Home /News /national-international /lockdown: મહારાષ્ટ્રે છ રાજ્યોને પોતાના 3.5 લાખ પ્રવાસીયોને પરત લઈ જવા કરી અપીલ

lockdown: મહારાષ્ટ્રે છ રાજ્યોને પોતાના 3.5 લાખ પ્રવાસીયોને પરત લઈ જવા કરી અપીલ

ફાઈલ તસવીર

મહારાષ્ટ્રના મુખ્ય સચિવ અજય મેહતાએ અન્ય રાજ્યોના પ્રમુખોને પોતાના પ્રદેશના લોકોને પરત લઈ જવા માટેની અપીલ કરી છે.

    મુંબઈઃ લોકડાઉન (Lockdown) દરમિયાન નાંદેડ (Nanded)માં ઐતિહાસિક ગુરુદ્વારા હુજુર સાહિબ (Gurudwara Huzur Sahib)માં ફસાયેલા 100 સિખ શ્રદ્ધાળુઓ પહેલી ટુકડી પંજાબ, હરિયાણા અને નવી દિલ્હી પરત પહોંચ્યા બાદ મહારાષ્ટ્રના મુખ્ય સચિવ અજય મેહતાએ અન્ય રાજ્યોના પ્રમુખોને પોતાના પ્રદેશના લોકોને પરત લઈ જવા માટેની અપીલ કરી છે. મહારાષ્ટ્રમાં અત્યારે ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ગુજરાત અને છત્તીસગઢના 3.5 લાખ પ્રવાસીઓ ફસાયેલા છે. મેહતાએ કહ્યું કે મહારાષ્ટ્ર સરકારે બીજા રાજ્યોના લોકોને બોર્ડર સુધી મુકવા જવાની પણ તૈયારી બતાવી હતી.

    શનિવારે હરિયાણા અને હિમાચલ પ્રદેશની સરકારોએ કશ્મીરી કારીગરો અને ઉત્તર પ્રદેશના લોકોને પોતાના રાજ્યોમાં પરત મોકલવામાં આવ્યા છે. પંજાબ, હરિયાણા અને દિલ્હીના કુલ 3800 શ્રદ્ધાળુ લોકડાઉનના જાહેર થયાના એક દિવસ પહેલા 23 માર્ચે નાંદેડ આવ્યા હતા અને ત્યાં ફસાયા હતા.

    આ પણ વાંચોઃ-કોરોના સામે જિંદગી જીતી! સુરતમાં બે માસુમ બાળકોએ કોરોનાને માત આપી આવ્યા ઘરે

    3300 કિમીનું અંતર કાપશે બસો
    પહેલી ટુકડી શુક્રવારે રવાના કરવામાં આવ્યા બાદ પંજાબ સરકારે શનિવારે 80 વધુ બસો મોકલી જે આજે પહોંચવાની સંભાવના છે. આ બસો બાકીના શ્રદ્ધાળુઓને પરત લાવશે. આ બસો 3300 કિલોમીટરનું અંતર કાપીને પરત આવશે. જેમાં ત્રણ ડ્રાઈવર અને અને એક કંડક્ટર અને એક પોલીસકર્મી હાજર હશે.

    આ પણ વાંચોઃ-મુસ્લિમોથી અંતર રાખવું એ યોગ્ય નથી, બધા 130 કરોડ આપણા ભાઈ-બંધુઃ RSS ચીફ મોહન ભાગવત

    રિપોર્ટ પ્રમાણે મેહતાએ અન્ય રાજ્યોના પોતાના સમકક્ષોને કહ્યું છે કે જો તેઓ રાજી હોય તો મહારાષ્ટ્ર સરકાર પ્રવાસીઓને પોતાના રાજ્યથી તેમના રાજ્યની સીમા સુધી મુકી જશે. ત્યાંથી મહારાષ્ટ્રના લોકો ફસાયેલા હોય એમને અન્ય સરકારો રાજ્યની સીમા સુધી છોડે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાની એક રિપોર્ટ પ્રમાણે એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે અજય મેહતાએ આ મુદ્દો કેન્દ્રિય કેબિનેટ સચિવની બેઠકમાં ઉઠાવ્યો હતો.

    આ પણ વાંચોઃ-COVID19 હાહાકાર: દિલ્હીની બાબૂ જગજીવન રામ હોસ્પિટલમાં ડોક્ટર સહિત સ્ટાફના 44 લોકોને કોરોના પોઝિટિવ

    રિપોર્ટ પ્રમાણે સીએમ ઉદ્ધવ ઠાકરે આ મુદ્દો કેન્દ્ર સરકાર અને રાજ્યના પ્રવાસે પહોંચેલી કેન્દ્રીય ટીમ સામે ઉઠાવ્યો હતો. પરંતુ બંને તરફથી અત્યારે કોઈ પ્રકારનો જવાબ આવ્યો નથી. ઉલ્લેખનીય છેકે 15 એપ્રિલ આશરે 1500 પ્રવાસી કારીગરો મુંબઈના બ્રાન્દ્રા સ્ટેશન ઉપર એકઠાં થયા હતા. મજૂરોને એ જાણકારી મળી હતી કે લાંબા અંતરની ટ્રેનો શરુ કરવામાં આવી છે.
    Published by:ankit patel
    First published:

    Tags: Lockdown, મહારાષ્ટ્ર

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन