લોકસભા ચૂંટણીમાં NDAને મળશે સૌથી વધારે બેઠક પણ સત્તાથી રહેશે દૂર : સર્વે

News18 Gujarati
Updated: January 31, 2019, 11:19 AM IST
લોકસભા ચૂંટણીમાં NDAને મળશે સૌથી વધારે બેઠક પણ સત્તાથી રહેશે દૂર : સર્વે
નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી (ફાઇલ ફોટો)

ઓપિનિયમ પોલમાં અનુમાન લગાવવામાં આવ્યું છે કે એનડીએને 252 બેઠક મળશે, જ્યારે યુપીએને 147 બેઠક મળશે.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : લોકસભા ચૂંટણી પહેલા અલગ અલગ સર્વે આવવાના શરૂ થઈ ગયા છે. એક અંગ્રેજી ન્યૂઝ ચેનલના સર્વેમાં કહેવામાં આવ્યું છે કે આગામી ચૂંટણીમાં બીજેપીના વડપણ હેઠળનું એનડીએ મોટા દળ તરીકે ઉભરી આવશે પરંતુ પૂર્વ બહુમત નહીં મળે. જ્યારે કોંગ્રેસના નેતૃત્વવાળા યૂપીએની હાલત આ વખતે પણ ખરાબ રહેશે.

ટાઇમ્સ નાઉ અને સર્વે એજન્સી વીપીએમના ઓપિનિયમ પોલમાં અનુમાન લગાવવામાં આવ્યું છે કે એનડીએને 252 બેઠક મળશે, જ્યારે યુપીએને 147 બેઠક મળશે. જ્યારે અન્ય રાષ્ટ્રીય પાર્ટીઓને 144 બેઠક મળી શકે છે. 543 સભ્યો ધરાવતી લોકસભામાં બીજેપીને 2014માં બહુમત માટે જરૂરી 272થી 10 વધારે બેઠક (282 બેઠક) મળી હતી. એનડીએને કુલ 336 બેઠક મળી હતી.

સર્વેમાં કહેવામાં આવ્યું છે કે બીજેપીને ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં ખૂબ ફાયદો થશે. બંગાળમાં બીજેપીને 9 અને ઓડિશામાં 13 બેઠક મળશે. પાર્ટીએ આ બંને રાજ્યમાં ખૂબ મહેનત કરી છે. 2014માં બીજેપીને બંગાળમાં 2 બેઠક અને ઓડિશામાં એક બેઠક મળી હતી.

સર્વેમાં અનુમાન લગાવવામાં આવ્યું છે કે ગુજરાત અને મહારાષ્ટ્રમાં બીજેપીનું પલડું ભારે રડશે. મહારાષ્ટ્રમાં શિવસેના સાથે 48માંથી 43 અને ગુજરાતમાં 26માંથી 24 બેઠક મળી શકે છે. ગત ચૂંટણીમાં બીજેપીએ ગુજરાતમાં 26માંથી 26 બેઠક જીતી હતી.


ઉત્તર પ્રદેશમાં બીજેપીને મોટો ફટકો પડી શકે છે. અહીં ભાજપ તેમજ એનડીએને ફક્ત 27 બેઠક મેળવીને સંતોષ માનવો પડશે. સપા અને બસપાનું ગઠબંધન બીજેપીને મોટું નુકસાન કરાવી શકે છે. આ ગઠબંધન 51 બેઠક પર જીત મેળવી શકે છે. 2014ના વર્ષમાં ઉત્તર પ્રદેશમાં બીજેપીએ 80માંથી 71 બેઠક જીતી હતી.

સર્વેમાં કહેવામાં આવ્યું છે કે મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં બીજેપીને બેઠકમાં નુકસાન થશે પરંતુ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી આવશે. રાજસ્થાનમાં બીજેપીને 25માંથી 17, મધ્ય પ્રદેશમાં 29માંથી 23 અને છત્તીસગઢમાં 11માંથી 5 બેઠક મળી શકે છે. બિહારમાં પણ મહાગઠબંધન એનડીએને ઝટકો આપી શકે છે. અહીં એનડીએ 25 જ્યારે રાજદ, કોંગ્રેસ અને રાલોસપાના મહાગઠબંધનને 15 બેઠક મળી શકે છે.
સંસદમાં કોંણ ક્યાં બેસે છે


સર્વેમાં અનુમાન લગાવવામાં આવ્યું છે કે નાગરિક્તા બિલ લાવવા છતાં એનડીએને પૂર્વોત્તરમાં ફાયદો થશે. અહીં 25માંથી 17 બેઠક તેમના ખાતામાં જશે.

દક્ષિણ ભારતના રાજ્યમાંથી બીજેપી માટે સારા સમાચાર નથી. અહીં કોંગ્રેસ તેમજ સ્થાનિક પક્ષોનું પલડું ભારી રહેશે. સર્વેમાં કહેવામાં આવ્યું છે કે તામિલનાડુમાં કોંગ્રેસ અને ડીએમકે મળીને 39માંથી 35 બેઠક જીતી શકે છે. કેરળમાં બીજેપી પોતાનું ખાતું ખોલી શકે છે, પરંતુ કોંગ્રેસના નેતૃત્વવાળું એલડીએફ ગઠબંધન 16 બેઠક સાથે સૌથી આગળ રહેશે.

કર્ણાટકમાં બરાબરીનો મુકાબલો બની શકે છે. જ્યારે આંધ્રપ્રદેશમાં ચંદ્રબાબૂ નાયડૂની ટીડીપીને ઝટકો લાગી શકે છે. વાયએસઆર કોંગ્રેસ અહીં બાજી મારી શકે છે. તેલંગાણામાં ટીઆરએસનો દબદબો બન્યો રહેવાની સંભાવના છે.
First published: January 31, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading