નિર્મલા સિતારમણ અને રામવિલાસ પાસવાના સામેલ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાજનાથસિંઘ, અમિત શાહ, નીતિન ગડકરી અને પાસવાને હિન્દીમાં શપથ લીધા હતા. જ્યારે ગૌડા, નિર્મલા સિતારમણે અંગ્રેજીમાં શપથ લીધા હતા. ગત વખતની મોદી સરકારમાં ટોચના મંત્રીઓમાં સુષમા સ્વરાજ, અરુણ જેટલી, રાજ્યવર્ધનસિંહ રાઠોર, મેનકા ગાંધી સામેલ હતા, આ લોકોનો નવા મંત્રી મંડળમાં સમાવેશ કરાયો નથી.

આ પણ વાંચો : આ રહ્યું મોદી સરકારના નવા કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રીઓનું સંપૂર્ણ લિસ્ટ!
First published: May 31, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...