નવી દિલ્હી : કોરોના વાયરસ સામે લોકડાઉનના કારણે એક સ્થાનેથી બીજા સ્થાને જવા માટે પ્રતિબંધ લાગ્યો છે. બધી પરિવહનની સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. આ કારણે મહારાષ્ટ્ર્ના એક 26 વર્ષીય મજૂરે પરિવહનનું સાધન ન મળતા નાગપુરથી પોતાના ગામ પહોંચવા માટે 135 કિલોમીટર ચાલીને જવું પડ્યું હતું. મજૂરે આ સફર ભૂખ્યા રહીને ફક્ત પાણીના સહારે પુરી કરી હતી.
એનડીટીવી.કોમના રિપોર્ટ પ્રમાણે નરેન્દ્ર શેલ્કે જે પૂણેમાં એક મજૂર તરીકે કામ કરતો હતો, તેણે લોકડાઉનના કારણે ચંદ્રાપુર જિલ્લામાં પોતાના ગામ પરત ફરવાનો નિર્ણય કર્યો હતો. જેવી તેવી રીતે તેણે પૂણેથી અંતિમ ટ્રેન પકડી નાગપુર પહોંચ્યો હતો. આ પછી સરકાર દ્વારા અવરજવર પર રોક લગાવી દીધી હતી. આ કારણે નાગપુરમાં ફસાઈ ગયો હતો. આ પછી તેની પાછે વિકલ્પ ન હતો તેથી તેણે ચાલીને જવાનું નક્કી કર્યું હતું.
નાગપુર-નાગભિડ રોડ પર તે ચાલી રહ્યો હતો. તે સતત ભોજન વગર અને ફક્ત પાણીના સહારે બે દિવસ ચાલતો રહ્યો હતો. બુધવારે રાત્રે પોલીસની પેટ્રોલિંગ ટીમે શેલ્કેને રોડ પર થાકેલો જોયો હતો. જ્યારે પોલીસે શેલ્કેને અહીં આવવાની અને કર્ફ્યું તોડવાનું કારણ પૂછ્યું તો તેણે બધી વાત કહી હતી. તેણે બતાવ્યું કે તે છેલ્લા 2 દિવસથી સતત ચાલતો રહ્યો છે અને પોતાના ઘરે પહોંચવા માંગે છે.
આ પછી શેલ્કેને ગ્રામીણ હોસ્પિટલ લઈ ગયા હતા અને જ્યાં મેડિકલ ચેકઅપ પછી પોલીસે ભોજન કરાવ્યું હતું. આ પછી ડોક્ટરો દ્વારા રજા આપ્યા પછી પોલીસે તેના માટે ગાડીની વ્યવસ્થા કરી હતી. જેમાં તે પોતાના ગામ પહોંચ્યો હતો. શેલ્કેને 14 દિવસ માટે હોમ કોરોન્ટાઇન કરવામાં આવ્યો છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર