Home /News /national-international /Covid-19: યૂરોપે લૉકડાઉન કરીને બચાવ્યા 30 લાખ લોકોના જીવ, ભારતે સમય કરતાં પહેલા લૉકડાઉન હટાવ્યું?

Covid-19: યૂરોપે લૉકડાઉન કરીને બચાવ્યા 30 લાખ લોકોના જીવ, ભારતે સમય કરતાં પહેલા લૉકડાઉન હટાવ્યું?

યૂરોપમાં લૉકડાઉન ત્યારે હટાવાયું જ્યારે ત્યાં કોરોનાનું સંક્રમણ ઘટવા લાગ્યું હતું, ભારતમાં ચિંતાનું કારણ

યૂરોપમાં લૉકડાઉન ત્યારે હટાવાયું જ્યારે ત્યાં કોરોનાનું સંક્રમણ ઘટવા લાગ્યું હતું, ભારતમાં ચિંતાનું કારણ

    નવી દિલ્હીઃ ભારત કોરોના વાયરસ (Coronavirus) સામેની લડાઈની વચ્ચે લૉકડાઉનથી અનલૉક-1 તરફ આગળ વધી રહ્યું છે. દેશમાં લૉકડાઉન (Lockdown) ના પ્રતિબંધો ભલે હટાવી લેવામાં આવ્યા હોય પરંતુ કોરોના સંક્રમણની ઝડપ ઘટી નથી. એવામાં એવી ચર્ચા ચાલી રહી છે કે શું ભારત (India)એ લૉકડાઉન હટાવવામાં ઉતાવળ નથી કરી ને. યૂરોપ (Euorpe)માં પણ લૉકડાઉનને લઈ રિસર્ચ કરવામાં આવ્યું. તે મુજબ યૂરોપમાં સમયસર લૉકડાઉન લાગુ કરીને ઓછામાં ઓછા 30 લાખ લોકોના જીવ બચાવી લેવાયા.

    લંડનના ઇમ્પીરિયલ કૉલેજના વૈજ્ઞાનિકોએ યૂરોપના 11 દેશોના લૉકડાઉનનું રિસર્ચ કર્યું છે. આ દેશોમાં ઓસ્ટ્રિયા, બેલ્જિયમ, બ્રિટન, ડેનમાર્ક, ફ્રાન્સ, જર્મની, ઇટલી, નોર્વે, સ્પેન, સ્વીડન અને સ્વિત્ઝરલેન્ડ સામેલ છે. વૈજ્ઞાનિકોની ટીમ એ તારણ પર પહોંચી કે લૉકડાઉને યૂરોપમાં કોવિડ-19થી થનારી લગભગ 30 લાખ લોકોની મોતને ટાળી દીધી છે. સ્ટડી મુજબ લૉકડાઉને કોરોનાના ફેલાવાના દરને ઘણો ઓછો કરી દીધો.

    માર્ચમાં ઉઠાવ્યા પ્રભાવી પગલાં

    આ રિસર્ચમાં રીપ્રોડક્શન રેટ કે આર વેલ્યૂ પર ભાર મૂકવામાં આવ્યો છે. આર વેલ્યૂમાં જોઈ શકાય છે કે એક સંક્રમિત વ્યક્તિથી સંક્રમણ કેટલા લોકોમાં ફેલાઈ શકે છે. એકથી વધુની R વેલ્યૂ ઘાતક સાબિત થઈ શકે છે. ઇમ્પીરિયલ ટીમે અનુમાન લગાવ્યું કે મેના પ્રારંભમાં 11 દેશોમાં 1.2થી 1.5 કરોડ લોકો કોવિડ-19થી સંક્રમિથ થઈ શકતા હતા. પરંતુ આવું ન ગયું કારણ કે યૂરોપના મોટાભાગના દેશોમાં માર્ચમાં જ પ્રભાવી પગલાં ભરવામાં આવ્યા હતા. તેમાં સ્કૂલ, દુકાનો અને ટ્રાન્સપોર્ટેશન બંધ કરવા જેવા નિર્ણય હતા. તેનાથી મેની શરૂઆતમાં સંક્રમણનો દર નીચે લાવવામાં મદદ મળી.

    આ પણ વાંચો, આ 30 દેશોમાં કોરોનાથી નથી થયું એક પણ મોત, ભારતનો એક પડોશી દેશ પણ સામેલ

    31 લાખ લોકો કોરોનાનો ભોગ બનતાં

    રિસર્ચ મુજબ જો આ દેશો સહિત યૂરોપમાં લૉકડાઉન લાગુ ન કરવામાં આવ્યું હોત તો આ મહાદ્વીપમાં 31 લાખ મોત થઈ શકતી હતી. હાલના આંકડાઓ મુજબ યૂરોપમાં લગભગ 21 લાખ લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે. તેમાંથી લગભગ 1.80 લાખ લોકોનાં મોત થયા છે.

    53 કરોડ લોકોને સંક્રમણથી બચાવ્યા

    અમેરિકામાં પણ એક આવો જ અભ્યાસ થયો, જે જર્નલ નેચરમાં પ્રકાશિત થયો છે. તેમાં અનુમાન લગાવવામાં આવ્યું છે કે ચીન, દક્ષિણ કોરિયા, ઈટલી, ઈરાન, ફ્રાન્સ અને અમેરિકામાં લૉકડાઉને લગભગ 53 કરોડ લોકોને કોરોનાના સંક્રમણથી બચાવી લીધા.

    ભારતે સમય કરતાં પહેલા લૉકડાઉન હટાવ્યું?

    આ દરમિયાન ભારતમાં લૉકડાઉન પર ચર્ચાઓ ચાલી રહી છે. ભારતમાં લૉકડાઉન 25 માર્ચથી લાગુ થયું હતું. હવે ભારત લૉકડાઉનથી અનલૉક-1 તરફ આગળ વધી રહ્યું છે. તેનો સીધો અર્થે એ છે કે મોટાભાગના હિસ્સામાં લૉકડાઉનના પ્રતિબંધો હટાવી દેવામાં આવ્યા છે. યૂરોપના તમામ દેશો અને ભારતના લૉકડાઉન હટાવવામાં એક ફરક છે. યૂરોપમાં લૉકડાઉન ત્યારે હટાવાયું જ્યારે ત્યાં કોરોનાનું સંક્રમણ ઘટવા લાગ્યું હતું. ભારતમાં જ્યારે લૉકડાઉનને અનલૉક કરવામાં આવ્યું ત્યારે અહીં સંક્રમણ ખૂબ ઝડપથી વધી રહ્યું છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ભારતમાં સમય કરતાં પહેલા લૉકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. જોકે સરકારનું કહેવું છે કે વહેલું લૉકડાઉન લાગુ કરવાથી તેમને બાકી તૈયારીઓ કરવા માટે સમય મળી ગયો.

    આ પણ વાંચો, SBIમાં રોકાણ કરતાં મળી શકે છે લગભગ બમણું રિટર્ન, એક્સપર્ટ્સે આપી દાવ લગાવવાની સલાહ
    First published:

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો