સુપ્રીમ કોર્ટનો નિર્દેશ - પ્રવાસી મજૂરોને મફતમાં ઘરે પહોંચાડો, 5 જૂને આગામી સુનાવણી

સુપ્રીમ કોર્ટનો નિર્દેશ - પ્રવાસી મજૂરોને મફતમાં ઘરે પહોંચાડો, 5 જૂને આગામી સુનાવણી
સુપ્રીમ કોર્ટનો નિર્દેશ - પ્રવાસી મજૂરોને મફતમાં ઘરે પહોંચાડો, 5 જૂને આગામી સુનાવણી

સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે રાજ્યો તરફથી પ્રવાસી મજૂરોને ભોજન ઉપલબ્ધ કરાવવામાં આવે. ટ્રેનોમાં રેલવે તરફથી તેમને ભોજન અને પાણી આપવામાં આવે

 • Share this:
  નવી દિલ્હી : દેશમાં કોરોના મહામારી (Coronavirus)ના કારણે 24 માર્ચથી 31 મે સુધી લૉકડાઉન છે. લૉકડાઉનમાં (Lockdown)સૌથી વધારે માર પ્રવાસી મજૂરો (Migrant Laborers)અને કારીગરો પર પડ્યો છે. કામ બંધ થવાથી તેમની સામે રોજી રોટીનું સંકટ ઉભું થયું છે. સુપ્રીમ કોર્ટે આ મામલામાં જાતે સંજ્ઞાન લઈ પ્રવાસી મજૂરોની સ્થિતિ પર ગુરુવારે મહત્વની સુનાવણી કરી હતી. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે સરકારને નિર્દેશ આપ્યો છે કે પ્રવાસી મજૂરોને ઘરે મોકલવા માટે તેમની પાસેથી રેલવે અથવા બસનું ભાડુ વસુલવામાં ના આવે. તેમના ભાડાની વ્યવસ્થા સરકાર કરે. આ મામલે આગામી સુનાવણી 5 જૂને થશે.

  સુપ્રીમ કોર્ટે આ દરમિયાન એ પણ નિર્દેશ આપ્યો કે પ્રવાસી મજૂરોને ઘરે મોકલવાની પ્રક્રિયામાં ઝડપ લાવવામાં આવે. જો કોઈ પ્રવાસી મજૂર પગપાળા જાય તો તેને તરત આશ્રય અને ખાવાનું આપવામાં આવે. સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે રાજ્યો તરફથી પ્રવાસી મજૂરોને ભોજન ઉપલબ્ધ કરાવવામાં આવે. ટ્રેનોમાં રેલવે તરફથી તેમને ભોજન અને પાણી આપવામાં આવે.  આ પણ વાંચો - Covid19: બીજેપીના પ્રવક્તા સંબિત પાત્રામાં દેખાયા કોરોનાના લક્ષણ, હોસ્પિટલમાં દાખલ - રિપોર્ટ

  સુપ્રીમ કોર્ટે પ્રવાસી મજૂરના મામલા પર કહ્યું કે પ્રવાસી મજૂરોને ઘરે મોકલવા માટે રજિસ્ટ્રેશન, પરિવહન અને તેમને આશ્રય અને ખાવા-પીવા ઉપલબ્ધ કરાવવાને લઈને ઘણી ખામીઓ છે. સુપ્રીમ કોર્ટે પ્રવાસી મજૂરોની ગરીબી અને અન્ય સમસ્યાઓ પર વિચાર કર્યો હતો. કોર્ટે કહ્યું કે રજિસ્ટ્રેશન પછી પણ પ્રવાસી મજૂરોને પાછા ઘરે જવા માટે સપ્તાહ સુધી રાહ જોવી પડી રહી છે. મોટી સંખ્યામાં પ્રવાસીઓ ચાલીને ઘરે જવા પર મજબૂર થઈ રહ્યા છે.


  પ્રવાસી મજૂરોના મામલામાં રણદીપ સિંહ સુરજેવાલા તરફથી સુપ્રીમ કોર્ટમાં અભિષેક મનુ સિંઘવી હાજર થયા હતા. કેન્દ્ર સરકારે તેનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે આનું રાજનીતિકરણ કરવામાં આવી રહ્યું છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે તે ફક્ત સલાહ સાંભળશે તેના સિવાય કશું જ નહીં.

  સોલિસિટર જનરલ તુષાર મેહતાએ સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું કે ઉત્તર પ્રદેશ અને બિહારમાં પ્રવાસીઓની સંખ્યા 80 ટકા છે. અત્યાર સુધી 91 લાખ પ્રવાસી સ્થળાંતર કરવામાં આવ્યા છે.
  Published by:News18 Gujarati
  First published:Invalid date

  ટૉપ ન્યૂઝ