મધ્ય પ્રદેશના ખરગોનમાં પોતાના નવા ઘરમાં પ્રેમકિાને (Girl friend) મારીને દાટી દેનાર આરોપી પકડાયો છે. ચરિત્ર ઉપર શંકા હોવાના કારણે પ્રેમિકાની હત્યા (girl friend murder) કરવામાં આવી હતી. મહિલાને માર્યા પહેલા જ નવા ઘરમાં ખાડો ખોદીને રાખ્યો હતો. ત્યારબાદ સગા ભાઈ, પિતરાઈ ભાઈ અને માતાએ મળીને મહિલાની લાશને 3થી 4 ફૂટ ઊંઢા ખાડામાં દાટી દીધી હતી અને ઉપરથી પ્લાસ્ટર કરી દીધું હતું. આરોપી ઘટના બાદ ફરાર થઈ ગયા હતા.
પોલીસ હત્યાના આરોપીને પકડ્યો હતો. આ ઉપરાંત હત્યામાં સહયોગ આપનાર માતા, ભાઈ અને પિતરાઈ ભાઈને પણ પોલીસે પકડ્યા હતા. જિલ્લા મુખ્યાલયથી 40 કિલોમીટરની દૂર ભીકનગાવ પોલીસ ક્ષેત્રના મોહનખેડીમાં બંધ ઘરના બીજા રૂમમાં મેજિસ્ટ્રેટની હાજરીમાં ખોદતા સીમેન્ટના પ્લાસ્ટરના નીચે દાટેલી મહિલાની લાશ મળી હતી.
3 જાન્યુઆરી 2021ના દિવસે ભીકનગાંવ પોલીસ સ્ટેશને (police station) પોતાની પુત્રી છાયાબાઈ કોઈને કહ્યા વગર ક્યાંક જતી રહી હોવાની ગાયબ થવાની ફરિયાદ મળી હતી. પરિવારજનો દ્વારા એ આશંકા વ્યક્ત કરી હતી કે ગ્રામ મોહનખેડીના સંતોષ ગોલકરની સાથે પ્રેમ સંબંધ હોવાના કારણે તેની સાથે ગઈ હશે. સંતોષ ગોલકર અને છાયાબાઈની શોધ શરૂ કરવામાં આવી હતી. અને ગામના એક બાતમીદારને તપાસ કરવા લગાવી દીધો હતો.
આ પણ વાંચોઃ-આયેશા આપઘાત કેસ: પતિ આરીફે આયેશાને ચારથી પાંચ લાફા મારતા આંખમાંથી લોહી નીકળ્યું હતું, મોબાઈલ જપ્ત
આ પણ વાંચોઃ-ક્રૂર બાપની કરતૂત! પુત્રવધૂના પ્રેમમાં આંધળા સસરાએ પોતાના 16 મહિનાના માસૂમ બાળકને નહેરમાં ફેંકી દીધો
27 જાન્યુઆરી 2021એ માહિતી મળી હતી કે છાયાબાઈને જાનથી મારી નાંખીને લાશને સંતોષે પોતાના જ ઘરમાં દફનાવી દીધી છે. માહિતી ઉપર ત્વરિત કાર્યવાહી કરતા એસડીએમ ભીકનગાવ પાસેથી ઘરમાં ખોદવાની લેખીતમાં મંજૂરી પ્રાપ્ત કરીને કાર્યપાલક મેજીસ્ટ્રેટ નાયબ મામલતદાર ભીકનગાવની ઉપસ્થિતિમાં સંતોષ ગોલકરના મકાનનો ખોદકામ કરવામાં આવ્યું હતું. આશરે 3થી 5 ફૂટ પછી છાયાબાઈની લાશ મળી હતી.
આ પણ વાંચોઃ-અમદાવાદઃ ટ્રેનમાં મુસાફરી કરતા સાવધાન! બ્રાંદ્રા-જેસલમેર ટ્રેનમાં મહિલાને થયો કડવો અનુભવ
આ પણ વાંચોઃ-દુકાનમાં કામ કરતા યુવકને માલિકે ઘરે જમવા બોલાવ્યો, માલિકની પત્ની સાથે યૌન સંબંધ ઇચ્છતો હતો યુવક, ઇન્કાર કરતા કરી હત્યા
SP ખરગોન શૈલેન્દ્ર સિંહ ચૌહાને ઘટનાને ગંભીરતાથી લઈને આરોપીઓને પકડવાના આદેશ આપ્યા હતા. જેના પગલે 42 વર્ષીય સંતોષ ગોલકરની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે ફરાર આરોપીને પકડવા માટે 10 હજાર રૂપિયાનું ઈનામ પણ રાખ્યું હતું. આરોપીએ પૂછપરછ દરમિયાન જણાવ્યું કે તેનો અને છાયાબાઈનો પ્રેમ સંબંધ ચાલતો હતો.
બંને લગ્ન કરવા માંગતા હતા. જેના માટે સંતોષે પોતાની જમીન વેચીને નવું મકાન બનાવ્યું હતું અને અન્ય વ્યવસ્થાઓ કરી પરંતુ સંતોષ ગોલકરને છાયાબાઈના ચરિત્ર ઉપર શંકા થઈ. તેણે એક મજૂરને 200 રૂપિયા આપીને પાણીની ટાંખી બનાવવા માટે કહીને ઘરમાં ખાડો ખોદાવ્યો હતો. ત્યારબાદ છાયાને બહાનાથી બોલાવીને હત્યા કરી હતી. અને ત્યારબાદ એ ખાડામાં દાટી દીધી હતી. (તસવીર સોર્સ આજતક)