નવી દિલ્હી : દેશમાં કોરોના વાયરસ (Coronavirus)સંક્રમણથી સ્થિતિ દિવસે ને દિવસે ખરાબ થઇ રહી છે. હોસ્પિટલોમાં દર્દીઓ માટે જગ્યા નથી, દવાઓની અછત છે. ઓક્સિજનની પણ મળી રહ્યો નથી. આવા સમયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)આ સ્થિતિ પર ચર્ચા માટે સોમવારે દેશના ટોપ ડોક્ટર્સ અને દવા કંપનીઓ સાથે બેઠક કરી રહ્યા છે. વીડિયો કોન્ફરન્સ દ્વારા શરૂ થયેલી આ બેઠકમાં કોરોના સંક્રમણને લઈને કોઇ પ્રભાવી રણનીતિ બનાવવામાં આવી તેવી સંભાવના છે.
કોરોનાના વધી રહેલા કેસ પર કેન્દ્ર સરકારની સતત નજર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતે સ્વાસ્થ્ય સેવા પર નજર રાખી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે સોમવારે ભારતમાં કોવિડ-19ના એક દિવસમાં રેકોર્ડ 2,73,810 નવા કેસ સામે આવ્યા પછી કુલ કેસ 1.50 કરોડની પાર પહોંચી ગયા છે. લગભગ 25 લાખ નવા કેસ ફક્ત 15 દિવસની અંદર સામે આવ્યા છે.
Prime Minister Narendra Modi interacts with leading doctors from across the country via video conferencing on the #COVID19 situation pic.twitter.com/m4JkV81OiC