ન્યૂઝ18 ગુજરાતી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે પોતાના બીજા કાર્યકાળ માટે શપથ લીધા હતા. તેમની સાથે નવા મંત્રીઓએ પણ શપથ લીધા હતા. જોકે, ગત ટર્મની સરખામણીમાં મંત્રીમંડળમાંથી 37 મંત્રીઓને બહાર કરી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે પૂર્વ નાણા મંત્રી અરુણ જેટલીએ ખરાબ સ્વાસ્થ્યનો હવાલો આપીને મંત્રીમંડળમાં સામેલ ન કરવાની વિનંતી કરી હતી.
આ વખતે જેમને મંત્રી બનાવવામાં આવ્યા નથી તેમાં મેનકા ગાંધી, પૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજ, રાજ્યવર્ધનસિંહ રાઠોડ જેવા મોટા નામ સામેલ છે. એટલે સુધી કે વડાપ્રધાનના વડપણ હેઠળની કમિટીમાં સામેલ કેન્દ્રીય મંત્રીઓને પણ નવા મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું નથી. (આ પણ વાંચો : પાર્ટીથી લઈને મોદી સરકાર 2.0 સુધી, અમિત શાહ આવી રીતે બન્યા નંબર-2)
મોદી સરકારના નવા મંત્રીમંડળ 2.0માં સ્થાન મેળવનાર 57 મંત્રીઓની સરેરાશ ઉંમર 60 વર્ષથી ઓછી છે. નવા મંત્રીમંડળમાં કુલ 24 નવા ચહેરાનો સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહ અને પૂર્વ વિદેશ સચિવ એસ જયશંકરનો સમાવેશ થાય છે. જેપી નડ્ડા, સુરેશ પ્રભુ, મેનકા ગાંધી, રાજ્યવર્ધનસિંહ રાઠોડ, ઉમા ભારતી સહિત ચર્ચિત ચહેરાઓને સ્થાન નથી મળ્યું.
ઇન્ડિયન એક્સપ્રેસના જણાવ્યા પ્રમાણે ગત મંત્રીમંડળના કુલ 34 રાજ્ય કક્ષાના મંત્રીઓમાંથી 22ને નવા મંત્રીમંડળમાં સ્થાન નથી આપવામાં આવ્યું. એટલે કે દર ત્રણમાંથી બે રાજ્યમંત્રીને બદલવામાં આવ્યા છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર