Lockdown 4.0: કેન્દ્ર સરકારે જાહેર કરી નવી ગાઈડલાઈન્સ, કાલથી આ કામોમાં મળશે છૂટ

News18 Gujarati
Updated: May 17, 2020, 8:01 PM IST
Lockdown 4.0: કેન્દ્ર સરકારે જાહેર કરી નવી ગાઈડલાઈન્સ, કાલથી આ કામોમાં મળશે છૂટ
લોકડાઉનની તસવીર

કોરોના વાયરસના કારણે લાગૂ રાષ્ટ્રવ્યાપી લોકડાઉનનો ચોથો તબક્કો સોમવારથી શરૂ થશે. આમાં લોકોને વધારે છૂટ અને રાહત મળશે.

  • Share this:
નવી દિલ્હીઃ દેશભરમાં કોવિડ-19 (Covid-19)ને ધ્યાનમાં રાખીને લોકડાઉન 3.0ની મુદ્દત 17 મે એટલે કે આજે પૂરી થઈ રહી છે. આ પહેલા ગૃહ મંત્રાલયે (Home Ministry) લોકડાઉન 4.0 (Lockdown 4.0)ને ધ્યાનમાં રાખીને નવી ગાઈડલાઈન્સ જાહેર કરી છે. કોરોના વાયરસના કારણે લાગૂ રાષ્ટ્રવ્યાપી લોકડાઉનનો ચોથો તબક્કો સોમવારથી શરૂ થશે. આમાં લોકોને વધારે છૂટ અને રાહત મળશે. દેશમાં બધા જ ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય વિમાન યાત્રાઓ બંધ રહેશે. જોકે, સ્થાનિક મેડિકલ સેવાઓ, ઘરેલૂ એર એમ્બ્યુલન્સને છૂટ આપવામાં આવી છે.

આ કામો ઉપર રહેશે પ્રતિબંધ
-મેટ્રો રેલવે સેવાઓ ઉપર પ્રતિબંધ ચાલુ્ં રહેશે

- સ્કૂલ, કોલેજ, બધા પ્રકારની શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે, ઓનલાઈન અભ્યાસ ઉપર રોક નથી

આ પણ વાંચોઃ-ધો- 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર! Jee, Neet, Gujce પરીક્ષાઓનું ઘરે બેઠા માર્ગદર્શન મળશે

- હોટલ, રેસ્ટોરન્ટ, સિનેમા હોલ, શોપિંગ મોલ્સ, જિમ, સ્વિમિંગ પૂલ, મનોરંજન પાર્ક, થિયેટર, બાર અને ઓડિટોરિયમ બંધ રહેશે.- બધા સામાજિક, રાજકિય, રમત, મનોરંજન, શૈક્ષણિક, સાસ્કૃતિક, ધાર્મિક આયોજન ઉપર સંપૂર્ણપણે પ્રતિબંધ રહેશે
- બદા સાર્વજનિક, ધાર્મકિ સ્થાન બંધ રહેશે, ધાર્મિક બેઠકો ઉપર સંપૂર્ણ પણે પ્રતિબંધ

આ પણ વાંચોઃ-ચાર સપ્તાહમાં સૌથી મોટું રોકાણ! Jio પ્લેટફોર્મમાં રૂ.6598.38 કરોડનું રોકણ કરશે જનરલ એટલાન્ટિક

- કન્ટેઈનમેન્ટ ઝોનમાં કડકાઈ વર્તવી રહેશે, માત્ર જરૂરી સામાનોની દુકાનો જ ખુલશે, ઈ-કોમર્સ થકી જરૂરી સામાન જ મંગાવી શકાશે

કન્ટેઈનમેન્ટ ઝોન સિવાય બાકીની જગ્યાઓ ઉપર શરૂ થશે આ ગતિવિધિઓ

1- યાત્રી ગાડીઓ અને બસોથી અંતરરાજ્યીય યાત્રા, જોકે, આ અંગે રાજ્યોની મંજૂરી હોવી જરૂરી છે
2- રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશનું રાજ્યોની અંદર ટ્રાન્સ્પોર્ટ શરૂ થશે
3- લોકોની ગતિવિધિઓ માટે નક્કી કરાયેલા સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીઝર (SOP) અંતર્ગત ગતિવિધિઓ
First published: May 17, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading