તામિલનાડુ: કોરોના વિરુદ્ધ DMK સરકાર એક્શનમાં આવી, 14 દિવસના સંપૂર્ણ લૉકડાઉનની જાહેરાત

તામિલનાડુ: કોરોના વિરુદ્ધ DMK સરકાર એક્શનમાં આવી, 14 દિવસના સંપૂર્ણ લૉકડાઉનની જાહેરાત
પ્રતીકાત્મક તસવીર: Shutterstock

Lockdown in Tamil Nadu: રાજ્યમાં 10 મેથી 24મી મે સુધી સંપૂર્ણ લૉકડાઉન લગાવવાનો ડીએમ કે સરકારનો નિર્ણય. રાજ્યમાં કોરોનાના વધી રહેલા કેસને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાયો.

  • Share this:
    ચેન્નાઈ: તામિલનાડુની ડીએમકેની નવી સરકાર (DMK government) કોરોના વાયરસ (Coronavirus) મામલે એક્શનમાં આવી ગઈ છે. શનિવારે રાજ્ય સરકારે 14 દિવસના સંપૂર્ણ લૉકડાઉન (Full lockdown)ની જાહેરાત કરી છે. મહત્ત્વપૂર્ણ છે કે તામિલનાડુમાં એક દિવસ પહેલા જ સંક્રમણના રેકોર્ડ કેસ સામે આવ્યા હતા. આ ઉપરાંત પાડોશી રાજ્યો કેરળ અને કર્ણાટકમાં પણ સંપૂર્ણ લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી છે.

    ગત શુક્રવારે ડીએમકેના પ્રમુખ એમ કે સ્ટાલિને મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. સત્તામાં આવતાની સાથે જ સરકારે કોરોનાને અટકાવવા માટે વિવિધ પ્રતિબંધો મૂકવાની શરૂઆત કરી દીધી છે. રાજ્યમાં 10મી મેથી 24મી મે સુધી સંપૂર્ણ લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યમાં કોરોના સંક્રમિત કેસને ધ્યાનમાં રાખીને સરકારે આવું પગલું ભર્યું છે.



    આ પણ વાંચો: પ્રેમીને જોતા જ Doggy બની જાય છે યુવતી, ચાર પગે કરે છે ઉછળકૂદ, ગળામાં હંમેશા પહેરે છે પટ્ટો!

    કર્ણાટકમાં પ્રતિબંધ

    કર્ણાટકના મુખ્યમંત્રી બી.એસ. યદિયુરપ્પાએ કોવિડ-19ના વધી રહેલા કેસને ધ્યાનમાં રાખીને 24મી મે સુધી લૉકડાઉનની જાહેરાત કરી છે. આ જાહેરાત શુક્રવારે કરવામાં આવી છે. રાજ્યમાં 27મી એપ્રિલથી કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે, જે 12મી મેના રોજ ખતમ થવાનો હતો. હવે 10 મે થી 24મી મે સુધી રાજ્યમાં લૉકડાઉન રહેશે. આ દરમિયાન ખાદ્ય પદાર્શો, દવા, દૂધ, ફળ જેવી આવશ્યક સેવાઓ સવારે છ વાગ્યાથી 10 વાગ્યા સુધી મળી રહેશે.

    આ પણ વાંચો: આસારામની તબિયત વધારે બગડી! મોડી રાત્રે જોધપુર AIIMS ખાતે ખસેડાયા

    દેશમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા ચાર લાખને પાર

    છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના નવા 4 લાખ 1 હજાર 78 કેસ નોંધાયા છે. આ દરમિયાન 4 હજાર 187 દર્દીનાં મોત થયા છે. કેન્દ્રાય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 3 લાખ 18 હજાર 609 દર્દી સાજા થયા છે. નવા આંકડાને જોડતા દેશમાં કોરોના સંક્રમણના કુલ કેસ 2 કરોડ 18 લાખ 92 હજાર 676 થયા છે. મોતનો આંકડો 2.38 લાખને પાર થઈ ગયો છે.

    આ પણ વાંચો: PHOTOS: લગ્ન કરવા જઈ રહેલો દુલ્હો પહોંચી ગયો હૉસ્પિટલ, જાનૈયા હોમ ક્વૉરન્ટીન

    દેશમાં 24 કલાકમાં રેકોર્ડ મોત

    દેશમાં કોરોનાની બીજી લહેરનું તાંડવ ચાલી રહ્યું છે. દેશમાં દરરોજ નવા કેસ અને મોતનો આંકડો વધી રહ્યો છે. 25 દિવસ પહેલા જ્યારે કોરોનાથી દેશમાં એક હજાર મોત થઈ રહ્યા હતા ત્યારે હવે એક જ દિવસમાં ચાર હજારથી વધારે મોત નોંધાઈ રહ્યા છે. આ પહેલા 13 એપ્રિલના રોજ મોતનો આંકડો એક હજારને પાર થયો હતો. જે બાદમાં 20 એપ્રિલના રોજ બે હજારથી વધારે મોત નોંધાયા હતા. 27 એપ્રિલના રોજ આ આંકડો ત્રણ હજારને પાર થયો હતો. જેના 10 જ દિવસની અંદર મોતનો આંકડો ચાર હજારને પાર થઈ ગયો છે.
    Published by:Vinod Zankhaliya
    First published:May 08, 2021, 11:00 am

    ટૉપ ન્યૂઝ