પટનાઃ બિહારમાં ચાલી રહેલા કોરોના સંકટની વચ્ચે સરકારે 6 સપ્ટેમ્બર સુધી લૉકડાઉન (Bihar Lockdown) ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. સોમવારે બિહાર સરકારના ક્રાઇસિસ ગ્રુપ મેનેજમેન્ટ કમિટીની મીટિંગ બાદ આ નિર્ણય લેવાયો. ગૃહ વિભાગના એડિશિનલ ચીફ સેક્રેટરી આમિર સુબહાનીએ તેની જાણકારી આપતાં કહ્યું કે, રાજ્યમાં 6 સપ્ટેમ્બર સુધી લૉકડાઉન લાગુ રહેશે. તેઓએ એમ પણ જણાવ્યું કે, આ વખતે પણ ધાર્મિક સ્થળો બંધ રહેશે.
પહેલાની જેમ લાગુ રહેશે પ્રતિબંધ
કન્ટેનમેન્ટ ઝોનમાં કડકાઈથી પાલનની સાથે હાલ લૉકડાઉનને ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એડિશિનલ ચીફ સેક્રેટરીએ વધુમાં જણાવ્યું કે, અગાઉના આદેશમાં જે ઉપાય કરવામાં આવ્યા હતા તે આ વખતે પણ ચાલુ રહેશે. તેને લઈને બિહાર સરકારના ગૃહ વિભાગ તરફથી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
6 સપ્ટેમ્બર સુધી બિહારમાં કેટલીક શરતોની સાથે દુકાન અને બજાર ખોલવામાં આવશે. બજારને ખુલવાનો સમય સવારે 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી હશે. ગૃહ વિભાગે લૉકડાઉન સંબંધિત આદેશ જાહેર કરી દીધા છે. પહેલાની જેમ આ વખતે પણ લૉકડાઉનમાં શોપિંગ મૉલથી લઈને ધાર્મિક સ્થળો પણ નહીં ખુલે.
રેસ્ટોરાંમાં માત્ર હોમ ડિલિવરીની જ સુવિધા મળશે. બિહારના તમામ જિલ્લાઓમાં ઓફિસો માત્ર 50 કર્મચારીઓ સાથે કાર્યરત રહેશે. જોકે, જરૂરી સેવાઓ માટેની ઓફિસોને તેમાંથી મુક્ત રાખવામાં આવી છે. આ ઉપરાંત બિહાર રાજ્યમાં બસોનું પરિવહન નહીં થાય.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર