Home /News /national-international /લૉકડાઉન : ઘરે ન જઈ શકનાર મજૂરે આત્મહત્યા કરી જીવન ટૂંકાવી લેતા ખળભળાટ

લૉકડાઉન : ઘરે ન જઈ શકનાર મજૂરે આત્મહત્યા કરી જીવન ટૂંકાવી લેતા ખળભળાટ

પ્રતિકાત્મક તસવીર

આત્મહત્યા કરતા પહેલાં મજૂરે પત્નીને ફોન કરીને જણાવ્યું કે તે ઘરે આવવા માંગે છે પરંતુ ફસાઈ ગયો છે.

કોરોના વાયરસ (cornavirus)ના સંક્રમણને અટકાવવા માટે સરકાર દિવસરાત કામ કરી રહી છે. આજે સરકારે ફરીથી 19 દિવસના લૉકડાઉનની જાહેરાત કરી છે. (lockdown) ત્યારે આ લૉકડાઉનમાં અનેક પરપ્રાંતિય મજૂરોએ હિજરત કરી દીધી હતી. દરમિયાન હૈદરાબાદમાં લૉકડાઉનમાં ફસાયેલા એક મજૂરે ઘર ન પહોંચી શકવાના માનસિક આઘાતના કારણે આત્મહત્યા કરી લેતા ખળભળાટ મચી ગયો છે. મજૂર બિહારનો રહેવાસી હતો. પોલીસ જણાવ્યું કે તેણે 13મી મા્ચે બિહાર જવાનો પ્રયાસ પણ કર્યો હતો પરંતુ પહોંચી ન શકતા એકલતા અનુભવતો હતો જેના પગલે આત્મહત્યા કરી હતી.

મજૂરે આત્મહત્યા કરતા પહેલાં બિહારમાં તેના પરિવારને ફોન કર્યો હતો. તેણે પત્નીને કહ્યું હતું કે વતન પરત આવવા માંગે છે. પરિવારે તેને સમજાવ્યો પણ હતો કે આ સમય પસાર કરી દેવો જોઈએ અને તેને પૈસાની જરૂર પડશે તો ઘરેથી મોકલાવશે પરંતુ તે જ્યાં છે ત્યાં રહે અને સુરક્ષિત રહે.

આ પણ વાંચો :  Covid 19 : લૉકડાઉન બાદ 8ના બદલે 12 કલાકની શિફ્ટ થઈ શકે છે, કાયદામાં બદલાવની તૈયારી

દેશમાં લૉકડાઉન 2.0નો આજથી અમલ શરૂ થશે. અગાઉ 21 દિવસનું લૉકડાઉન હતું હવે 19 દિવસનું લૉકડાઉન છે. અનેક જિલ્લામાં લોકો ધીરજ ગુમાવી રહ્યાના અહેવાલો આવી રહ્યા છે. પરપ્રાંતિયોની હિજરત ન કરવા અને પોતાના ગંતવ્ય સ્થળે સુરક્ષિત રહેવાની સલાહ આપવામાં આવી છે. તેમ છતાં અનેક ઠેકાણેથી મજૂરોની આત્મહત્યાના સમાચારો આવી રહ્યા છે. મજૂરો રોજી-રોટી ગુમાવવાના ભયથી પણ આત્મહત્યા કરી રહ્યા છે.

આ પણ વાંચો :  Coronavirus : સુરતમાં કોરોનાનું કમ્યુનિટિ ટ્રાન્સમિશન શરૂ, વધુ 3 કેસ પોઝિટિવ આવતા કુલ કેસ 43

સુરતમાં હોબાળો કર્યો હતો

દરમિયાન ગત સપ્તાહમાં સુરતમાં એક ગોઝારી ઘટના ઘટી હતી. પગાર ન મળવાના કારણે વ્યથિત ઓડિશાના મજૂરોએ હંગામો મચાવ્યો હતો અને વતન પહોંચાડવાની જીદ પકડી હતી. મજૂરોના બેકાબૂ ટોળાએ આગજની કરી હતી અને પોલીસ પર પથરાવ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના બાદ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું હતું.
First published:

Tags: Coronavirus, COVID19, Labour, Lockdown, આત્મહત્યા