જેસલમેર પહોંચ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સૈનિકો સાથે કરી દિવાળીની ઉજવણી

પ્રતિકાત્મક તસવીર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi In Jaisalmer) જેસલમેરમાં સેનાના જવાનો સાથે દિવાળીના આ પાવન અવસરની ઉજવણી કરશે. પ્રાપ્ત માહિતી મુજબ વડાપ્રધાન સવારે 8:30 વાગે જેસલમેર પહોંચશે.

 • Share this:
  વડાપ્રધાન નરેન્દ્ર મોદી દર વર્ષે સૈનિકો સાથે પોતાની દિવાળીની ઉજવણી કરે છે. આજ અંતર્ગત આ વખતે દિવાળી પર (Diwali 2020) પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi In Jaisalmer) જેસલમેરમાં સેનાના જવાનો સાથે દિવાળીના આ પાવન અવસરની ઉજવણી કરવા પહોંચ્યા છે.વડાપ્રધાન મોદી સવારે 8:30વાગે જેસલમેર પહોંચ્યા હતા.અને આ પ્રસંગે તેમની સાથે ચીફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત, થલ સેનાધ્યક્ષ મનોજ મુકુંદ નરવણે પણ હાજર રહ્યા હતા.

  જાણકારી મુજબ વડાપ્રધાન વાયુસેના સ્ટેશન પર સવારે એક સ્કૂલ પરિસરમાં સેનાના અધિકારીઓ સાથે દિવાળીનો પર્વ મનાવ્યો હતો.અને તેમણે સૈનિકોને સંબોધિત કરીને તેમનું મનોબળ વધાર્યું હતું.

  ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દર વર્ષે આજ રીતે જવાનોની સાથે પોતાની દિવાળીની ઉજવણી કરે છે. અને આ વખતે તે રાજસ્થાનમાં જેસલમેરના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી રહ્યા છે. જોકે વડાપ્રધાનના આ કાર્યક્રમને જોતા વાયુસેના અને સીમા સુરક્ષાબળ આ વિસ્તારની બોર્ડર પર હાઇ એલર્ટમાં છે. અને તેમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ સમગ્ર વિસ્તારમાં ચાંપતી સુરક્ષા વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

  વધુ વાંચો : ભિખારી ઠંડીમાં ઠઠરી રહ્યો હતો, DSPએ નજીક જોઇને જોયું તો નીકળ્યો તેની જ બેચનો અધિકારી

  દિવાળીની પૂર્વ સંધ્યાએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે દેશવાસીઓને અપીલ કરી હતી કે તે આ તહેવાર પર સૈનિકોના સન્માન માટે એક દીવો પ્રગટાવે. તેમણે કહ્યું કે આમ કરીને આપણે તેમને કૃતજ્ઞતા અર્પિત કરવી જોઇએ જે આપણી અને દેશની સેવા માટે હાલ તેમના પરિવારથી દૂર છે.

  નોંધનીય છે કે વર્ષ 2014થી પોતાનો કાર્યભાર સંભાળ્યા પછી વડાપ્રધાન ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પંજાબ જેવા રાજ્યો સમેત જમ્મુ કાશ્મીર જેવા કેન્દ્ર શાસિત પ્રદેશના દુર્ગમ જગ્યાઓ પર દેશની સુરક્ષા કરી રહેલા સૈનિકો સાથે દિવાળીમાં સમય પસાર કરે છે. અને તેમને મીઠાઇ આપી તેમની સાથે દિવાળીની ઉજવણી કરે છે. ઉલ્લેખનીય છે કે એક તરફ વડાપ્રધાન જ્યાં સૈનિકો સાથે જેસલમેરમાં દિવાળી કરી રહ્યા છે ત્યાં જ બીજી તરફ જમ્મુ-કાશ્મીરમાં એલઓસી (LOC) પર પાકિસ્તાન (Pakistan) તરફથી સતત ફાયરિંગ ચાલુ કરવામાં આવી છે. મોર્ટાર ઉપરાંત, પાકિસ્તાનની સેના પણ આર્ટિલરી તોપોનો ઉપયોગ કરી રહી છે. દરમિયાન, ભારતીય સેના એલઓસી પર પાકિસ્તાનના યુદ્ધ વિરામના ઉલ્લંઘનની સખત પ્રતિક્રિયા આપી રહી છે. શુક્રવારે ઉત્તર કાશ્મીરના કેરાન સેક્ટરમાં (Keran Sector) પાકિસ્તાની સેના વતી ફાયરિંગ શરૂ થઈ જ્યારે ભારતીય સેનાએ આતંકવાદીઓની ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો. તે પછી, ગુરેઝ, તંગધાર, ઉરી સેક્ટરમાં પણ પાકિસ્તાન તરફથી જબરદસ્ત ફાયરિંગ શરૂ થયું છે
  Published by:Chaitali Shukla
  First published: