China Lockdown : ઓછા કેસ છતાં શાંધાઇમાં લોકડાઉન, કરિયાણું લેવા માટે લોકોની પડાપડી
ચીનમાં લોકડાઉનથી અર્થતંત્રને નુક્સાન
China lockdown Shanghai: રાજ્ય મીડિયા દ્વારા ડ્રોન ફૂટેજ દર્શાવે છે કે શાંઘાઈના મોટાભાગના રસ્તાઓ સુમસાન બન્યા છે. રસ્તા પર માત્ર પરવાનગી મેળવેલ વાહનોને જ ચાલવાની મંજૂરી છે. જાહેર પરિવહન બંધ કરી દેવામાં આવ્યું છે. હોંગપુના રહેવાસીઓ પોતપોતાના એપાર્ટમેન્ટમાં ફસાયેલા છે. જોકે, કેટલાક બાળકો એપાર્ટમેન્ટની નીચે રમતા જોવા મળ્યા છે.
કોરોના મહામારીને આવ્યાને ત્રણ વર્ષથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ આ વાયરસ હજી પણ તબાહી મચાવી રહ્યો છે આજકાલ કોવિડ-19ના BA-2 પ્રકારે ઘણા દેશોમાં હલચલ મચાવી છે. ચીન પણ આમાંથી એક છે, જ્યાં કોરોના સંક્રમણની ઝડપ આગની જેમ વધવા લાગી છે. જો કે કોરોનાની શરૂઆત ચીનમાં જ ફેલાઈને થઇ હતી, પરંતુ હવે તે ચીનમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. ચીને કોરોનાને નિયંત્રિત કરવા માટે તાનાશાહી શાસનની જેમ સખત લોકડાઉન લાગુ કર્યું છે, જેના કારણે લાખો લોકો તેમના ઘરોમાં કેદ થઈ ગયા છે. લોકડાઉન લાદવામાં આવ્યું તે પહેલાં, લોકો વચ્ચે કરિયાણું ભરવા માટે પડાપડી જોવા મળી હતી.
ચીને વ્યાપારી રાજધાની શાંઘાઈને સંપૂર્ણપણે બંધ કરી દીધી છે. શૂન્ય કોવિડના લક્ષ્યને હાંસલ કરવા માટે, ચીન બે તબક્કામાં નિયંત્રણો લાદી રહ્યું છે, જેમાંથી આ પહેલો તબક્કો છે. શાંઘાઈ શહેરમાં એસિમ્પટમેટિક કોરોનાના 4381 કેસ નોંધાયા છે, જ્યારે લક્ષણોવાળા 96 કેસ નોંધાયા છે. જો દુનિયાભરના આંકડાઓ પર નજર કરીએ તો, કોરોના સંક્રમણ માટે આ બહુ જ નજીવો આંકડો છે, પરંતુ ચીને એટલું મોટું પગલું ભર્યું છે કે શાંઘાઈના 26 કરોડ લોકો તેમના ઘરોમાં કેદ થઈ ગયા છે.
રસ્તાઓ પર અવરજવર સંપૂર્ણપણે મર્યાદિત કરવામાં આવી છે. રસ્તાઓ સુમસાન થયા છે. લોકો એપાર્ટમેન્ટ અને બારીઓમાંથી ડોકિયું કરી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અહીં Omicron ના BA.2 વેરિઅન્ટનો પ્રકોપ છે. જોકે, વિદેશી નિષ્ણાતોનું કહેવું છે કે વિશ્વનો અનુભવ દર્શાવે છે કે BA.2 માટે લોકડાઉનનું કોઈ મહત્વ નથી. આમ છતાં ચીને શાંઘાઈ શહેરને સંપૂર્ણપણે બંધ કરી દીધું છે.
રાજ્ય મીડિયા દ્વારા ડ્રોન ફૂટેજ દર્શાવે છે કે શાંઘાઈના મોટાભાગના રસ્તાઓ નિર્જન છે. રસ્તા પર માત્ર પરવાનગી મેળવેલ વાહનોને જ ચાલવાની મંજૂરી છે. જાહેર પરિવહન બંધ કરી દેવામાં આવ્યું છે. હોંગપુના રહેવાસીઓ પોતપોતાના એપાર્ટમેન્ટમાં ફસાયેલા છે. જોકે, કેટલાક બાળકો એપાર્ટમેન્ટની નીચે રમતા જોવા મળ્યા છે. જ્યારે 28 માર્ચે અચાનક લોકડાઉનની જાહેરાત કરવામાં આવી ત્યારે એક ગીત લોકોમાં ખૂબ જ લોકપ્રિય બન્યું હતું. આ ગીતનો સાર એ છે કે પહેલા કરિયાણાની દુકાન પર જાઓ અને પછી કોવિડ ટેસ્ટ કરાવો. ચીનના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ ગીત ખૂબ જોવામાં આવી રહ્યું છે.
લોકડાઉન એટલું કડક છે કે ચીનની વોલ સ્ટ્રીટ કહેવાતા લુજિયાઝુઈ શહેરમાં કર્મચારીઓએ પોતાની ઓફિસમાં પથારીઓ બનાવી દીધી છે. ગયા વર્ષે અહીંથી $292 ટ્રિલિયનનો વેપાર થયો હતો. તેથી ચીનની અર્થવ્યવસ્થા પર મોટી અસર થવાની સંભાવના છે. રિપોર્ટ અનુસાર, ચીનમાં કોવિડ લોકડાઉનને કારણે દર મહિને $46 બિલિયનનું નુકસાન થઈ રહ્યું છે. આ ચીનના જીડીપીના લગભગ 3.1 ટકા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર