Mann Ki Baat: પીએમ મોદીએ કહ્યું, અર્થવ્યવસ્થાનો મોટો હિસ્સો ખુલી ગયો છે, હવે વધુ સતર્ક રહેવું પડશે

News18 Gujarati
Updated: May 31, 2020, 11:46 AM IST
Mann Ki Baat: પીએમ મોદીએ કહ્યું, અર્થવ્યવસ્થાનો મોટો હિસ્સો ખુલી ગયો છે, હવે વધુ સતર્ક રહેવું પડશે
વડાપ્રધાને કહ્યું કે દુનિયાની તુલનામાં ભારતમાં કોરોનાની અસર ઓછી રહી અને આપણે ત્યાં મૃત્યુદર પણ ઓછો રહ્યો

વડાપ્રધાને કહ્યું કે દુનિયાની તુલનામાં ભારતમાં કોરોનાની અસર ઓછી રહી અને આપણે ત્યાં મૃત્યુદર પણ ઓછો રહ્યો

  • Share this:
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે 'મન કી બાત' (Mann Ki Baat) રેડિયો કાર્યક્રમના 65માં ભાગમાં ફરી એકવાર દેશવાસીઓને સંબોધિત કર્યા. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કોરોના સામેની લડાઈનો રસ્તો લાંબો છે. એક એવી આપત્તિ જેનો દુનિયા પાસે કોઈ ઇલાજ નથી, જેના વિશે કોઈ પહેલાનો અનુભવ નથી, તો એવામાં નવા-નવા પડકારો અને તેના કારણે મુશ્કેલીઓ આપણે અનુભવી રહ્યા છીએ. આ દુનિયાના દરેક કોરોના પ્રભાવિત દેશમાં થઈ રહ્યું છે અને તેથી ભારત પણ તેનાથી અલગ નથી

મન કી બાતમાં પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, હાલના સમયમાં વિશ્વના અનેક દેશોના નેતાઓ સાથે મારી વાતચીત થઈ છે, પરંતુ એક ખાસ secret જરૂર આજે જણાવવા માંગીશ. વિશ્વના અનેક નેતાઓ સાથે જ્યારે વાતચીત થાય છે તો હું તેમને વધુ રસ યોગ અને આયુર્વેદના સંબંધમાં હોય છે. કેટલાક નેતાઓએ મને પૂછ્યું કે કોરોનાના આ કાળમાં આ યોગ અને આયુર્વેદ કેવી રીતે મદદ કરી શકે છે.

વડાપ્રધાને ગરીબોની ચિંતા કરતાં કહ્યું કે, જો ગરીબોને હૉસ્પિટલમાં દાખલ થયા બાદ સારવાર માટે પૈસા ચૂકવવા પડતા, જો તેમની મફતમાં સારવાર ન થાત તો, એક અંદાજ મુજબ તેમને ખિસ્સામાંથી 14 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરવા પડતા. આયુષ્માન ભારત યોજનાએ ગરીબોના પૈસા ખર્ચ થતાં બચાવ્યા છે. હું આયુષ્માન ભારતના તમામ લાભાર્થીઓની સાથોસાથ દર્દીઓની સારવાર કરનારા તમામ ડૉક્ટરો, નર્સ અને મેડિકલ સ્ટાફને પણ શુભેચ્છા પાઠવું છું.

વડાપ્રધાને મન કી બાતમાં કહ્યું કે કોરોનાના પ્રભાવથી મન કી બાત ઉપર પણ અસર પડી. જ્યારે મેં છેલ્લી વાર મન કી બાત કહી હતી તો ઘણું બધું બંધ હતું પરંતુ હવે ધીમેધીમે બધું ખુલી રહ્યું છે. અર્થવ્યવસ્થાનો મોટો હિસ્સો ખુલી ચૂક્યો છે. વડાપ્રધાને કહ્યું કે દુનિયાની તુલનામાં ભારતમાં કોરોનાની અસર ઓછી રહી અને આપણે ત્યાં મૃત્યુદર પણ ઓછો રહ્યો.

PM મોદીએ કહ્યું કે, દેશવાસીઓની સંકલ્પ શક્તિની સાથે વધુ એક શક્તિ કોરોના સામેની લડાઈમાં સૌથી મોટી તાકાત છે, તે છે દેશવાસીઓની સેવા શક્તિ. આ મહામારીના સમયમાં આપણે ભારતવાસીઓએ દર્શાવી દીધું છે કે સેવા અને ત્યાગનો આપણો વિચાર, માત્ર આપણા આદર્શ નથી, પરંતુ ભારતની જીવન પદ્ધતિ છે. અને આપણે ત્યાં તો કહેવામાં આવે છે કે સેવા પરમો ધર્મઃ સેવામાં સુખ છે, સેવામાં જ સંતોષ છે. વડાપ્રધાને કહ્યું કે માસ્ક પહેરવો, જરૂર હોય ત્યારે જ બહાર જવું અને હજુ પણ તકેદારી રાખવી પડશે.

આ પણ વાંચો, Unlock 1.0: જાણો સ્કૂલ-કૉલેજ, કોચિંગ સંસ્થાઓને લઈ શું કહે છે નવી ગાઇડલાઇન 

આ પહેલા ગૃહ મંત્રી અમિત શાહે શનિવારે જ અનલૉક 1.0ની જાહેરાત કરી છે. એટલે કે 1 જૂનથી લૉકડાઉન તો ચાલુ રહેશે પરંતુ શ્રેણીબદ્ધ રીતે છૂટ પણ આપવામાં આવી રહી છે. જોકે કન્ટેનમેન્ટ ઝોનમાં પહેલાની જેમ જ તમામ નિયમ લાગુ રહેશે.

આ પણ વાંચો, World No Tobacco Day: ભારતમાં દર વર્ષે 13 લાખ લોકોનું તમાકુના કારણે થાય છે મોત
First published: May 31, 2020, 10:51 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading