લૉકડાઉન : પ્રવાસી મજૂરો પર PM મોદીએ કહ્યુ - 'ઘરે જવું એ મનુષ્યનો સ્વભાવ છે'

તમામ મુખ્યમંત્રીઓના ફીડબેક લૉકડાઉનના ભવિષ્યને લઈ ઘણા મહત્વપૂર્ણ રહેશે

તમામ મુખ્યમંત્રીઓના ફીડબેક લૉકડાઉનના ભવિષ્યને લઈ ઘણા મહત્વપૂર્ણ રહેશે

 • Share this:
  નવી દિલ્હીઃ લૉકડાઉન 3.0 (Lockdown 3.0) બાદ શું થશે, તેની પર આજે સંકેત મળી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી રહ્યા છે. આ દરમિયાન પ્રવાસી મજૂરો પર પીએમ મોદીએ કહ્યુ હતુ કે, ઘરે જવું એ દરેક મનુષ્યનો સ્વભાવ છે.

  બેઠકમાં તમામ મુખ્યમંત્રીઓ વીડિયો કોન્ફરન્સિંગ (Video Conferencing) દ્વારા પોતાનો પક્ષ રજૂ કરશે. મુખ્યમંત્રીઓના ફીડબેક લૉકડાઉન (Lockdown)ના ભવિષ્યને લઈ ઘણા મહત્વપૂર્ણ રહેશે. બેઠક બે સત્રમાં થશે. પહેલું સત્ર 3 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી રહેશે. બીજું સત્ર સાંજે 6 વાગ્યાથી શરૂ થઈને બેઠકનું નિષ્કર્ષ આવે ત્યાં સુધી બેઠક ચાલુ રહેશે. આ બેઠક પર સમગ્ર દેશની નજર છે.

  આ મીટિંગમાં ગૃહ મંત્રી અમિત શાહ, સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન, ચીફ સેક્રેટરી, હોમ સેક્રેટરી, હેલ્થ સેક્રેટરી ઉપરાંત તમામ રાજ્યોના મુખ્યમંત્રી અને ડીજીપી ઉપસ્થિત છે.


  આ પણ વાંચો, ગૃહ મંત્રાલયે લૉકડાઉનમાં આપી થોડી છૂટ, કહ્યું- બોર્ડર પર ડૉક્ટર્સ-મેડિકલ સ્ટાફને રોકશો નહીં

  આ અગાઉ, પીએમ મોદીએ 28 એપ્રિલે કોરોના વાયરસનો સામનો કરવા માટે દેશમાં લાગુ લૉકડાઉનની વચ્ચે ચોથી વાર રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાતચીત કરી હતી. લૉકડાઉન 2.0ની અવધિ 3 મેના રોજ સમાપ્ત થતાં પહેલા જ વડાપ્રધાને મુખ્યમંત્રીઓ સાથે વાત કરી હતી. કોરોના સામેના જંગમાં શું લૉકડાઉનને ફરી એકવાર લંબાવવામાં આવશે, તે હાલ ચર્ચાનો વિષય છે. 17 મે બાદ દેશ કોરોનાથી કેવી રીતે લડશે, સોમવારે મુખ્યમંત્રીઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સિંગમાં તેની પર માર્ગ નક્કી કરી શકે છે.

  આ પણ વાંચો, લૉકડાઉનના કારણે તુર્કી ન જઈ શક્યો આ જર્મન, 54 દિવસથી દિલ્હી એરપોર્ટ પર રહેવા મજબૂર
  Published by:Mrunal Bhojak
  First published: