Lockdown 4.0: 12 રાજ્યોના 30 શહેરોમાં લાગુ રહેશે સખ્ત લૉકડાઉન! ગુજરાતના 3 શહેર

જાણીતા વિષાણુ વૈજ્ઞાનિક શાહિદ જમીલ (Shahid Jameel )નું માનવું છે કે ભારતમાં હવે દેશવ્યાપી લોકડાઉનથી કોરોના વાયરસ (Coronavirus)થી છૂટકારો મળેવવામાં મદદ નથી મળે. તેમણે કહ્યું કે આના કરતા સામુદાયિક સ્તર પર તેને રોકવા માટે પગલા લેવા તથા ક્વારંટાઇન જેવી રણનીતિ અપનાવવાની અવશ્યકતા છે. સાયન્સ અને ટેકનોલોજી માટે શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કારથી સન્માનિત શાહિદ જમીલે આ વાત પર જોર આપ્યું છે કે કોરોના વાયરસથી ખરાબ રીતે પ્રભાવિત ક્ષેત્રો (હોટસ્પોટ)ની ભાળ મેળવીને તેને વ્યાપક સ્તર પર તપાસ કરાવો અને આવા વિસ્તારનું પૃથ્થકરણ પણ કરો.

કોરોનાનો હાહાકારઃ અમદાવાદ, સુરત અને વડોદરામાં લૉકડાઉન 4.0નું સખ્તાઈથી થશે પાલન

 • Share this:
  નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસ (Coronavirus)થી સંક્રમિત દર્દીઓની સંખ્યા 90 હજારને પાર થઈ ગઈ છે. સ્થિતિ એવી છે કે છેલ્લા કેટલાક દિવસોથી દરરોજ કોરોના ના 3000 નવા કેસ સામે આવી રહ્યા છે. કોરોના વાયરસના (COVID-19) સંક્રમણથી બચવા માટે દેશભરમાં લગાવવામાં આવેલા લૉકડાઉન (Lockdown)નું ત્રીજું ચરણ આજે ખતમ થઈ રહ્યું છે. લૉકડાઉનનું ત્રીજું ચરણ ખતમ થતાં પહેલા સ્વાસ્થ્ય મંત્રાલય ના વરિષ્ઠ અધિકારીઓ અને જિલ્લાધિકારીઓની સાથે શનિવારે એક સમીક્ષા બેઠક કરી. બેઠકમાં લૉકડાઉન 4.0ને લઈ ચર્ચા કરવામાં આવી. મળતી માહિતી મુજબ બેઠકમાં 30 જિલ્લા અને નગરપાલિકા વિસ્તારમાં કોઈ રાહત ન આપવાની વાત કહેવામાં આવી છે.

  સૂત્રો મુજબ, સ્વાસ્થ્ય મંત્રાલયની સમીક્ષા બેઠકમાં આ 30 જિલ્લાઓને લઈને વિશેષ દિશા-નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે અને આ જિલ્લાઓમાં કોઈ પ્રકારની છૂટ નહીં આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, સરકાર તરફથી લૉકડાઉનના ચોથા ચરણમાં જ્યાં કેટલાક જિલ્લાઓને છૂટ આપવામાં આવી શકે છે તો બીજી તરફ કોરોના હોટસ્પોટ વિસ્તારોમાં પણ વધુ સખ્ત અમલ કરવામાં આવશે. સરકાર તરફથી જે દિશા-નિર્દેશ આપવામાં આવ્યા છે તેમાં વધુ સંક્રમણવાળા વિસ્તારોમાં આ મહામારીને રોકવા માટે લૉકડાઉનનું સખ્તાઈથી પાલન કરાવવામાં આવશે.

  સરકારે જે 30 વિસ્તારોને પસંદ કર્યા છે તેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, તેલંગાના, ઓડિશા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને પંજાબના જિલ્લાઓનો સમાવેશ થાય છે. બેઠકમાં કોરોનાની હાલની સ્થિતિ વિશે પણ માહિતી આપવામાં આવી છે જેમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા, ઘાતક દર, બેગણો દર અને કોરોના ટેસ્ટ વિશે પણ જણાવવામાં આવ્યું છે.

  આ 30 જિલ્લા/શહેરોમાં છૂટ નહીં આપવામાં આવે

  મહારાષ્ટ્રઃ મુંબઈ, નાસિક, ઔરંગાબાદ, થાણે, પાલઘર, સોલાપુર અને પુણે
  ગુજરાતઃ અમદાવાદ, સુરત અને વડોદરા
  મધ્ય પ્રદેશઃ ભોપાલ અને ઈન્દોર
  આંધ્ર પ્રદેશઃ કુરનુલ
  તમિલનાડુઃ વિલ્લપુરમ, ચેંગલપટ્ટૂ, કુડ્ડાલોર, અરિયાલુર, ગ્રેટર ચેન્નઈ અને તિરુવલ્લૂર
  રાજસ્થાનઃ જયપુર, જોધપુર, ઉદયપુર
  દિલ્હીઃ મોટાભાગના વિસ્તાર
  ઓડિશાઃ બરહમપુર
  પશ્ચિમ બંગાળઃ હાવડા અને કોલકાતા
  તેલંગાનાઃ ગ્રેટર હૈદરાબાદ
  પંજાબઃ અમૃતસર
  ઉત્તર પ્રદેશઃ આગ્રા અને મેરઠ

  ધો. 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જોવા અહીં કરો ક્લિક

  આ પણ વાંચો, કોરોના વોરિયર્સને રિલાયન્સની સલામ, નીતા અંબાણીએ કહ્યું, ‘આપણે સાથે મળી લડાઈ જીતીશું’


  ઉલ્લેખનીય છે કે, દેશમાં કોરોના વાયરસનાં કુલ કેસ 90,000ની પાર થયા છે. શનિવાર સવારે 8 કલાકથી રવિવારે સવારે 8 કલાક સુધીમાં 4987 નવા મામલા સામે આવ્યાં છે. અત્યાર સુધી સૌથી વધુ મામલા આ 24 કલાકમાં સામે આવ્યાં છે. કોરોનાનાં દર્દીઓની સંખ્યામાં ગુજરાત દેશનું બીજા નંબરનું રાજ્ય બની ગયું છે.

  આ પણ વાંચો, મોદી સરકારે કોરોનાની વેક્સીન માટે PM CARES ફંડમાંથી 100 કરોડ રૂપિયા ફાળવ્યા

  Published by:Mrunal Bhojak
  First published: