વૃદ્ધે કોરોના હેલ્પલાઇન પર મદદ માંગી, પોલીસ રસગુલ્લા લઈને તેમના ઘરે દોડી!

News18 Gujarati
Updated: March 31, 2020, 5:27 PM IST
વૃદ્ધે કોરોના હેલ્પલાઇન પર મદદ માંગી, પોલીસ રસગુલ્લા લઈને તેમના ઘરે દોડી!
પોલીસે વૃદ્ધના ઘરે રસગુલ્લા પહોંચાડ્યા.

લખનઉ પોલીસના જણાવ્યા પ્રમાણે હેલ્પલાઇન નંબર પર તેમને પાન, પિઝા, આઇસક્રિમ, પેસ્ટ્રી અને દારૂ માટે પણ ફોન આવે છે.

  • Share this:
લખનઉ : પીએમ મોદી (PM Narendra Modi)એ દેશમાં લૉકડાઉન (Lockdown) જાહેર કર્યાને આજે સાતમો દિવસ છે. સાત દિવસ બાદ લોકો હવે પોતાનું મનપસંદ ભોજન ખાવા માટે અધીરા બન્યા છે. લૉકડાઉનને પગલે મીઠાઈ (Sweet)ની દુકાનો અને રેસ્ટોરન્ટ બંધ છે. આથી હવે તો લોકો સરકારે જાહેર કરેલી હેલ્પલાઇન નંબર (Covid 19 Helpline Number)પર પોતાની ખાવાની ઇચ્છા પણ જણાવી રહ્યા છે. લખનઉની પોલીસ (Lucknow Police) હેલ્પલાઇન નંબર પર સોમવારે આવો જ એક ફોન આવ્યો. જેમાં એક વૃદ્ધ વ્યક્તિએ હેલ્પલાઇન નંબર પર ફોન કરીને રસગુલ્લા (Rasgulla) ખવાની તીવ્ર ઇચ્છા વ્યક્ત કરી હતી.

હઝરતગંજ પોલીસ સ્ટેશનના ઓફિસર સંતોષ સિંઘે આ અંગે જણાવ્યું કે, "અમે વૃદ્ધની વાત ધ્યાનથી સાંભળી હતી, પછી અમને ખ્યાલ આવ્યો હતો કે આ કોઈ મજાક નથી. ફોન કોલ બાદ અમે છ રસગુલ્લા સાથે રામ ચંદ્ર પ્રસાદ કેસરીના ઘરે પહોંચ્યા હતા. અમે તેમના ઘરે પહોંચ્યા ત્યારે તેઓ ઘરે એકલા જ હતા. અમને માલુમ પડ્યું કે તેમના શરીરમાં સુગરનું લેવલ ઓછું થઈ ગયું હતું. તેઓ ડાયાબિટિસથી પીડાઇ રહ્યા છે, તેઓ ખૂબ ઉદાસ હતા. તેઓ ચાલી પણ શકતા ન હતા. તેઓ એક પછી એક ચાર રસગુલ્લા ખાઈ ગયા હતા. રસગુલ્લા ખાધા બાદ તેમની હાલત થોડી સારી થઈ હતી. "

કેસરી વિધુર છે. તેઓ ફ્લેટમાં એકલા જ રહે છે. તેમના બાળકો વિદેશમાં રહે છે. લૉકડાઉનને કારણે તેમના ઘરે મીઠાઈનો સ્ટોક ખતમ થઈ ગયો હતો. આથી વૃદ્ધે ઉત્તર પ્રદેશ સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા હેલ્પલાઇન નંબર પર મદદ માંગી હતી.

આ પણ વાંચો : પાણી ફેરવ્યું! હા, લૉકડાઉનમાં એક અધિકારીએ પોલીસની સેવાઓ પર પાણી ફેરવી દીધું!

ઉત્તર પ્રદેશના પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે તેમને હેલ્પલાઇન નંબર પર પાન, પિઝા અને ત્યાં સુધી કે દારૂ માટે પણ ફોન આવે છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, "એક વ્યક્તિએ અમને ફોન કરીને જણાવ્યું હતું કે દારૂ ન મળવાથી મારી તબીયત બગડી રહી છે. અમે તેની મદદ કરવાને બદલે તેને ડૉક્ટરની સલાહ લેવાનું જણાવ્યું હતું." એટલું જ નહીં અનેક વખત બાળકો આઇસક્રિમ, પેસ્ટ્રી અને ફૂટબોલ રમવાની મંજૂરી માંગવા માટે પણ ફોન કરે છે.
First published: March 31, 2020, 5:27 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading