બિહારમાં મહાગઠબંધનની બેઠકોની વહેંચણીને લઈ તેજસ્વી યાદવે પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતાં કહ્યું કે, ઘણા દિવસોથી સૌ રાહ જોઈ રહ્યા હતા કે મહાગઠબંધનના ઉમેદવાર કોણ હશે. મહાગઠબંધન અતૂટ છે. આ મહાગઠબંધન જનતાના દિલોનું ગઠબંધન છે. બે ચરણના ઉમેદવારોની જાહેરાત અમે પહેલા જ કરી દીધી છે. ગઠબંધનમાં તિરાડ પડી હોવાના સમાચાર ફેલાવવામાં આવી રહ્યા છે.
Tejashwi Yadav, RJD on Bihar mahagathbandhan seat-sharing: Sharad Yadav to contest from Madhepura, Sarfraz Alam from Araria and Misa Bharti from Pataliputra. https://t.co/yZmZYV9GQq
મહાગઠબંધનનની બેઠક પહેલા જ કોંગ્રેસે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. બિહારના સુપૌલથી રંજીત રંજન, સમસ્તીપુરથી અશોક કુમાર, મંગેરથી નીલમ દેવી, સાસારામથી મીરા કુમારને ટિકિટ આપવામાં આવી છે. કોંગ્રેસે ઉત્તર પ્રદેશના મહારાજગંજથી તનુશ્રી ત્રિપાઠીનું નામ હટાવી હવે સુપ્રિયો શ્રીનાતેને ટિકિટ આપી છે.