Home /News /national-international /અંકિતા ભંડારી હત્યાકાંડ: ભાજપે આરોપીઓ વિરુદ્ધ લીધો મોટો નિર્ણય, લોકોએ રિસોર્ટમાં આગ લગાવી દીધી

અંકિતા ભંડારી હત્યાકાંડ: ભાજપે આરોપીઓ વિરુદ્ધ લીધો મોટો નિર્ણય, લોકોએ રિસોર્ટમાં આગ લગાવી દીધી

આરોપીઓની સંપત્તિમાં લોકોએ આગ લગાવી

Ankita murder case: ઉત્તરાખંડમાં બહુચર્ચિત મર્ડર કેસ અંકિતા હત્યાકાંડમાં ગુસ્સે થયેલી ભીડે આરોપીઓના રિસોર્ટમાં આગ લગાવી દીધી છે, બીજી બાજૂ ભાજપે આ આરોપી પર મોટી એક્શન લીધી છે.

  ઉત્તરાખંડ: અંકિતા ભંડારી હત્યાકાંડ કેસના મુખ્ય આરોપી પુલકિત આર્યના રિસોર્ટમાં ગુસ્સે થયેલી ભીડે આગ લગાવી દીધી હતી. આ બાજુ ભાજપે પૂર્વ રાજ્યમંત્રી વિનોદ આર્ય અને તેમના દિકરા અંકિત આર્યને તાત્કાલિક પાર્ટીમાંથી હટાવી દીધી છે. અંકિત આર્યને ઉત્તરાખંડ સરકારે ઉત્તરાખંડ અન્ય પછાત વર્ગ આયોગના ઉપાધ્યક્ષ પદથી પણ સેવામુક્ત કરવાનો નિર્ણય કર્યો છે. આપને જણાવી દઈએ કે, વિનોદ આર્ય અંકિતા હત્યાકાંડના મુખ્ય આરોપી પુલકિતના પિતા છે. જ્યારે અંકિત તેનો મોટો ભાઈ છે. ઉત્તરાખંડના ડીજીપી અશોક કુમારે શનિવારે કહ્યું કે, પોલીસે આ મામલાને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં લઈ જવાની કોશિશ કરશે. ગુનેગારોને આકરી સજા અપાવવામા આવશે.

  તો વળી કોંગ્રેસે દહેરાદૂનમાં રાજ્ય સરકાર વિરુદ્ધ પ્રદર્શન કર્યા હતા. કોંગ્રેસે કાર્યકર્તાઓએ ચંદ્રાચાર્ય ચોક પર એકઠા થઈને સૂત્રોચ્ચાર કર્યા અને મહિલા સુરક્ષામાં નિષ્ફળ રહેવાનો આરોપ લગાવીને સરકારના પુતળા સળગાવ્યા હતા. અંકિતા મર્ડર કેસને લઈને રાજ્યના અલગ અલગ શહેરોમાં ગુસ્સો છે. ઋષિકેશમાં ભીડે યમકેશ્વર ધારાસભ્ય રેણુ બિષ્ટની ગાડીના કાચ તોડી નાખ્યા હતા. જનતાના વિરોધ બાદ યમકેશ્વર ધારાસભ્ય શહેરમાં ભાગી ગયા હતા. ઋષિકેશ એઈમ્સમાં અંકિતાની લાશનું પોસ્ટમોર્ટમ થયું, જેને આજે સવારે જપ્ત કરવામાં આવી હતી.  અંકિતા મર્ડર કેસને લઈને ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કડક વલણ અપનાવ્યું છે. તેમણે ઘટના પર દુ:ખ વ્યક્ત કરતા અધિકારીઓને આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા છે.

  આ તમામની વચ્ચે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ શનિવારે સવારે ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે, અંકિતા ભંડારીની લાશ નહેરમાંથી મળી આવી છે. તેમણે લખ્યું કે, આજે સવારે દિકરી અંકિતાનો પાર્થિવ દેહ મળી આવ્યો છે, આ હચમચાવી નાખતી ઘટનાથી હું અત્યંત દુ:ખી છું. દોષિતોને કડક સજા આપવા માટે પોલીસ અધિકારી રેણુકા દેવીજીના નેતૃત્વમાં SIT બનાવીને તેના પર ગંભીર મામલાની ઊંડાણપૂર્વક તપાસના આદેશ આપી દીધા છે.  આરોપીઓના ગેર કાયદેસર રીતે બનેલા રિસોર્ટ પર બુલડોઝર દ્વારા કાર્યવાહી પણ કાલે રાતે કરી દીધી છે. અમારો સંકલ્પ છે કે, આ જઘન્ય અપરાધના દોષિતોને છોડવામાં આવશે નહીં.

  24 કલાકની અંદર ત્રણેય આરોપીની ધરપકડ


  આ હત્યાકાંડમાં સામેલ ત્રણેય આરોપીઓને 24 કલાકની અંદર ધરપકડ કરી લેવામાં આવ્યા છે, ભાજપ નેતા અને પૂર્વ રાજ્યમંત્રી વિનોદ આર્યનો દિકરો પુલકિત આર્ય આ મર્ડર કેસમાં મુખ્ય આરોપી છે.

  આરોપીઓના ઘર પર બુલડોઝર ફર્યા


  આ બાજૂ મુખ્યમંત્રીએ કડક વલણને જોતા પૌડી પ્રશાસને રિસોર્ટને બુલડોઝરથી ધ્વસ્ત કરી નાખ્યું હતું. આ રિસોર્ટમાં ગેરકાયદેસર નિર્માણની ફરિયાદો આવી હતી. ખાસ કરીને અંકિતા મર્ડર કેસ બાદ કેટલાય લોકોએ આ ગેરકાયદેસર નિર્માણની ફરિયાદ કરી હતી. ઉત્તરાખંડના ડીજીપી અશોક કુમારે જણાવ્યું હતું કે, સીએમના આદેશ બાદ પૌડી પ્રશાસન અને પોલીસે આ કાર્યવાહી કરી છે.
  Published by:Pravin Makwana
  First published:

  Tags: Uttarakhand news

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन