Home /News /national-international /

રાહુલ ગાંધી કેરળની વાયનાડ અને અમેઠી બેઠક પરથી લોકસભા ચૂંટણી લડશે

રાહુલ ગાંધી કેરળની વાયનાડ અને અમેઠી બેઠક પરથી લોકસભા ચૂંટણી લડશે

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી (ફાઇલ ફોટો)

કોંગ્રેસે કહ્યું કે દક્ષિણ ભારતના પાર્ટી કાર્યકર્તા રાહુલ ગાંધીને સતત વાયનાડ સીટ પરથી ચૂંટણી લડવાની માંગ કરી રહ્યા હતા

  કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશની અમેઠી સીટ ઉપરાંત કેરળની વાયનાડ સીટ પરથી પણ ચૂંટણી લડશે. કોંગ્રેસે કહ્યું કે દક્ષિણ ભારતના પાર્ટી કાર્યકર્તા રાહુલ ગાંધીને સતત વાયનાડ સીટ પરથી ચૂંટણી લડવાની માંગ કરી રહ્યા હતા. રાહુલ ગાંધીએ કાયકર્તાઓની માંગને સ્વીકારી લીધી છે. હવે તેઓ અમેઠી ઉપરાંત કેરળની વાયનાડ સીટ પરથી પણ ચૂંટણી લડશે. વાયનાડ સીટ, ત્રણ રાજ્યો તમિલનાડુ, કેરળ અને કર્ણાટકથી ઘેરાયેલી છે.

  કોંગ્રેસના સિનિયર નેતાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, અંતે રાહુલ ગાંધીએ કાર્યકર્તાઓની ભાવનાઓને ધ્યાનમાં લઈને પોતાની સ્વીકૃતિ આપી દીધી છે અને તેઓ વાયનાડ લોકસભા સીટથી પણ ચૂંટણી લડશે. એન્ટનીએ કહ્યું કે કર્ણાટક, તમિલનાડુ અને કેરળમાંથી અનેક વિનંતીઓ આવી હતી કે રાહુલ ત્યાંથી ચૂંટણી લડે. અહીંથી ચૂંટણી લડવાનું વધુ એક કારણ એ હતું કે ત્રણ દક્ષિણી રાજ્યોનું ત્રિકોણ છે. આ તે કેરળમાં આવેલું છે, પરંતુ તમિલનાડુ અને કર્ણાટકથી ઘેરાયેલું છે. એક પ્રકારે તે ત્રણ રાજ્યોની માંગને પૂરી કરશે.

  આ પણ વાંચો, બંગાળમાં મજબૂત થઈ રહી છે બીજેપીની પકડ, તો રણનીતિ બદલવા મજબૂર થયા મમતા!

  કોંગ્રેસ પ્રવક્તા રણીદીપ સુરજેવાલાએ કહ્યું કે રાહુલ ગાંધી માટે અમેઠી કોઈ લોકસભા સીટને બદલે પરિવાર રહ્યો છે અને તેઓએ હંમેશા કહ્યું છે કે તેઓ અમેઠીથી ક્યારેય દૂર નહીં જાય. પરંતુ, ઉત્તર અને દક્ષિણ ભારતની સંસ્કૃતિઓના સંગમ તરીકે પાર્ટી અને રાહુલે કેરળની વાયનાડ સીટથી પણ ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે.

  ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશની અમેઠી લોકસભા સીટથી પણ ચૂંટણી લડી રહ્યા છે જ્યાં તેમનો મુકાબલો કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની સાથે થશે. સુરજેવાલાએ જણાવ્યું કે, અમેઠીથી બીજેપી ઉમેદવાર સ્મૃતિ ઈરાની પર નિશાન સાધતા કહ્યું કે, આ વખતે તેઓ હારની હેટ્રિક કરશે. પહેલા નવી દિલ્હીથી હાર્યા, બીજી વાર અમેઠીથી અને ત્રીજી વાર પણ અમેઠીથી ચૂંટણી હારશે સ્મૃતિ ઈરાની.

  આ પણ વાંચો, ન્યૂઝ18ના 'એજન્ડા ઈન્ડિયા' કોનક્લેવમાં સામેલ થશે રાજકારણના આ દિગ્ગજ
  Published by:Mrunal Bhojak
  First published:

  Tags: Congress president, Election 2019, Lok sabha election 2019, Wayanad, અમેઠી`, કોંગ્રેસ, રાહુલ ગાંધી

  આગામી સમાચાર