વેસાક દિવસ પર PM મોદીએ કહ્યું, ભારત પોતાની વૈશ્વિક જવાબદારીનું કરી રહ્યું છે પાલન

PM મોદીએ કહ્યું કે, ભારત તરફ સમગ્ર દુનિયા મીટ માંડીને બેઠી છે, બુદ્ધના સંદેશ પર ચાલી દેશ મદદ કરી રહ્યો છે

PM મોદીએ કહ્યું કે, ભારત તરફ સમગ્ર દુનિયા મીટ માંડીને બેઠી છે, બુદ્ધના સંદેશ પર ચાલી દેશ મદદ કરી રહ્યો છે

 • Share this:
  નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ ગુરુવારે બુદ્ધ પૂર્ણિમાના અવસરે ઓનલાઇન વેસાક વૈશ્વિક સમારોહ (International Day of Vesak)માં ભાગ લીધો. પીએમ મોદીએ આ અવસરે સંબોધન કર્યું. એક ઓનલાઇન વીડિયો સંદેશમાં પીએમ મોદીએ કહ્યું કે આપની વચ્ચે આવવું ખૂબ ખુશીની વાત હોત પરંતુ હાલની પરિસ્થિતિ તેની મંજૂરી નથી આપતી. તેથી ટેકનીકના માધ્યમથી આપે મને મારી વાત રજૂ કરવાની તક આપી તેનાથી વધુ સંતોષ શું હોઈ શકે.

  વેસાક દિવસ પર PM મોદીએ કહ્યું- ભારત પોતાની વૈશ્વિક જવાબદારીનું કરી પાલન રહ્યું છે. ભારત તરફ સમગ્ર દુનિયા મીટ માંડીને બેઠી છે, બુદ્ધના સંદેશ પર ચાલી દેશ મદદ કરી રહ્યો છે.

  પીએમ કહ્યું કે, લૉકડાઉન બાદ પણ વર્ચ્યૂઅલ માધ્યમથી વેસાક સમારોહનું આયોજન એક અભિનવ પ્રયોગ છે. તેનાથી વધુ સારું શું હશે કે આજે આ માધ્યમથી તમામ લોકો જોડાયેલા રહે છે. પીએમ મોદીએ કહ્યું કે સંગઠિત પ્રયાસોથી આપણે માનવતાને આ મુશ્કેલ પડકારીથી બહાર કાઢી શકીશું અને મુશ્કેલી દૂર કરી શકીશું.

  મને આશા છે કે તમે પોતાની જાતને સુરક્ષિત રાખી રહ્યા છો - વડાપ્રધાન

  પીએમ મોદીએ કહ્યું કે ભારત આજે સંકટમાં ઘેરાયેલા વ્યક્તિની સાથે પૂરી તાકાત સાથે ઊભો છે. આપણા માટે સંકટની ઘડી સહાયતા કરવા માટે છે. જેટલું શક્ય હોય મદદનો હાથ આગળ ધરો, બુદ્ધના દર્શાવેલા માર્ગ પર ચાલતાં ભારત સૌની મદદ કરી રહ્યું છે. વિશ્વના વિકાસમાં ભારત હંમેશા સહાયક રહેશે.

  વડાપ્રધાને કહ્યું કે હું એ તમામ લોકોનો આભાર માનું છું જેઓએ આ કઠિન સમયમાં કામ કરી રહ્યા છે. હું આપને સલામ કરું છું. મને આશા છે કે તમે જાતને સુરક્ષિત રાખી રહ્યા છો. મને આશા છે કે આપનો પરિવાર સુરક્ષિત છે. મને આશા છે કે તમે માનવતાની સેવા કરતા રહેશો.

  કોરોના વાયરસના સંક્રમણના કારણે બુદ્ધ પૂર્ણિમાનું પર્વ લાઇટ સ્ટ્રીમિંગના માધ્યમથી ઉજવવામાં આવી રહ્યો છે. આ પર્વ સંક્રમણથી માર્યા ગયેલા લોકોની યાદમાં અને કોરોના-19 યૌદ્ધાઓના સન્માનમાં ઉજવવામાં આવી રહ્યો છે. સાંસ્કૃતિક મંત્રાલય, ઇન્ટરનેશનલ બુદ્ધિસ્ટ કન્ફેડરેશન (IBC)ની સાથે મળી એક આભાસી પ્રાર્થના કાર્યક્રમ આયોજિત કરી રહ્યું છે. તેમાં દુનિયાભરના બૌદ્ધ સંઘના પ્રમુખ ભાગ લેશે.

  આ પણ વાંચો, સોનિયા ગાંધીનો મોદી સરકાર પર હુમલો, પૂછ્યું- લૉકડાઉન 3.0 બાદ શું?

  પ્રાર્થના સમારોહ ને પવિત્ર ગાર્ડન લુમ્બિની (નેપાળ), મહાબોધિ મંદિર (બોધગયા, ભારત), મૂલગંધ કુટિ વિહાર (સારનાથ), પરિનિર્વાણ સ્તૂપ (કુશીનગર) તથા અન્ય સ્થળોથી લાઇવ દર્શાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે બુદ્ધ પૂર્ણિમા પર વેસાક દિવસ ભગવાન બુદ્ધના જન્મ, બુદ્ધિત્વની પ્રાપ્તિ અને તેમના મહાપરિનિર્વાણની સ્મૃતિમાં ઉજવવામાં આવે છે.

  આ પણ વાંચો, લૉકડાઉનમાં મહિલાઓ સાથે થતી ઘરેલૂ હિંસામાં ધરખમ વધારો નોંધાયો!
  Published by:Mrunal Bhojak
  First published: