લોકડાઉન ડાયરી: 5 મહિનાના ભ્રૂણને હાથમાં લઈને આખી રાત રોતા રહ્યા પતિ-પત્ની, ડોક્ટરોનું ન પીગળ્યું હૃદય

લોકડાઉન ડાયરી: 5 મહિનાના ભ્રૂણને હાથમાં લઈને આખી રાત રોતા રહ્યા પતિ-પત્ની, ડોક્ટરોનું ન પીગળ્યું હૃદય
પ્રતિકાત્મક તસવીર

કોરોના અને લોકડાઉન સમયમાં લોકોને ખૂબ જ દર્દનાક અને ડરામણા અનુભવ થઈ રહ્યા છે. એટલું જ નહીં આ સંકટના સમયે માનવતા, કર્તવ્ય, માનવતા અને દયા નામ માત્રમાં જ રહી છે. દરોજ ઘટનાઓ ઉપર સમાજનો ક્રૂર ચહેરો ઉજાગર કરી રહ્યા છે.

 • Share this:
  નવી દિલ્હીઃ કોરોના (Covid 19) અને લોકડાઉન (Lockdown) સમયમાં લોકોને ખૂબ જ દર્દનાક અને ડરામણા અનુભવ થઈ રહ્યા છે. એટલું જ નહીં આ સંકટના સમયે માનવતા, કર્તવ્ય, માનવતા અને દયા નામ માત્રમાં જ રહી છે. દરોજ ઘટનાઓ ઉપર સમાજનો ક્રૂર ચહેરો ઉજાગર કરી રહ્યા છે. મથુરા જિલ્લાના વૃન્દાવનમાં ભુક્તભોગી પિતા ગિરધારી દાસએ પોતાની આપવીતી સંભળાવી હતી.

  પાંચ મહિનાની ગર્ભવતી પત્ની, આવી રીતે શરુ થઈ મુશ્કેલીઓ


  તેમણે પોતાની આપવીતી સંભળાવતા કહ્યું હતું કે, મારી પત્ની પાંચ મહિનાની ગર્ભવતી છે. જાન્યુઆરીથી તે તેની સારવાર ડિસ્ટ્રિક્ટ કમ્બાઈન્ડ હોસ્પિટલ વૃંદાવનમાં ચાલી રહી હતી. કોરોનાના કારણે કેટલાક દિવસો પહેલા સીલ થયેલી આ હોસ્પિટલને 13 મે ફરીથી ખોલવામાં આવી હતી. તેની પત્નીનું એકપણ અસ્ટ્રાસાઉન્ડ થયો ન હતો. અને ટીટીનું ઈન્જેક્શન પણ લગાવવામાં આવ્યું ન હતું.

  આ પણ વાંચોઃ-માસ્કમાં ફેશન! સુરતના યુવક મંડળે મોદી ફોટો, સ્લોગનો અને મેચિંગ માસ્ક બનાવ્યા, 25 લાખ માસ્ક મફત આપશે

  પત્નીને કમરમાં ભારે દુઃખાવો થયો હતો. જેના પગલે પત્નીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. 13 મેંના દિવસે ડોક્ટરોએ મારી પત્નીને દૂરથી જ જોઈ હતી. અને કહ્યું અલ્ટ્રાસાઉન્ડ 14 તારીખે થશે. અને દુઃખાવા વચ્ચે ડોક્ટરે ગેસની ગોળીઓ પણ આપી હતી. અને દુઃખાવો બંધ થઈ જશે પ્રેગ્નેસીમાં આવું થાય એમ કહ્યું હતું.

  આ પણ વાંચોઃ-બેદરકારી ભારે પડી! સાત દિવસ પહેલા કોરોનાને મ્હાત આપીને ઘરે આવેલી યુવતી ફરી થઈ પોઝિટિવ

  ચેરિટેબલ હોસ્પિટલમાં ચાર કલાક ખુર્શીમાં તડપતી રહી પત્ની, નીકળતું રહ્યું લોહી
  લોકડાઉનમાં મોટાભાગના ખાનગી ક્લિનિક બંધ હતા. અને હોસ્પિટલ ખૂબ જ દૂર હતી. પત્ની અને ઘરડી માતાને સ્કૂટર ઉપર બેસાડીને નજીકની ચેરીટેબલ હોસ્પિટલમાં લઈ ગયો હતો. મેં પૈસા આપીને ઈમરજન્સીની પાવતી ફડાવી અને પત્નીની સમસ્યા વર્ણવી પરંતુ ડોક્ટરોના બદલે નર્સ હતી. તેણે પત્નીને ત્યાં જ ખુરશી ઉપર બેસાડી અને મને બ્લડનું સેમ્પલ લેબમાં આપવા માટે કહ્યું હતું.

  આ પણ વાંચોઃ-આગામી ત્રણ મહિના સુધી લોનની EMI ઉપર છૂટ મેળવવા શું કરવું પડશે? જામો તમામ માહિતી

  મારી પત્ની દુઃખાવાથી કણસતી હતી. બ્લિડિંગથી કપડાં પણ ખરાબ થયા હતા. મેં નર્સને વિનંતી કરીને કહ્યું કે રિપોર્ટ આવી જશે પરંતુ પત્નીની સારવાર ચાલું કરો. ત્યારે પત્નીનો અસ્ટ્રાસાઉન્ડ કરાવી લાવવા માટે કહ્યું હતું. મેં તેમને જણાવ્યું કે લોકડાઉનમાં ક્યાંય પણ અલ્ટ્રા સાઉન્ડ નથી થતું. જો તમને ખબર હોય તો જણાવો હું ત્યાં લઈ જઉં. ત્યારે તેણે કહ્યું કે એ બધું ખબર નથી પરંતુ તમે અસ્ટ્રાસાઉન્ટ કરાવી લાઓ.

  હું અલ્ટ્રાસાઉન્ડ માટે આમ-તેમ ભટકતો રહ્યો હતો. બપોરના ત્રણ વાગ્યાથી સાંજના 6 વાગ્યે મારી પત્નીનું લોહી વહીને ખુરશીથી નીચે તળિયે ફેલાવવા લાગ્યું હતું. માતા રડવા લાગી, પત્ની દુઃખાવાથી તડપતી હતી. હું ક્યારેક રિપોર્ટ તો ક્યારેક નર્સને બોલાવતો રહ્યો હતો.

  અડધો કલાક સુધી વોશરૂમમાં ભ્રૂણને હાથમાં લઈને મદદ માંગતી રહી માતા
  હોસ્પિટલમાં મહિલા સાથે મહિલા જ રહે છે એટલા માટે પોણા સાત વાગ્યાની આસપાસ મારી માતા પત્નીને વોશરૂમ માટે લઈ ગઈ હતી. આખું ભોયતળિયું લોહી લોહી થઈ ગયું હતું. ભારે દુઃખાવા સાથે પાંચ મહિનાનું ભ્રૂણ બહાર આવી ગયું હતું. મારી પત્ની ખોળામાં લઈને બેઠી રહી. અડધો કલાક સુધી આવી જ હાલત રહી હતી. હું ગુસ્સે ભરાયો અને આજીજી પણ કરી ત્યારે નર્સોએ રિપોર્ટ મંગાવી અને પત્ની પાસેથી ભ્રૂણને લઈને ટ્રેમાં મુક્યું અને પત્નીની સારવાર કરવા માટે રાજી થયા હતા.

  ખુલ્લી ટ્રેમાં રાખ્યું બાળક, રાતના સાડા 10 વાગ્યે બોલ્યા ગમે ત્યાં લઈ જાઓ
  અમને પ્રાઈવેટ રૂમ આપ્યો હતો. માતા બીમાર હતી એટલે ઘરે મોકલી દીધી હતી. પ્તનીને ડ્રિપ લગાવી હતી. રાત્રે સાડા 10 વાગ્યે નર્સે મને કહ્યું કે બાળકના ભ્રૂણને ડિસ્પોઝ ઓફ કરવા માટે ગમે ત્યારે બહાર લઈ જઈ જાઓ. મેં કહ્યું આ સમયે હું પત્નીને છોડીને ન જઈ શકું. તમે હોસ્પિટલમાં જ રાખો હું સવારે લઈ જઈશ. તેમણે કહ્યું કે અત્યારે લઈ જાઓ.

  15 મેના દિવસે પત્નીને હોસ્પિટલમાંથી રજા આપી હતી. અને 10 હજારનું કુલ બિલ હાથમાં પકડાવ્યું હતું. ત્યાંથી પરત ફર્યા પછી મેં પોતાની આપવીતી સોશિયલ મીડિયા ઉપર શેર કરી હતી. અનેક લોકોએ મારી હિંમત વધારી હતી.
  First published:May 22, 2020, 18:16 pm

  टॉप स्टोरीज