પૂર્વ કેન્દ્રીય મંત્રી અને દિલ્હીના ત્રણ વાર મુખ્યમંત્રી રહેલા શીલા દીક્ષિતનું શનિવારે નિધન થયું. શનિવાર સવારે તેમને ઓખલામાં આવેલી એસ્કોર્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં હાર્ટ અટેકના કારણે તેમનું નિધન થયું હતું.શીલા દીક્ષિત પંચતત્વમાં વિલીન ## શીલા દીક્ષિતનો પાર્થિવદેહ પંચતત્વમાં વિલીન થઈ ગયો છે. દિલ્હીના નિગમઘાટ પર તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કલમનાથે શીલા દીક્ષિતને શ્રદ્ધાંજલિ અર્પી.સોનિયા ગાંધીએ કહ્યું, તેઓ મારી મોટી બહેન અને મિત્ર હતા ## શીલા દીક્ષિતના નિધન પર સોનિયા ગાંધીએ કહ્યું કે, તેઓ મારો સૌથી મોટો સહારો હતા. તેઓ બિલકુલ મારી મોટી બહેન અને દોસ્ત બની ગઈ હતી. કોંગ્રેસ માટે આ મોટી ક્ષતિ છે. હું તેમને હંમેશા યાદ રાખીશ.કોંગ્રેસ હેડક્વાર્ટરમાં કાર્યકરો શીલા દીક્ષિતને શ્રદ્ધાંજલિ અર્પશે. તેમનું પાર્થિવદેહ દોઢ વાગ્યા સુધી કોંગ્રેસ ઓફિસમાં રાખવામાં આવશે. ત્યારબાદ પાર્થિવદેહને અઢી વાગ્યે નિગમબોધ ઘાટ લઈ જવામાં આવશે જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.શીલા દીક્ષિતને શ્રદ્ધાંજલિ અર્પી અરવિંદ કેજરીવાલ થયા ટ્રોલ!- News18 Gujaratiસોનિયા અને પ્રિયંકાએ પૂષ્પાંજલિ અર્પી ## સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાએ કોંગ્રેસ હેડક્વાર્ટર ખાતે શીલા દીક્ષિતને પૂષ્પાંજલિ અર્પી. જ્યારે શીલા દીક્ષિતની કારને ટાઇમ બોમ્બથી ઉડાવી દીધી, પરંતુ આ રીતે બચ્યો હતો જીવ- News18 Gujaratiકોંગ્રેસના સીનીયર નેતા મોહસિના કિદવઈએ શીલા દીક્ષિતને યાદ કરતાં કહ્યું કે, તેઓ પીઢ નેતા હતા, જેઓ દરેક વર્ગને સાથે લઈને ચાલતા હતા. નવા-જૂના બંનેને સાથે લઈને ચાલતી હતી.દિલ્હીમાં બે દિવસનો રાજકીય શોક ## શીલા દીક્ષિતના નિધન પર દિલ્હીમાં બે દિવસનો રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે.શીલા દીક્ષિતનો પાર્થિવદેહ કોંગ્રેસ હેડક્વાર્ટર લવાયો ## દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતના પાર્થિવદેહને તેમના નિજામુદ્દીન સ્થિત નિવાસથી કોંગ્રેસના હેડક્વાર્ટર પર અંતિભ દર્શન માટે લાવવામાં આવ્યો.