દશાશ્વમેઘ ઘાટ પર ગંગા આરતી શરૂ થઇ છે. વડાપ્રધાન મોદી, ભાજપ અધ્યક્ષ અમિત શાહ, યોગી આદિત્યનાથ સહિત ભાજપના અનેક વરિષ્ઠન નેતાઓ હાજર છે.
19:40 (IST)
પીએમ મોદી મદનપુરાથી ગોદોલિયા માટે રવાના થઇ ગયા છે. વડાપ્રધાન મોદીનું મુસ્લિમ બંધુઓએ શાલ ઓઢાળી સન્માન કર્યું હતું. આ દરમિયાન પીએમએ તેમનું અભિવાદન કર્યું. PMની ગાડી પાછળ સીએમ યોગી આદિત્યનાથ પણ ચાલી રહ્યાં છે.
19:29 (IST)
19:21 (IST)
19:18 (IST)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો શરૂ થયાને બે કલાક થઇ ચૂકી છે. હાલ કાફલો સોનારપુરાથી પસાર થઇ રહ્યો છે. તો ભાજપના અધ્યક્ષ અમિત શાહ દશાશ્વમેઘ ઘાટ પહોંચી ચૂક્યા છે.
19:2 (IST)
રોડ શો બાદ વડાપ્રધાન મોદી ગંગાની મહાઆરતી કરશે, આ માટે જુઓ તૈયારીની તસવીર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના સંસદીય વિસ્તાર વારાણસીમાં ગુરુવારે એક મોટો રોડ શો કર્યો. આ શોમાં કેન્દ્ર સરકારના અનેક વરિષ્ઠ મંત્રી, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અને ભાજપના ટોચના નેતાઓ ઉપસ્થિત રહ્યાં. મોદી શુક્રવારે વારાણસી સીટ પરથી પોતાનું ઉમેદવારી પત્ર દાખલ કરશે.
રોડ શો દરમિયાન બીએચયુના સંસ્થાપક પંડિત મદન મોહન માલવીયની પ્રતિમા પર ફુલહાર કર્યા હતા. આ રોડ શો અંદાજે 6 કિમી લાંબો છે. જે શહેરના લંકા વિસ્તારથી લઇને ગુદોલિયાથી દશાશ્વમેઘ ઘાટ સુધી જશે. પાર્ટીએ બુધવારે કહ્યું કે વડાપ્રધાનના રોડ શો બાદ દશાશ્વમેઘ ઘાટ પર ગંગા આરતીમાં ભાગ લેશે. રાતે 8 વાગ્યે તેઓ હોટલ ડી પેરિસમાં વારાણસીની જાણીતા હસ્તીઓ સાથે વાતચીત કરશે.
વડાપ્રધાન મોદી શુક્રવારે સવારે અંદાજે 11.30 વાગ્યે ઉમેદવારી ફોર્મ ભરશે. એ પહેલા શુક્રવારે સવારે બુથ પ્રમુખ અને પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરશે અને સવારે 11 વાગ્યે શહેરના ભગવાન કાળ ભૈરવની પુજા કરશે.