સૂરતના સાંસદ દર્શના બેન જરદોશે રાજ્યમંત્રી તરીકે શપથ લીધા. ગુજરાતના પુરષોત્તમ રુપાલા અને મનસુખ માંડવિયાને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે
જ્યોતિરાદિત્ય સિંધિયાએ ચોથા નંબરે શપથ ગ્રહણ કર્યા. મધ્ય પ્રદેશથી બીજેપીના રાજ્યસભા સાંસદ છે
મહારાષ્ટ્રથી આવતા નારાયણ રાણેએ સૌ પહેલા શપથ લીધા. આસમના પૂર્વ સીએમ સર્વાનંદ સોનોવાલે બીજા નંબરે શપથ લીધા
કેન્દ્રીય કેબિનેટ વિસ્તાર પહેલા કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે અને રવિશંકર પ્રસાદે પણ રાજીનામું આપી દીધું છે. પ્રકાશ જાવડેકર સૂચના અને પ્રસારણ મંત્રીની સાથે-સાથે પર્યાવરણ અને જલવાયુ પરિવર્તન મંત્રાલયની પણ જવાબદારી સંભાળી રહ્યા હતા. જ્યારે રવિશંકર પ્રસાદ પાસે કાનૂન અને આઈટી મંત્રાલયની જવાબદારી હતી. આ બે મંત્રીઓના રાજીનામા પછી કેન્દ્રીય કેબિનેટમાંથી રાજીનામું આપનાર મંત્રીઓની સંખ્યા 12 થઇ ગઈ છે
રવિશંકર પ્રસાદ અને પ્રકાશ જાવડેકરે પણ મોદી મંત્રીમંડળમાંથી રાજીનામું આપ્યું