ન્યૂઝ18 ગુજરાતી: લોકસભામાં બુધવારે કોમર્શિયલ સરોગસી પર પ્રતિબંધ લાદતું બિલ પસાર થયું. ભારતમાં સરોગસીથી ઊભી થતી સમસ્યાઓથી ઉકેલ લાવવા માટે આ બિલ લાવવામાં આવ્યું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાએ કહ્યું કે તમામ સાંસદોને મહિલા અને બાળકની ગરિમાનું ધ્યાન રાખવા માટે પોતાની વાત ગૃહમાં કહી છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે કોમર્શિયલ સરોગસી પર રોક લગાવવા માટે આ બિલ લાવવામાં આવ્યું છું.
આ બિલ કોમર્શિયલ સરોગસી અને તેનાથી જોડાયેલા અનૈતિક કાર્યો પર રોક લગાવશે. બિલમાં રાષ્ટ્રીય તથા રાજ્ય સરોગસી બોર્ડની રચના કરવાની વાત કહેવામાં આવી છે. આ ઉપરાંત સરોગસીના નિયમન માટે અધિકારીઓની નિયુક્તિ કરવામાં આવશે.
આ બિલ માત્ર તેવા જ પતિ-પત્નીને મંજૂરી આપશે જે બાળકને જન્મ આપવા અસમક્ષ છે. બિલ મુજબ સરોગસીનો લાભ ઉઠાવવા ઈચ્છુક વ્યક્તિઓ ભારતીય હોવા જોઈએ અને તેમના લગ્નને ઓછામાં ઓછા પાંચ વર્ષ થયા હોવા જોઈએ. આ ઉપરાંત પતિ-પત્નીમાં કોઈ એકને એવું સાબિત કરવું પડશે કે તે બાળકને જન્મ આપવાની સ્થિતિમાં નથી.
ઉલ્લેખનીય છે કે, આ બિલના કારણે વિદેશીઓ અને એનઆરઆઈને ભારતમાં સરોગસીનો લાભ નહીં મળી શકે. સરોગેસી માટે મહિલાએ માત્ર નજીકના સંબંધીને જ સરોગેટ મહિલા બનાવી પડશે તેવી જોગવાઈ બિલમાં રાખવામાં આવી છે.
આ બિલને રજૂ કરતા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી નડ્ડાએ કહ્યું કે કોમર્શિયલ રીતે સરોગસી માટે ભારતને એક મોટું કેન્દ્ર સરજવામાં આવે છે. તેઓએ કહ્યું કે આ ધારણા બદલવાની જરૂર છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આ બિલ લાવવાનો હેતુ ભારતીય મહિલાઓનું ઉત્પીડન થતું અટકાવવાનો છે.
ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ બિલનું સમર્થન કરતાં કહ્યું કે 80 ટકા સરોગેસીના કેસ ભારતમાં થાય છે અને તેનાથી દેશનું નામ ખરાબ થાય છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર