30 મજૂરોએ 2.10 લાખ રુપિયા ભેગા કર્યા અને ચેન્નઈથી બસ લઈને બિહાર પહોચ્યાં

News18 Gujarati
Updated: May 21, 2020, 6:43 PM IST
30 મજૂરોએ 2.10 લાખ રુપિયા ભેગા કર્યા અને ચેન્નઈથી બસ લઈને બિહાર પહોચ્યાં
30 મજૂરોએ 2.10 લાખ રુપિયા ભેગા કર્યા અને ચેન્નઈથી બસ લઈને બિહાર પહોચ્યાં

મજૂર રામચન્દ્ર સિંહે કહ્યું - પોતાની સાથે કામ કરતા મિત્ર પાસેથી 7 હજાર રુપિયા લઈને બસ ભાડુ આપ્યું

  • Share this:
કૈમુર : લૉકડાઉનમાં (Lockdown) બિહારની બહાર ફસાયેલા પ્રવાસી મજૂરોનું (migrant workers)આવવાનું સતત ચાલું છે. કોઈ પગપાળા તો કોઈ વાહનમાં પહોંચી રહ્યા છે. આ ક્રમમાં 30 મજૂરો ચેન્નઈથી કૈમુર (Chrnnai To Kaimur)પહોંચ્યા તો તેમણે પોતાની આપવીતી ન્યૂઝ 18 ને જણાવી હતી. તેમણે પોતાની લાચારી બતાવતા કહ્યું કે જ્યારે કોઈ રસ્તો ન રહ્યો તો અમે મળીને 2.10 લાખ રુપિયામાં ભાડે બસ બાંધીને પોતાના ઘરે પહોંચ્યા છીએ. મજૂરોએ જણાવ્યું કે આજે પોતાના જિલ્લામાં પહોચીને અમને શાંતિની લાગણી અનુભવી રહ્યા છીએ. કેમ કે ભભુઆ પહોચતા જ સમાજસેવકોએ ખાવાનું ખવડાવ્યું અને પ્રશાસને ભભુઆથી અધૌરા સુધી બસ મોકલવાની વ્યવસ્થા પણ કરી હતી.

મંત્રી-સાસંદે કોઈ મદદ ન કરી

કૈમૂર જિલ્લાના અધૌરા પ્રખંડના રહેવાસી પ્રવાસી મજૂરોએ જણાવ્યું કે લૉકડાઉનમાં કામ બંદ થઈ જવાના કારણે ખાવામાં ઘણી મુશ્કેલી પડતી હતી, પૈસા પણ પુરા થવા લાગ્યા હતા. આ દરમિયાન બિહાર સરકારથી લઈને પોતાના ક્ષેત્રના મંત્રી બૃજ કિશોર બિંદ, સાસંદ છેદી પાસવાન પાસે મદદ માંગી હતી પણ કોઈ કાર્યવાહી થઈ ન હતી. એમ પણ કહ્યું કે ત્યાંથી બિહાર કઈ રીતે આવી શકાય. ઘણી વખત બિહાર જવા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું પણ કોઈ સૂચના ના મળી તો અમે ભાડે બસ લેવાનો નિર્ણય લીધો હતો.

આ પણ વાંચો - સિગરેટ બનાવતી કંપનીનો દાવો, કોરોના વાયરસની વેક્સીન થઈ ગઈ તૈયાર

સાત હજાર ઉધાર લઈને પહોચ્યા ઘરે

મજૂરોએ જણાવ્યું કે પહેલા તો બસવાળા સાથે વાત કરીને ભાડુ નક્કી કરીને પછી બસવાળાએ બિહાર જવા માટે પાસ બનાવ્યો. એક મજૂર રામચન્દ્ર સિંહે કહ્યું કે પૈસા પુરા થઈ ગયા હતા, ઘરે પણ જવુ હતુ, એવામાં કઈ સમજાતું ન હતું શુ કરવામાં આવે. પોતાની સાથે કામ કરતા મિત્ર પાસેથી 7 હજાર રુપિયા લઈને બસ ભાડુ આપ્યું ,જેથી પોતાના ઘરે પહોચી શકે. હવે ઘરેથી સાત હજાર રુપિયા પાછા આપવા પડશે.ગોપાલસિંહ નામના મજૂરે ક્હ્યું કે લૉકડાઉન શરુ થતા કામ બંદ થઈ ગયું હતું. કામ બંદ હોવાના કારણે પૈસા પણ મળતા ન હતા. કમાયેલા પૈસા હતા તેમાથી ખાવા-પીવાની વ્યવસ્થા કરતા હતા. પોતાના જિલ્લાના 30 મજૂરો ચેન્નઈમાં હતા. એકબીજા સાથે વાત કરીને બધાએ પૈસા ભેગા કર્યા હતા.
First published: May 21, 2020, 6:43 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading