લોકસભા ચૂંટણી 2019 : બીજા તબક્કાની આ 10 બેઠક પર સૌથી મોટી ફાઇટ

News18 Gujarati
Updated: April 18, 2019, 9:05 AM IST
લોકસભા ચૂંટણી 2019 : બીજા તબક્કાની આ 10 બેઠક પર સૌથી મોટી ફાઇટ
રાજ બબ્બર, હેમા માલિની, કનિમોઝી

1600 ઉમેદવારોના ભાવી ઇવીએમમાં કેદ થઈ જશે. 11 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ પુડ્ડુચેરીની 95 બેઠક માટે આજે મતદાન યોજાઈ રહ્યું છે.

  • Share this:
નવી દિલ્હી : ગુરુવારે શરૂ થયેલા બીજા તબક્કાના મતદાનમાં પૂર્વ વડાપ્રધાન, ચાર કેન્દ્રીય મંત્રી, અનેક હાઇ પ્રોફાઇલ નેતાઓ અને પ્રથમ વખત ચૂંટણીમાં ઝંપલાવનારા સહિત 1600 ઉમેદવારોના ભાવી ઇવીએમમાં કેદ થઈ જશે. 11 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ પુડ્ડુચેરીની 95 બેઠક માટે આજે મતદાન યોજાઈ રહ્યું છે. બીજી તબક્કાની આ દસ બેઠક પર સૌથી મોટી ફાઇટ છે.

રાજ બબ્બર વિરુદ્ધ રાજકુમાર ચહર વિરુદ્ધ શ્રીભગવાન શર્મા

ઉત્તર પ્રદેશના ફતેપુર સિકરી બેઠક પર ત્રણ ઉમેદવાર વચ્ચે ફાઇટ છે. જેમાં કોંગ્રેસ તરફથી અભિનેતા રાજ બબ્બર, બીજેપી તરફથી રાજકુમાર ચહર અને બીએસપી તરફથી શ્રીભગવાન શર્મા ચૂંટણી મેદાનમાં છે. ફતેપુર સિકરી બેઠક પર 17 લાખ જેટલા વોટર્સ છે. 2014માં આ બેઠક પર બીજેપીના ઉમેદવાર બાબુલાલ ચૌધરી વિજેતા થયા હતા. બીજેપીએ આ વખતે તેમને ટિકિટ આપી નથી. 2014માં બાબુલાલને 4.26 લાખ મત મળ્યા હતા. જ્યારે આ બેઠક પર બીએસપીના સીમા ઉપાધ્યાય બીજા નંબર પર રહ્યા હતા, તેમને 2.53 લાખ મત મળ્યાં હતાં. જ્યારે સમાજવાદી પાર્ટીના રાની પકશિલા સિંઘને 2.13 લાખ મત મળ્યાં હતાં. કોંગ્રેસના ઉમેદવાર રાજ બબ્બર 2014માં ગાઝિયાબાદ બેઠક પરથી ભાજપના ઉમેદવાર વી.કે. સિંઘ સામે ચૂંટણી લડ્યા હતા. આ ચૂંટણીમાં તેમની હાર થઈ હતી.

હેમા માલિની વિરુદ્ધ કુંવર નરેન્દ્રસિંઘ વિરુદ્ધ મહેશ પાઠક

2014માં ઉત્તર પ્રદેશની મથુરાની બેઠક પર વિજેતા રહેલા હેમા માલિની આ વખતે પણ મથુરાની બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. આરએલડી (રાષ્ટ્રીય લોક દળ) તરફથી અહીં કુંવર નરેન્દ્ર સિંઘને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. જ્યારે કોંગ્રેસ તરફથી અહીં મહેશ પાઠકને ટિકિટ આપવામાં આવી છે. 2014માં હેમા માલિનીએ આરએલડીના સાંસદ જયંત ચૌધરીને હાર આપી હતી. હેમાએ 3,30,743ના માર્જિનથી આ ચૂંટણી જીતી હતી. ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને રાષ્ટ્રીય લોક દળના મહાગઠબંધનું કહેવું છે કે આ વખતે ઉત્તર પ્રદેશના મથુરામાં 'આયાતી' ઉમેદવાર વિરુદ્ધ 'બ્રિજવાસી'નો મુકાબલો છે. ઉલ્લેખનીય છે કે હેમા માલિની મુંબઈમાં રહે છે.

કનિમોઝી વિરુદ્ધ તમિલિસાઈ સૌંદરરાજનતામિલ નાડુની થૂથુકુડી બેઠક પર બીજેપી પ્રમુખ તમિલિસાઈ સૌંદરરાજન અને ડીએમકીના રાજ્ય સભાના સાંસદ અને પાર્ટીના વડા એમ.કે. સ્ટાલીનના બહેન કનિમોઝી વચ્ચે મુકાબલો છે. કમિમોઝીનું કહેવું છે કે આ બેઠક પસંદ કરવાનું કારણ એવું છે કે મેં અહીં ખૂબ કામ કર્યું છે. હું અહીંની પરિસ્થિતિથી વાકેફ છું.

રાધાક્રિષ્ણન વિરુદ્ધ એચ વસંતકુમાર

તામિલનાડુની કન્યાકુમારી બેઠક પર ત્રણ વખત કેન્દ્રીય મંત્રી રહી ચુકેલા રાધાક્રિષ્ણન અને કોંગ્રેસના એચ. વસંતકુમાર વચ્ચે સીધી લડાઈ થશે. 2014માં તામિલનાડુમાંથી ભાજપે કન્યાકુમારી એકમાત્ર બેઠક જીતી હતી. 2014ની ચૂંટણીમાં રાધાક્રિષ્ણનને 3.72 લાખ મત મળ્યા હતા, જ્યારે તેમની સામે ઉભા રહેલા એચ. વસંતકુમારને 2.44 લાખ મત મળ્યાં હતાં.

કાર્તિ ચિદમ્બરમ વિરુદ્ધ એચ રાજા

પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરના પુત્ર કાર્તિ ચિદમ્બરમ તામિલનાડુની શિવાગંગા લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. તેમનો મુકાબલો ભાજપના રાષ્ટ્રીય સેક્રેટરી એચ. રાજા સાથે થશે. શિવાગંગા બેઠકનું પ્રભુત્વ અગાઉ કાર્તિ ચિદમ્બરમના પિતા કરતા હતા. તેઓ અહીંથી સાત વખત સાંસદ રહી ચુક્યા છે. જોકે, 2014ની ચૂંટણીમાં આ બેઠક પર AIADMKના ઉમેદવારની જીત થઈ હતી.

સદાનંદ ગૌડા વિરુદ્ધ ક્રિષ્ના બાયરે ગૌડા

બેંગલુરુ ઉત્તર બેઠક પર કોંગ્રેસની ટિકિટ પર રાજ્ય મંત્રી ક્રિષ્ના બાયરે ગૌડા ચૂંટણી લડી રહ્યા છે. તેમનો મુલાબલો ભાજપના કેન્દ્રીય મંત્રી સદાનંદ ગૌડા સાથે છે.

બીકે હરિપ્રસાદ વિરુદ્ધ તેજસ્વી સૂર્યા

બેંગલુરુ દક્ષિણ બેઠક પરથી કોંગ્રેસે બીકે હરિપ્રસાદને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. 65 વર્ષના બીકે હરિપ્રસાદ કર્ણાટકથી રાજ્યસભાના સાંસદ છે. આ બેઠક પર બીજેપીએ તેમની વિરુદ્ધ 28 વર્ષના તેજસ્વી સૂર્યાને ટિકિટ આપી છે. 1991થી સતત સાતવાર આ બેઠક પર બીજેપીની જીત થતી આવી છે. જેમાં છ વખત બીજેપીના અનંત કુમાર વિજેતા થયા છે.

જીએસ બસવારાજ વિરુદ્ધ એચડી દેવગૌડા

કર્ણાટકની તુમકુરુ બેઠક પર બીજેપીના જીએસ બસવારાજ અને જેડીએસના એચડી દેવગૌડા વિરુદ્ધ ફાઇટ છે. આ બેઠક પર મુખ્ય મુદ્દો પાણીનો છે. 2014માં બીજેપીના બાસવરાજ કોંગ્રેસના એમ ગૌડા સામે ચૂંટણી હારી ગયા હતા.

સુશીલ કુમાર શિંદે વિરુદ્ધ પ્રકાશ આંબેડકર વિરુદ્ધ જૈસીદ્દેશ્વર સ્વામી

મહારાષ્ટ્રની સોલાપુર લોકસભા બેઠક પરથી પૂર્વ કેન્દ્રીય મંત્રી સુશીલ કુમાર શિંદે કોંગ્રેસના ઉમેદવાર છે. બીજેપી તરફથી અહીં લિંગાયત વડા જૈસીદ્દેશ્વર સ્વામીને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. વંચીત બહુજન અધાડી તરફથી અહીં પ્રકાશ આંબેડ્કટરને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

ડી રાજ વિરુદ્ધ એમ થિયાગરાજન

તામિલનાડુની નીલગિરી બેઠક પર ડીએમકેના એ.રાજા અને AIADMKના એમ થિયાગરાજન વચ્ચે મોટા ફાઇટ છે. નીલગિરી પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રીજી ગોટાળાના આરોપી રહેલા એ રાજાની મજબૂત બેઠક માનવામાં આવે છે. વર્ષ 2009માં એ રાજા અહીંથી ચૂંટાયા હતા. વર્ષ 2014માં એઆઈએજીએમકેના સી ગોપાલકૃષ્ણને આ બેઠક પર રાજાને હાર આપી હતી.
First published: April 18, 2019, 9:05 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading