આરજેડીના નેતા તેજસ્વી યાદવે શનિવારે ટ્વીટ કરીને કોંગ્રેસ અને સહયોગી દળોને સલાહ આપી હતી કે બેઠકોની વહેંચણીમાં અહમ ન રાખશો નહીંતર દેશની પ્રજાને ફરી આ તક નહીં મળે
ન્યૂઝ 18 ગુજરાતી: બિહારમાં લોકસભાની ચૂંટણી પહેલાં વિપક્ષના મહાગઠબધમાં સીટોની વહેંચણી મામલે પેંચ અટવાયો હોય તેવી સ્થિતિ છે. મહાગઠબંધનના ઘટક પક્ષ આરજેડી, કોંગ્રેસ, રાલોસપા અને હમ વચ્ચે લોકસભાની સીટોની વહેંચણી મુદ્દે સંમતિ સધાઈ નથી.
આ બધાની વચ્ચે આરજેડીના નેતા તેજસ્વી યાદવે શનિવારે કરેલા એક ટ્વીટના કારણે કોંગ્રેસ નારાજ છે. તેમણે કોંગ્રેસ સહિતના સહયોગી દળોને સલાહ આપી હતી કે જો કોંગ્રેસ પોતાનો અહંકાર નહીં છોડે તો સહયોગી દળો તેનો સાથ છોડી શકે છે. તેજસ્વીના આ ટ્વીટથી કોંગ્રેસનું મોવડી મંડળ નારાજ છે. એવી ચર્ચા છે કે આજે તેજસ્વી યાદવ અને રાહુલ ગાંધી દિલ્હીમાં મુલાકાત કરી શકે છે.
संविधान और देश पर अभूतपूर्व संकट है। अगर अबकी बार विपक्ष से कोई रणनीतिक चुक हुई तो फिर देश में आम चुनाव होंगे या नहीं, कोई नहीं जानता? अगर अपनी चंद सीटें बढ़ाने और सहयोगियों की घटाने के लिए अहंकार नहीं छोड़ा तो संविधान में आस्था रखने वाले न्यायप्रिय देशवासी माफ़ नहीं करेंगे।
સૂત્રોના જણાવ્યા મુજબ, બિહારની લોકસભાની 40 બેઠકોમાંથી કોંગ્રેસ 11થી ઓછી બેઠકોથી નીચે માનવા તૈયાર નથી જ્યારે આરજેડી 8થી વધારે બેઠકો આપવાના મૂડમાં નથી. બીજી બાજુ રાલોસપા 5 સીટો પર કાયમ છે. જ્યારે કોંગ્રેસ કુશવાહાની પાર્ટીને 5 સીટ આપવા માટે રાજી નથી. આ બંને પાર્ટીઓ વચ્ચે પૂર્વ ચંપારણનો પેંચ પણ અટવાઈ ગયો છે. કોંગ્રેસ અને રાલોસપા બંને પક્ષો આ બેઠકો પર દાવો માંડી રહ્યાં છે. રાજ્યના પૂર્વ મુખ્ય મંત્રી અને હિંદુસ્તાન આવામ મોર્ચા (હમ)ના અધ્યક્ષ જીતનરામ માંજી ઇચ્છે છે કે સીટોની વહેંચણીમાં તેમનો હિસ્સો આરએલએસપીથી સહેજ પણ ઓછો ન હોય.