liveLIVE NOW

Coronavirus Live: નોઇડામાં કોરોના પોઝિટિવના 3 નવા કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 732 થઈ

સ્વાસ્થ્ય મંત્રાલયે એમ પણ કહ્યું કે પોઝિટિવ કેસની સંખ્યાનો વૃદ્ધિ દર ભારતમાં તુલનાત્મક રીતે સ્થિર છે

  • News18 Gujarati
  • | March 27, 2020, 15:26 pm
    facebookTwitter
    LAST UPDATED Fri Mar 27 2020

    AUTO-REFRESH

    15:29 (IST)
    નોઇડામાં શુક્રવારે કોરોનાના 3 નવા કેસ આવ્યા બાદ દેશમાં હવે સંક્રમિતોની સંખ્યા 732 થઈ ગઈ છે. નોઇડામાં મળેલા ત્રણ નવા કેસમાંથી બે સેક્ટર-137 અને ત્રીજો કેસ ગ્રેટર નોઇડાના સેક્ટર-3માં મળ્યો છે.

    નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસ સંક્રમણથી મરનારા લોકોની સંખ્યા વધીને 16 સુધી પહોંચી ગઈ છે. બીજી તરફ, 80 નવા કેસ સામે આવવાની સાથે સંક્રમણના કેસ વધીને 694 થઈ ગયા છે. જોકે, સ્વાસ્થ્ય મંત્રાલયે એમ પણ કહ્યું કે પોઝિટિવ કેસની સંખ્યાનો વૃદ્ધિ દર ભારતમાં તુલનાત્મક રીતે સ્થિર છે.

    બીજી તરફ, ઈટલી અને સ્પેનમાં કોરોના વાયરસનો કહેર ચાલુ છે. માત્ર ઈટલીમાં 6,153 સંક્રમણના નવા કેસ સામે આવ્યા છે. બીજી તરફ, વૈશ્વિક સ્તરે કોરોના 5 લાખનો આંકડો પર કરી ગયો છે.

    टॉप स्टोरीज