એસ જયશંકર બન્યા વિદેશ મંત્રી, ચીન-પાકિસ્તાનને લઈને રહ્યા છે સખ્ત

News18 Gujarati
Updated: May 31, 2019, 1:41 PM IST
એસ જયશંકર બન્યા વિદેશ મંત્રી, ચીન-પાકિસ્તાનને લઈને રહ્યા છે સખ્ત
ફાઇલ તસવીર

એસ જયશંકર જાન્યુઆરી 2015થી જાન્યુઆરી 2018 સુધી વિદેશ સચિવ પદે રહ્યા હતા. આ પહેલા તેઓ સિંગાપુરમાં હાઇકમિશ્નર તેમજ ચીન અને અમેરિકામાં રાજદૂત પદો પર રહી ચુક્યા છે.

  • Share this:
નવી દિલ્હી : વડાપ્રધાન મોદીએ ગુરુવારે દેશના વડાપ્રધાન તરીકે બીજી વખત શપથ લીધા. તેમની સાથે 57 મંત્રીઓએ પણ શપથ લીધા છે. આ લોકોમાં પૂર્વ વિદેશ સચિવ એસ જયશંકરનો પણ સમાવેશ થાય છે.  એસ જયશંકરને વિદેશ મંત્રી બનાવવામાં આવ્યા છે. મોદી કેબિનેટમાં જયશંકરને વિદેશ મંત્રી બનાવવા  પાછળના ઘણા અર્થ નીકળે છે. દક્ષિણ એશિયામાં ચીન અને પાકિસ્તાન સાથે લડવામાં તેમની અગત્યની ભૂમિકા રહી છે.

એસ જયશંકર જાન્યુઆરી 2015થી જાન્યુઆરી 2018 સુધી વિદેશ સચિવ પદે રહ્યા હતા. આ પહેલા તેઓ સિંગાપુરમાં હાઇકમિશ્નર તેમજ ચીન અને અમેરિકામાં રાજદૂત પદો પર રહી ચુક્યા છે. તેમણે ભારત-અમેરિકા પરમાણુ કરારમાં પણ અગત્યની ભૂમિકા નિભાવી હતી. અમેરિકામાં રાજદૂતના પદે રહીને કરેલી પ્રશંસનિય કામગીરીએ તેમને વિદેશ સચિવ પદ સુધી પહોંચાડ્યા હતા.

2015માં બન્યા વિદેશ સચિવ

પૂર્વ વિદેશ સચિવ સુજાતા સિંઘને વર્ષ 2015માં અનૌપચારિક રીતે પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. તેમની જગ્યાએ એસ જયશંકરની પસંદગી કરવામાં આવી હતી. તેમની પસંદગી કરવા માટે અનેક વરિષ્ઠ લોકોની અવગણના કરવામાં આવી હતી, પરંતુ તેમણે પદ પર રહીને ક્યારેક પોતાની શાખ પર દાગ લાગવા દીધો ન હતો.

વિદેશ નીતિ અને રણનીતિક બાબતો અંગે વાત કરતા જયશંકરને મોદીના માણસ ગણવામાં આવે છે. લોકોના કહેવા પ્રમાણે મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી તેમના એસ જયશંકર સાથે સારા સંબંધો છે.

જયશંકરના કાર્યકાળમાં ચીને ભારતમાં મોટું રોકાણ કર્યુંમુખ્યમંત્રી તરીકે પોતાના ચીન પ્રવાસ દરમિયાન મોદીએ અનેક વખત જયશંકર સાથે મુલાકાત કરી હતી. જયશંકર એ વખતે ચીનમાં રાજદૂત હતા. તેઓ ચીનમાં રાજદૂત હતા ત્યારે ચીને ભારતમાં મહત્વના ક્ષેત્રે રોકાણ કર્યું હતું. જેમાં ગુજરાતમાં કરવામાં આવેલા રોકાણનો પણ સમાવેશ થાય છે.

જયશંકરે દિલ્હી યુનિવર્સિટીની સેન્ટ સ્ટીફન કોલેજમાંથી સ્નાતકનો અભ્યાસ કર્યો છે. તેમણે પોલિટિકલ સાયન્સમાં એમએની ડીગ્રી મેળવી છે. સાથે જ તેમણે જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાંથી ઇન્ટરનેશનલ રિલેશન વિષય પર એમફીલ અને પીએચડીની ડીગ્રી મેળવી છે. તેઓ 1977ની IFS બેચમાંથી આવે છે. સૌપ્રથમ તેમને રશિયાના મોસ્કો ખાતે ભારતીય દૂતાવાસમાં સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જયશંકાર જાપાનીઝ અને હંગેરિયન ભાષા પણ જાણે છે.

અમેરિકાના કાર્યકાળ દરમિયાન વિવાદ

દેવયાની ખોબરાગડે વિવાદ થતા અમેરિકામાં જયશંકરનો કાર્યકાળ કઠોર રહ્યો હતો. ખોબરાગડે યુએસમાં ડેપ્યૂટી કોન્સુલર જનરલ હતી. ન્યૂયોર્કમાં તેની હાઉસકિપર સંગીતા રિચર્ડ સાથે વિઝા કૌભાંડમાં તેણીની ધરપકડ કરવામાં આવી હતી. ખોબરાગડેને અમેરિકામાંથી બહાર કાઢવા માટે વાતચીત કરવાનો શ્રેય જયશંકરને જાય છે.

ચીનમાં ભારતનો સૌથી મોટો હાથ

ઓછી વાતચીત કરવા માટે જાણીતા જયશંકરના ચીનમાં ભારતનો સૌથી મોટો હાથ માનવામાં આવે છે. તેઓ અહીં લાંબા સમય સુધી રાજદૂત રહ્યા હતા. તેમણે બંને દેશ વચ્ચે સંબંધને વધારે મજબૂત કરવા માટે મહત્વપૂર્વ ભૂમિકા નિભાવી છે.
First published: May 31, 2019, 10:21 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading