નવી દિલ્હી : દેશમાં કોરોના વાયરસ સંક્રમણના મામલાની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં દેશમાં કોવિડ-19ના 90927 મામલા સામે આવી ચુક્યા છે. સાથે 2872 લોકોના મોત થઈ ચુક્યા છે. આ બધા વચ્ચે 31 મે સુધી લોકડાઉન વધારવાની જાહેરાત કરવામાં આવી છે. આ લોકડાઉનો ચોથો તબક્કો છે. કેન્દ્ર સરકારે જાહેર કરેલી ગાઈડ લાઈન્સ પર એક નજર
1 - સાંજે 7થી સવારે સાત વાગ્યા સુધી જરૂરી સેવા સાથે જોડાયેલા વ્યક્તિ સિવાયના લોકોની અવર-જવર પર પૂર્ણ પ્રતિબંધ
2 - નવા દિશાનિર્દેશ હેઠળ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ હવે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા માપદંડોને ધ્યાનમાં રાખી કોવિડ-19ને કન્ટેનમેન્ટ ઝોન, બફર ઝોન, રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોનનું નિર્ધારણ કરી શકશે. આ ઝોન એક જિલ્લા અથવા નગર નિગમ/નગર પાલિકા અથવા પંચાયતો જેવા અલગ-અલગ હોઈ શકે છે. આ જવાબદારી રાજ્ય સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશની સરકાર જાતે નક્કી કરશે.
3 - રેડ અને ઓરેન્જ ઝોનની અંદર જિલ્લા તંત્ર-સ્થાનિક શહેરી વિભાગ દ્વારા સ્થાનિક સ્તર પર ટેકનિકલ જાણકારી સાથે અને સ્વાસ્થ્ય મંત્રાલયના દિશા-નિર્દેશોને ધ્યાનમાં રાખી પ્રતિબંધ અને છૂટ માટે ઝોન નક્કી કરવામાં આવશે. કન્ટેનમેન્ટ ઝોનની અંદર સખત નિયમો સાથે પ્રતિબંધો ચાલુ રહેશે. કન્ટેનમેન્ટ ઝોનમાં મેડિકલ ઈમરજન્સી સેવાઓ અને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ સિવાય કોઈ પણ પ્રકારની મંજૂરી આપવામાં આવશે નહીં. લોકડાઉન દરમિયાન ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય ઉડાન બંધ રહેશે.
4 - કન્ટેનમેન્ટ ઝોનની બહાર ચારે બાજુ બફર ઝોન રહેશે. અહીં કોવિડ-19ના નવા મામલે સામે આવવાની આશંકા વધારે રહે છે. અહીં વધારે સાવધાની રાખવાનું કહેવામાં આવ્યું છે.
5 - મેટ્રો રેલ સેવા બંધ રહેશે
6 - પૂરા દેશમાં 31 મે સુધી સ્કૂલો, કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓ પર પ્રતિબંધ રહેશે. જોકે, સરકારે ઓનલાઈન અભ્યાસને મંજૂરી આપી છે. તેને પ્રોત્સાહિત પણ કરવામાં આવશે.
7. હોટલ, રેસ્ટોરન્ટ અને અન્ હોસ્પિટેલિટી સેવાઓ પૂરી રીતે બંધ રહેશે. તેમાં સ્વાસ્થ્ય કર્મીઓ, પોલીસ, સરકારી ઓફિસરો, બીજા શહેરોમાં ફસાયેલા યાત્રિકો અને ક્વોરન્ટાઈન સેન્ટર માટે લેવામાં આવેલી ઈમારતો માટે ખોલવાની છૂટ આપવામાં આવશે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર