liveLIVE NOW

Modi@70: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 70મા જન્મદિવસે દેશ-દુનિયાના દિગ્ગજ નેતાઓએ શુભેચ્છાઓ પાઠવી

વડાપ્રધાન મોદી પોતાના જન્મદિવસે મણિનગરના મતદારોને યાદ કરી આભાર વ્યક્ત કર્યો

  • News18 Gujarati
  • | September 17, 2020, 19:52 IST
    facebookTwitterLinkedin
    LAST UPDATED: A YEAR AGO
    15:28 (IST)
    યૂકેના વડાપ્રધાન બોરિસ જોનસને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી. બોરિસ જોનસને ટ્વિટ કરીને લખ્યું કે, મારા મિત્ર નરેન્દ્ર મોદીને 70મા જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આશા રાખું કે આપણે વહેલી તકે મળીએ.

    14:10 (IST)
    વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસને અનુલક્ષીને Network18 સમૂહના ગ્રુપ કન્સલટિંગ એડિટર બ્રજેશકુમાર સિંહ દ્વારા નરેન્દ્ર મોદી જ્યારે અમદાવાદના મણિનગર બેઠક ધારાસભ્ય બાદના વિકાસ કાર્યો વિશે વિશેષ લેખ તૈયાર કર્યો હતો. તેની નોંધ લઈને વડાપ્રધાન મોદીએ બ્રજેશકુમારના ટ્વિટને રિટ્વિટ કરીને લખ્યું કે, મણિનગરના મારા ભાઈઓ અને બહેનોની સેવા કરવી મારા માટે ગર્વ લેવાનો વિષય રહ્યો છે. આ ક્ષેત્રમાં અમે જન કલ્યાણના શ્રેષ્ઠ કામ કરવામાં સફળ થઈ શક્યા, તેનો સમગ્ર શ્રેય જનભાગીદારીને જાય છે.

    નવી દિલ્હી : વડાપ્રધાન મોદીનો (Prime Minister Narendra Modi's birthday) આજે 70મો જન્મદિવસ છે. ગુજરાતના મુખ્યમંત્રી બનવાથી લઈને 2014માં લોકસભા ચૂંટણીમાં જીત મેળવીને વડાપ્રધાનના પદ સુધી પહોંચેલા નરેન્દ્ર મોદીની લોકપ્રિયતામાં સતત વધારો થઈ રહ્યો છે. 2019ની લોકસભા ચૂંટણીમાં દેશે તેમને ફરી જીત અપાવી તેમની લોકપ્રિયતા અકબંધ છે તે વાત પર મહોર મારી દીધી હતી. વડાપ્રધાન મોદીના જન્મદિવસને ઉજવવા માટે બીજેપી સેવા સપ્તાહની ઉજવણી કરી રહી છે. 14થી 20 સપ્ટેમ્બર સુધી ચાલનારી આ ઉજવણીમાં દેશભરમાં અનેક જાગૃતિ કાર્યક્રમો હાથ ધરવામાં આવશે.