કર્નલનું કેન્સરથી નિધન, અંતિમ સંસ્કાર માટે માતા-પિતાએ કરી 2000 KMની આકરી મુસાફરી

દીકરાના અંતિમ દર્શન કરવા કર્નલ નવજોત સિંહના માતા-પિતા ગુરુગ્રામથી માર્ગ મુસાફરી કરી બેંગલુરુ પહોંચ્યા

દીકરાના અંતિમ દર્શન કરવા કર્નલ નવજોત સિંહના માતા-પિતા ગુરુગ્રામથી માર્ગ મુસાફરી કરી બેંગલુરુ પહોંચ્યા

 • Share this:
  બેંગલુરુઃ દેશમાં કોરોના વાયરસ (Coronavirus)ના કારણે 21 દિવસના લૉકડાઉન (Lockdown)ની વચ્ચે પોતાના કર્નલ દીકરા નવજોત સિંહ બલના અંતિમ દર્શન કરવા માટે તેમના માતા-પિતા ગુરુગ્રામથી બે હજાર કિલોમીટર લાંબી મુસાફરી કરીને શનિવાર સાંજે કર્ણાટક પહોંચ્યા. ભારતીય સેનામાં કર્નલ નવજોત સિંહ બલ (39)નું કેન્સરના કારણે ગુરુવારે બેંગલુરુમાં નિધન થયું હતું. કર્નલ નવજોતના માતા-પિતાને લૉકડાઉનના કારણે કોઈ ફ્લાઇટ ન મળી જેના કારણે તેઓ શુક્રવાર સવારે માર્ગ મુસાફરી કરીને ગુરુગ્રામથી બેંગલુરુ માટે રવાના થયા હતા.

  માતા-પિતા ગુરુગ્રામમાં હતા

  ઉલ્લેખનીય છે કે, કર્નલ નવજોતના માતા-પિતા ગુરુગ્રામમાં હતા. ત્યાંથી બેંગલુરુનું અંતર લગભગ બે હજાર કિલોમીટર છે. લૉકડાઉનના કારણે તેમના માતા-પિતાને એરફોર્સનું પ્લેન ન મળી શક્યું. નવજોતના પરિજનોએ શુક્રવારે ટ્વિટ કર્યું હતું કે, હાલ તેઓ દિલ્હીમાં છે અને અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે બેંગલુરુ જવા માટે પગપાળા જ રવાના થઈ રહ્યા છે. 18 કલાક પહેલા, નવજોતના ભાઈ નવતેજ સિંહ બલે ટ્વિટ કર્યું કે તેમના માતા-પિતા ગુરુગ્રામથી 968 કિલોમીટર સાઉથ વેસ્ટમાં ગુજરાતના વડોદરા પહોંચ્યા. બેંગલુરુ વડોદરાથી 1380 કિ.મી. સાઉથ-ઇસ્ટમાં છે. ગુરુગ્રામથી બેંગલુરુનું અંતર 2348 કિ.મી. છે.

  મદદ અને સહયોગ માટે ધન્યવાદ

  તેઓએ ફરી ટ્વિટ કર્યું, સહયોગ માટે તમામનો આભાર! તેઓ વડોદરા પહોંચવાના છે. સુરક્ષા દળો તફરથી રસ્તામાં ખૂબ મદદ અને સહયોગ મળ્યો છે. જો બધું યોગ્ય રીતે રહ્યું તો કાલે રાત્રે બેંગલુરુ પહોંચી જશે. કર્નલના પિતાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, મને નથી ખબર કે મારો દીકરો બેંગલુરુમાં કઈ હૉસ્પિટલમાં ગુજરી ગયો, કારણ કે હું અમૃતસરમાં હતો, મને કોઈ જાણકારી નથી, ત્યાં જઈને કંઈક કહી શકીશ.

  આ પણ વાંચો, COVID-19: અંતિમ સંસ્કારમાં એકત્ર થયા હતા અસંખ્ય લોકો, રિપોર્ટ પોઝિટિવ આવતાં ડરનો માહોલ

  સેનાના પૂર્વ અધિકારી બાલે જણાવ્યું કે, નવજોત બેંગલુરુમાં ભારતીય સેનાની બીજી પેરા રેજિમેન્ટના કમાન્ડિંગ ઓફિસર હતા. નવજોતના પરિવારે લૉકડાઉના કારણે તેમના વતનને બદલે શહેરમાં જ અંતિમ સંસ્કાર કરવાનો નિર્ણય લીધો છે. તેઓએ સરકારના લૉકડાઉનના વખાણ કરતાં કહ્યું કે, સરકારે રસ્તામાં ખાવા-પીવાથી લઈને અનેક સુવિધાઓ ઊભી કરી છે. જો મને તેમનો સહયોગ ન મળ્યો હોત તો હું અહીં સુધી ન પહોંચી શકતો.

  આ પણ વાંચો, હસતા અને વાતો કરતાં-કરતાં મોતનો કોળિયો બની રહ્યા છે કોરોનાના દર્દીઓ!
  Published by:Mrunal Bhojak
  First published: