Home /News /national-international /7 રાજ્યોની 51 સીટો પર મતદાન : મેદાનમાં છે 674 ઉમેદવાર

7 રાજ્યોની 51 સીટો પર મતદાન : મેદાનમાં છે 674 ઉમેદવાર

લોકસભા ચૂંટણી 2019, સોમવારે પાંચમા તબક્કા માટે મતદાન

51 લોકસભા સીટ પર મતદાન : રાજનાથ, રાહુલ, સોનિયાનું નસીબ દાવ પર

રાજનાથ સિંહ, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને સ્મૃતિ ઈરાની સહિત 674 ઉમેદવારોના ભવિષ્યનો નિર્ણય સોમવારે 7 રાજ્યોની 51 સીટો પર લગભગ 9 કરોડ મતદાતાઓ કરશે. સત્તારૂઢ બીજેપી અને તેના સહયોગીઓ માટે ઘણું ખરૂ દાવ પર છે. કેમ કે, 2014ની ચૂંટણીમાં બીજેપીએ આ 51 સીટોમાંથી 40 સીટ પર જીત મેળવી હતી અને બે સીટ પર કોંગ્રેસે જીત મેળવી હતી, જ્યારે અન્ય બેઠક પર વિપક્ષીદળોએ જીત નોંધાવી હતી.

ઉત્તર પ્રદેશમાં 14 સીટો, રાજસ્થાનમાં 12 સીટો, પશ્ચિમ બંગાળ અને મધ્યપ્રદેશમાં સાત-સાત સીટો પર ચૂંટણી યોજાશે જ્યારે બિહારમાં 5 અને ઝારખંડમાં 4 સીટો પર મતદાન થશે. જમ્મુ-કાશ્મીરની લદ્દાખ સીટ અને અનંતનાગ સીટ માટે પુલવામા અને શોપિયામાં ચૂંટણી પણ યોજાશે. ચૂંટણી પંચે 94 હજાર મતદાન કેન્દ્રોનું નિર્માણ કર્યું છે અને સુરક્ષાનો કડક બંદોબસ્ત ગોઠવ્યો છે. પાંચમા અને સૌથી નાના તબક્કાની ચૂંટણીમાં 8.75 કરોડ મતદાતા 674 ઉમેદવારોનું ભવિષ્ય નક્કી કરશે. આ તબક્કા સાથે જ 424 સીટો પર ચૂંટણી ખતમ થઈ જશે અને અગામી બે તબક્કાની 118 સીટો પર 12 મે અને 19 મેના રોજ મતદાન યોજાશે.

ઉત્તર પ્રદેશમાં 14 સીટો પર મોટા રાજકીય નેતાઓ વચ્ચે ટક્કર છે. જેમાં કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ અને સ્મૃતિ ઈરાની, યૂપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ સામેલ છે. બીજેપીએ 2014માં આમાંથી 12 સીટો પર જીત મેળવી હતી અને કોંગ્રેસે રાયબરેલી અને અમેઠીમાં જીત મેળવી હતી. પૂરા રાજ્યમાં 80 સીટોમાંથી માત્ર આ બેજ સીટો પર કોંગ્રેસને જીત મળી હતી. અમેઠી અને રાય બરેલીમાં એસપી-બીએસપી ગઠબંધને પોતાના ઉમેદવાર નથી ઉતાર્યા અને આ બે સીટો કોંગ્રેસ માટે છાડી રાખી છે. કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ લખનઉમાંથી ફરી મેદાનમાં છે જ્યારે સ્મૃતિ ઈરાની અમેઠીમાં રાહુલ ગાંધી વિરુદ્ધ ચૂંટણી લડી રહી છે.

રાજસ્થાનમાં 12 લોકસભા સીટો પર જે 134 ઉમેદવારોનું ભાગ્ય નક્કી થશે તેમાં બે પૂર્વ ઓલિમ્પિક ખેલાડી, એક પૂર્વ આઈએએસ અધિકારી અને એક પૂર્વ આઈપીએસ અધિકારી પમ સામેલ છે. આ તબક્કા બાદ રાજસ્થાનમાં ચૂંટણી પૂરી થશે. રાજસ્થાનમાં રાજ્યવર્ધન રાઠોડ, કૃષ્ણા પુનિયા, અર્જુન રામ મેઘવાલ મુખ્ય ઉમેદવારો છે.

પશ્ચિમ બંગાલમાં તમામ સાત સીટો પર તૃણમુલ કોંગ્રેસ, બીજેપી, કોંગ્રેસ અને સીપીઆઈ વચ્ચે ચતુષ્કોણિય મુકાબલો છે. 2014ની ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસે તમામ સાત સાટો પર જીત મેળવી હતી.

બિહારમાં પાંચ સીટોમાંથી હાજીપુર જે લોક જનશક્તિ પાર્ટીનો ગઢ છે, તો સારણ આરજેડીનો ગઢ માનવામાં આવે છે. ત્રણ અન્ય સંસદીય વિસ્તાર છે મજફ્ફૂર, સીતામઢી અને મધુબની. ઝારખંડમાં ચાર સીટો હજારી બાગ, કોડરમા, રાંછી અને ખૂંટીમાં ચૂંટણી યોજાશે. કેન્દ્રીય મંત્રી જયંત સિન્હા હજારીબાગથી ફરી ચૂંટણી મેદાનમાં છે.

મધ્યપ્રદેશમાં સાત સીટો ટીકમગઢ, દામોહ, ખજુરાહો, સતના, રીવા, હોશંગાબાદ અને બેતૂલમાં મતદાન થશે, જ્યાં 2014માં બીજેપીએ જીત મેળવી હતી.

લદ્દાખમાં ચાર ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે. બીજેપી તરફથી જ્યાં સેરિંગ નામગ્યાલ મેદાનમાં છે, તો કોંગ્રેસ તરફથી રિગજીન સ્પાલબાર છે અને બે ઉમેદવાર અપક્ષના છે. લોકસભાની 542 સીટો માટે સાત તબક્કામાં 11 એપ્રિલથી 19 મે વચ્ચે મતદાન થઈ રહ્યું છે. મતગણતરી 23 એપ્રિલે થશે.
First published:

Tags: Live Blog, Lok sabha election 2019, Monday, Polls

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો