કોરોના વાયરસ : AIIMS ડિરેક્ટર ડૉક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યુ- નાના લૉકડાઉનથી કોઈ ફાયદો નહીં થાય, 14 દિવસ જરૂરી

News18 Gujarati
Updated: July 11, 2020, 8:25 AM IST
કોરોના વાયરસ : AIIMS ડિરેક્ટર ડૉક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યુ- નાના લૉકડાઉનથી કોઈ ફાયદો નહીં થાય, 14 દિવસ જરૂરી
ફાઇલ તસવીર

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) સરકારે 55 કલાક માટે સંપૂર્ણ લૉકડાઉન (Lockdown) જ્યારે મહારાષ્ટ્ર (Maharashtra) સરકારે પુણેમાં 10 દિવસના લૉકડાઉનની જાહેરાત કરી છે.

  • Share this:
નવી દિલ્હી : દેશમાં ફરીથી વધી રહેલા કોરોના વાયરસ (Coronavirus)ના કેસને પગલે મોટાભાગના રાજ્યો ફરીથી લૉકડાઉન (Lockdown) લગાવી રહ્યા છે. જોકે, વિવિધ રાજ્ય તરફથી લગાવવામાં આવેલા લૉકડાઉન પર દિલ્હીની AIIMSના ડિરેક્ટર ડૉક્ટર રણદીપ ગુલેરિયા (Randeep Guleria)એ પોતાની અસહમતી દર્શાવી છે. ડૉક્ટર ગુલેરિયાનું કહેવું છે કે થોડા સમય માટે લગાવવામાં આવેલું લૉકડાઉનથી કોરોનાનું સંક્રમણ ઓછું કરવામાં કોઈ મદદ નહીં મળે. જો કોરોનાની ચેન તોડવી છે તો રાજ્યોએ ઓછામાં ઓછા 14 દિવસ માટે લૉકડાઉન લગાવવું પડશે. નોંધનીય છે કે ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) સરકારે 55 કલાક માટે સંપૂર્ણ લૉકડાઉનની જાહેરાત કરી છે, જ્યારે મહારાષ્ટ્ર (Maharashtra)માં ઉદ્ધવ ઠાકરે સરકારે પુણેમાં 10 દિવસના લૉકડાઉનની જાહેરાત કરી છે.

આ પણ વાંચો : કોરોના : વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને મુંબઈની ધારાવી ઝૂંપડપટ્ટીને સફળ મૉડલ ગણાવ્યું

એસબીઆઈ તરફથી આયોજિત ઇકૉનોમિક કૉન્ફરન્સમાં કોરોના અંગે વાત કરતા એઇમ્સના ડિરેક્ટર ડૉક્ટર ગુલેરિયાએ કહ્યુ કે, દેશમાં હાલ કોરોના પીક પર પહોંચી ગયો છે. આગામી થોડા દિવસમાં દેશના અનેક રાજ્યમાં સુધારો જોવા મળશે. આ દરમિયાન કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધશે. ગુલેરિયાએ સ્વીકાર કર્યો કે કોરોનાના આંકડા ઓછા થવામાં હાલ સમય લાગી શકે છે. ગુલેરિયાનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા ફક્ત ત્રણ દિવસમાં એક લાખનો આંકડા પાર કરી ગઈ છે.

ડૉક્ટર ગુલેરિયાએ કહ્યુ કે, અનલૉકમાં મળેલી છૂટનો લોકો ગેરફાયદો ઉઠાવી રહ્યા છે. લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું છોડી દીધું છે. તંત્રએ ક્લસ્ટર્સ અને કન્ટેનમેન્ટ વિસ્તારમાં સતત દેખરેખ રાખવી જોઈએ. આખા શહેરમાં લૉકડાઉન કરવાથી કોઈ ફાયદો નહીં થાય. સરકારે કન્ટેનમેન્ટ વિસ્તારોની ઓળખ કરીને ત્યાં લૉકડાઉનનું કડકથી પાલન કરાવવું જોઇએ.

નીચે વીડિયોમાં જુઓ આજના મહત્ત્વના સમાચાર
મહારાષ્ટ્રમાં એક દિવસમાં 7,862 નવા કેસ

દેશમાં કોરોના વાયરસનું હબ બની ગયેલા મહારાષ્ટ્રમાં શુક્રવારે કોરોના સંક્રમણને કારણે 226 લોકોનાં મોત થયા છે. રાજ્યમાં કોરોનાને કારણે મોતનો આ સૌથી મોટો આંકડો છે. જ્યારે શુક્રવારે કોરોનાના કુલ 7,862 પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. સ્વાસ્થ્ય વિભાગ તરફથી આપવામાં આવેલી માહિતી પ્રમાણે નવા કે સાથે રાજ્યમાં કુલ સંક્રમિત લોકોની સંખ્યા 2,38,461 થઈ છે, જેમાંથી 1,32,625 લોકો સાજા થયા છે, જ્યારે 9,893 લોકોનાં મોત થયા છે.
Published by: Vinod Zankhaliya
First published: July 11, 2020, 8:14 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading