મુંબઈ : મહારાષ્ટ્રમાં (Maharashtra)કોરોના વાયરસના (Coronavirus)મામલામાં સતત વધારો થઈ રહ્યો છે. મહારાષ્ટ્રના વિદર્ભમાં શુક્રવારે કોરોના વાયરસ સંક્રમિતના 5 નવા મામલા સામે આવ્યા છે. જેના કારણે રાજ્યમાં કોવિડ-19ના દર્દીઓની સંખ્યા વધીને 135 પહોંચી ગઈ છે. રાજ્યમાં લોકડાઉન (Lockdown)અને કર્ફ્યુંના કારણે લોકો ઘરોમાં બંધ છે. આવા સમયે કેટલાક પરિવાર જરુરિયાતમંદ લોકોની મદદ માટે ઉદાહરણ બની રહ્યા છે.
મુંબઈમાં રહેનાર એક મુસ્લિમ પરિવાર દરરોજ ભોજન તૈયાર કરે છે અને તેને જરુરિયાતમંદ લોકોને ખવડાવે છે. ઇબ્રાહીમ મોતીવાલાએ જણાવ્યું હતું કે ઘણા મજૂર ભોજન વગર ફસાયા છે. તેમને બે ટંકનું ખાવાનું પણ મળી રહ્યું નથી. જો અલ્લાહે આપણને આવા લોકોની મદદ માટે સક્ષમ બનાવ્યા છે તો આપણે મદદ કરવી જોઈએ. અમે રોજ 800 જરુરિયાતમંદ લોકો માટે ખાવાનું બનાવીએ છીએ અને તેમને વહેંચીએ છીએ.
આ પણ વાંચો - બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોન્સનનો કોરોના ટેસ્ટ પોઝિટિવ
આ પહેલા એક ઘરડા દંપતિ માટે કેટલાક લોકોએ 14 દિવસના ભોજનની વ્યવસ્થા કરી હતી. પૂર્વ ઉપનગર ઘાટકોપરના ઘરડા દંપતિ વિદેશ યાત્રાથી પરત ફર્યા પછી તેમને કોરોના વાયરસથી સંક્રમિત થવાની પૃષ્ટી થઈ હતી. આ દંપતિને આ વાતની ચિંતા હતી કે પડોશમાં રહેનારા અન્ય લોકો તેમના પરત ફરવા પર કેવો વ્યવહાર કરશે. જોકે જલ્દી તેમનો ડર દૂર થયો હતો.
દંપતિએ કહ્યું કે અમારી સાથે સારો વ્યવહાર કરવામાં આવ્યો હતો. બધાએ સુરક્ષિત દૂરી રાખતા અમારી તબિયત પૂછી હતી. બીએમસી કર્મીઓએ તેમના પ્રવેશ કર્યા પહેલા ઘરની સફાઇ કરી હતી. તેમણે કહ્યું હતું કે આગામી 14 દિવસ માટે ભોજન અને મદદની ઓફર પણ કરી હતી.