Home /News /national-international /

લ્યો બોલો! લૉકડાઉનમાં બેલડાનો જન્મ થતાં મા-બાપે કોરોના અને કોવિડ નામ રાખ્યા

લ્યો બોલો! લૉકડાઉનમાં બેલડાનો જન્મ થતાં મા-બાપે કોરોના અને કોવિડ નામ રાખ્યા

કોરોના અને કોવિડ સાતે માતા પ્રિતિ વર્માની ફાઇલ તસવીર (સૌજન્ય ડેઇલી મેલ)

સમગ્ર વિશ્વમાં જેના નામથી લોકો થરથર કાપે છે એ કોરોના અને કોવિડ હવે પારણામાં ઝૂલશે

    સમગ્ર વિશ્વમાં જેના નામથી લોકો થરથર કાપે છે એ કોરોના (corona) અને કોવિડ (Covid) ભારતમાંથી સંપૂર્ણપણે નાબૂદ થયા પછી પણ દેશમાં રહેશે, ખાશે, પીશે અને મોજ કરશે. હવે થોડિ દિવસોમાં જ આ બંને પારણામાં પણ ઝૂલશે. જોકે, આ કોરોના અને કોવિડએ જીવલેણ વાયરસ નથી પરંતુ એક માતાને બેલડાને બે લાલ છે.

    સાંભળીને નવાઈ લાગશે પરંતુ છત્તીસગઢમાં એક માતાએ બેલડાના બે (ટ્વીન્સ)ને જન્મ આપ્યો તો મા-બાપે પરિસ્થિતિ મુજબ તેમના નામ જ કોરોના અને કોવિડ પાડી દીધા હતા. આ બંને ટ્વીવન્સનો જન્મ 27મી માર્ચના રોજ થયો હતો. માતા પ્રિતી અને પિતા વિનય વર્માએ સહેજ પણ સંકોચ રાખ્યા વગર તેમના નામ કોરોના-કોવિડ પાડ્યા છે.

    માતા પ્રિતિ વર્માએ પત્રકારોને જણાવ્યું હતું કે 'મને આ મહામારી દરમિયાન મહામુસીબતે દીકરા જન્મ્યા છે. હૉસ્પિટલ પહોંચવાથી લઈને અંતિમ દિવસોમાં ખૂબ સમસ્યાઓ આવી હતી તેથી અમે આ બાળકોનાં નામ કોરોના-કોવિડ (corona-Covid-19)નામ પાડ્યા છે.

    આ પણ વાંચો : લીંબડી-અમદાવાદ હાઇવે પર ગોઝારા અકસ્માતમાં ચારનાં મોત, ટ્રક પાછળ XUV ઘૂસી ગઈ

    હૉસ્પિટલમાં લોકો કોરોના-કોવિડ કહેવા લાગ્યા હતા

    પ્રિતિએ ઉમેર્યુ કે 'મને જ્યારે પ્રસવની પીડા ઉદભવી ત્યારે રસ્તા પર કોઈ વાહન ફરકી રહ્યું નહોતું. અમે માંડ માંડ હૉસ્પિટલે પહોંચ્યા. રસ્તામાં પોલીસે અનેક વાર અમને અટકાવ્યા હતા. મધરાત્રિ હતી અને સ્થિતિને જોતાં મને થયું હતું કે તબીબો નહીં હોય. જોકે, મને સમયસર તબીબો મળ્યા અને બાળકો જન્મ્યા હતા. બાળકો જન્મ્યા તો નર્સ પણ મજાકમાં તેમને કોરોના અને કોવિડ કહીને સંબોધતી હતી તેથી અમે આ નામ પાડ્યા છે.

    આ પણ વાંચો :  લોકડાઉનની અસર! જલંઘરની અગાસીઓમાંથી 213 કીમી છેટા હિમાચલના બર્ફીલા પહાડો દેખાયા

    પરિવાર દબાણ કરશે તો નામ બદલશે

    જોકે, સ્થાનિક અખબારોના અહેવાલ મુજબ બાળકોના નામ આ મહામારી પરથી પાડ્યા પછી માતાપિતા પર પરિવારે નામ બદલવા ખૂબ દબાણ કર્યુ હતું અને માતાપિતાએ એ પણ આ દિશામાં વિચાર કર્યો હતો.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Coronavirus, COVID19, Lockdown, Twins, યૂપી

    આગામી સમાચાર