CM શિવરાજ સિંહ ચૌહાણની જાહેરાત, મધ્ય પ્રદેશમાં 15 જૂન સુધી લાગુ રહેશે Lockdown

News18 Gujarati
Updated: May 30, 2020, 8:46 PM IST
CM શિવરાજ સિંહ ચૌહાણની જાહેરાત, મધ્ય પ્રદેશમાં 15 જૂન સુધી લાગુ રહેશે Lockdown
CM શિવરાજ સિંહ ચૌહાણની જાહેરાત, મધ્ય પ્રદેશમાં 15 જૂન સુધી લાગુ રહેશે Lockdown

ભોપાલ અને ઈન્દોર જેવા મોટા શહેર કોરોનાની લપેટમાં છે, જેથી સરકાર લૉકડાઉન સંપુર્ણ રીતે ખતમ કરવાનું કોઈ રિસ્ક લેવા માંગતી નથી

  • Share this:
ભોપાલ : મધ્ય પ્રદેશમાં લૉકડાઉન (Lockdown)નો સમયગાળો 15 જૂન સુધી વધારી દેવામાં આવશે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે (Shivraj Singh Chauhan) પોતાના એક નિવેદનમાં કહ્યું છે કે હાલની સ્થિતિને જોતા લૉકડાઉન પૂરી રીતે ખોલી શકાય નહી, જેથી સરકારે એ નક્કી કર્યું છે કે લૉકડાઉનનો સમયગાળો 15 જૂન સુધી વધારવામાં આવશે. જોકે તેને લઈને શું ગાઈડલાઈન હશે તે આવતા એક બે દિવસમાં સ્પષ્ટ થશે. લૉકડાઉન 4ની મુદત 31 મે નો રોજ પુરી થઈ રહી છે. તેના પછી આ પ્રશ્ન ઉભો થઈ રહ્યો હતો કે શુ લૉકડાઉનની મુદત વધારવામાં આવશે કે બધુ સામાન્ય રીતે ખોલી દેવામાં આવશે.

આ બધી અટકળોની વચ્ચે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું હવે સ્પષ્ટ કર્યું છે કે મધ્ય પ્રદેશમાં લૉકડાઉન 15 જૂન સુધી વધારી દેવામાં આવશે. મધ્ય પ્રદેશ સરકારે આ નિર્ણય કોરોનાના કેસ સતત વધતા હોવાને કારણે લીધો છે. હજું પણ ભોપાલ અને ઈન્દોર જેવા મોટા શહેર કોરોનાની લપેટમાં છે, જેથી સરકાર લૉકડાઉન સંપુર્ણ રીતે ખતમ કરવાનું કોઈ રિસ્ક લેવા માંગતી નથી.

આ પણ વાંચો - અધ્યયનમાં મોટો ખુલાસો- ભારતમાં 30 એપ્રિલ સુધી 28% કેસમાં ન હતા કોરોનાના લક્ષણ

13 જૂન પછી સ્કુલ ખોલવા પર નિર્ણય

લૉકડાઉનની વચ્ચે બાળકોની સ્કૂલ આખરે ક્યારે ખોલવામાં આવશે, આ પ્રશ્ન પણ મુંઝવતો હતો. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે મીડ ડે મીલ યોજનાની રાશિ ટ્રાન્સફર કરતા સમયે સ્કૂલના બાળકોને સંબોધિત કરતા કહ્યું છે કે પ્રદેશમાં અત્યારે કોરોનાની સ્થિતિને જોતા 13 જૂન પછી સ્કૂલ ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે સરકાર 13 જૂન સુધી રાહ જોશે પછી પરિસ્થિતિ સામાન્ય નહી થાય તો ફરી સ્કૂલ ખોલવાના નિર્ણયને ટાળી પણ શકાય છે.
First published: May 30, 2020, 8:45 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading