Home /News /national-international /

Lockdown 4.0 : સમગ્ર દેશમાં 31મી મે સુધી લૉકડાઉન લંબાવાઈ શકે છે, સત્તાવાર જાહેરાત બાકી

Lockdown 4.0 : સમગ્ર દેશમાં 31મી મે સુધી લૉકડાઉન લંબાવાઈ શકે છે, સત્તાવાર જાહેરાત બાકી

જાણીતા વિષાણુ વૈજ્ઞાનિક શાહિદ જમીલ (Shahid Jameel )નું માનવું છે કે ભારતમાં હવે દેશવ્યાપી લોકડાઉનથી કોરોના વાયરસ (Coronavirus)થી છૂટકારો મળેવવામાં મદદ નથી મળે. તેમણે કહ્યું કે આના કરતા સામુદાયિક સ્તર પર તેને રોકવા માટે પગલા લેવા તથા ક્વારંટાઇન જેવી રણનીતિ અપનાવવાની અવશ્યકતા છે. સાયન્સ અને ટેકનોલોજી માટે શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કારથી સન્માનિત શાહિદ જમીલે આ વાત પર જોર આપ્યું છે કે કોરોના વાયરસથી ખરાબ રીતે પ્રભાવિત ક્ષેત્રો (હોટસ્પોટ)ની ભાળ મેળવીને તેને વ્યાપક સ્તર પર તપાસ કરાવો અને આવા વિસ્તારનું પૃથ્થકરણ પણ કરો.

લૉકડાઉન 3ના અંતિમ દિને ભારત સરકાર તરફથી સત્તાવાર જાહેરાતની જોવાતી રાહ, સૂત્રોના જણાવ્યા મુજબ નવી ગાઇડલાઇન્સ તૈયાર

    અમદાવાદ : દેશમાં કોરોના વાયરસના સંક્રમણને પગલે લાગુ ત્રણ તબક્કાના લૉકડાઉનના અંતિમ દિને આજે ભારત સરકારે લૉકડાઉન 4.0ને લાગુ કરી શકે છે. સમગ્ર દેશમાં આગામી 31મી મે સુધી લૉકડાઉન 4.0 લાગુ થાય તેવા સંજોગો છે. વડાપ્રધાન મોદીએ જેમ જણાવ્યું હતું તેમ આ લૉકડાઉન નવા રંગરૂપ સાથેનું હશે. દેશના ગૃહ મંત્રાલય દ્વારા આ લૉકડાઉનમાં કઈ કઈ બાબતોને છૂટ આપવામાં આવશે તેના વિશેની માહિતી આપવામાં આવશે. દરમિયાન દેશમાં લૉકડાઉન લાગુ થાય તે પહેલાં જ પંજાબ અને મહારાષ્ટ્ર તેમજ તમિલનાડુએ રાજ્ય સ્તર પર 31મી મે સુધી લૉકડાઉન લંબાવી દીધું છે.

    એર ઇન્ડિયાની સ્પષ્ટતા હજુ ડોમેસ્ટિક ફ્લાઇટ ઉડાનનો નિર્ણય નથી લેવાયો

    દરમિયાન એર ઇન્ડિયા દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે હજુ સુધી ડોમેસ્ટીક ફ્લાઇટ્સની ઉડાનો અંગે કોઈ નિર્ણય લેવાયો નથી ન તો બૂકિંગ શરૂ કરવામાં આવ્યા  છે. ભારત સરકારની નવી ગાઇડલાઇનો બાદ નિર્ણય જાહેર કરવામાં આવશે. હાલમાં વૉટ્સએપમાં વહેતા થયેલા સંદેશાઓ ખોટા છે અને તેને તથ્યો સાથે લેવાદેવા નથી.

    કેટલું અલગ હશે લોકડાઉન 4.0

    - લોકડાઉન 4.0 ને લઈ ચર્ચા છે કે 19મે બાદ ડોમેસ્ટિક ફ્લાઈટ્સ ફરી શરૂ થઈ શકે છે. જોકે, પસંદગીના રૂટ્સ પર જ ફ્લાઈટ શરૂ તશે. જોકે, કેટલાક રાજ્યો દ્વારા ફ્લાઈટ્સ શરૂ કરવાનો વિરોધ નોંધવામાં આવી રહ્યો છે.

    ઓટો રિક્શા અને કેબ એગ્રીગેટરોને શરતો સાથે મંજૂરી આપવામાં આવી શકે છે. તેમને બે યાત્રી બેસાડવાની મંજૂરી મળી શકે છે. ઓટો રિક્શામાં એક વ્યક્તિ બેસાડવાની મંજૂરી મળી શકે છે.

    - લોકડાઉન 3.0માં શ્રમિક સ્પેશ્યલ સહિત કેટલીક ટ્રેનો ચલાવવામાં આવી રહી છે. પરંતુ લોકડાઉન 4માં એ નક્કી છે કે, રેગ્યુલર ટ્રેનો ચાલુ નહીં થાય.

    - લોકડાઉન 4.0માં રેસ્ટોરન્ટ અને કપડાઓની દુકાનો કેટલીક શરતો સાથે ખોલવાની મંજૂરી આપવામાં આવી શકે છે.- નાના દુકાનદારો અને બિઝનેસમેનોને છૂટ આપવાની વાત કરવામાં આવી છે. જેથી ડિમાન્ડ અને સપ્લાયની ચેન ફરી શરૂ થઈ શકે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Breaking News, Coronavirus, Lockdown 4.0, ભારત

    આગામી સમાચાર